Only Gujarat

National

સાળીના હતાં હિંદુ યુવક સાથે સંબંધો, મુસ્લિમ જીજાએ વિરોધ કર્યો તો કર્યા એવા હાલ કે…

અમરોહામાં પ્રેમસંબંધમાં અડચણરૂપ બની રહેલા બનેવીનું સાળીએ તેના બોયફ્રેન્ડના હાથે મર્ડર કરાવી નાખ્યું. આ ષડયંત્રમાં મોટી બહેન પણ તેની સાથે સામેલ હતી. તેણે કપટપૂર્વક તેને પોતાની સાથે લઈ જઈને દારૂમાં નશીલી દવા મિક્સ કરીને પીવડાવ્યું ને પછી સાળીના બોયફ્રેન્ડે બનેવીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તેની લાશને ગાર્ડનમાં દફનાવવામાં આવી હતી.


બે દિવસ બાદ પણ યુવક ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ બંને બહેનો પર શંકા થવા લાગી. તેઓએ પોલીસને ફોન કર્યો, પોલીસની કડકાઈના કારણે બંને બહેનો ભાંગી પડી અને પોતાનો ગુનો પણ કબૂલી લીધો. ત્યારબાદ પરિવારજનો પોલીસ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને અહીથી લાશને બહાર કાઢવામાં આવી હતી. પોલીસે હાલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.


સાળી બોયફ્રેન્ડને મળતી હતી એટલે બનેવીએ પહરેદારી શરૂ કરી
આ ઘટનાક્રમ અમરોહાના ઢકિયા ચમન ગામનો છે. રુકસાદના લગ્ન 14 વર્ષ પહેલાં બિજનોરના થાના ધામપુરના નિંદડુ ગામની રહેવાસી શમીમા સાથે થયા હતા. બંનેને કોઈ સંતાન નથી. આ યુવક મજૂરી કામ કરતો હતો. લગ્નના થોડાં સમય બાદ સાળી ચાંદની પણ બહેનના ઘરે આવીને રહી હતી. તેના લગ્ન હજી થયા નહોતાં. સાળીને ચુચેલા કાલા ગામના રહેવાસી ગુડ્ડુ સાથે પ્રેમસંબંધ હતો. જ્યારે રુકસાદને આ વાતની ખબર પડી તો તે વિરોધ કરવા લાગ્યો, ગુપ્ત રીતે તે સાળી પર નજર રાખી રહ્યો હતો અને તેણે તેની બહાર અવર-જવર પણ રોક લગાવી દિધી હતી. આ સમયે ચાંદનીએ તેની બહેન સાથે મળીને બનેવીને રસ્તામાંથી ઉખાડીને બહાર ફેંકી દેવાનું ષડયંત્ર રચ્યું હતું.


રુકસાદનો મૃતદેહ બગીચામાં દબાઈ ગયો હતો
26 જૂનના રોજ રુકસાદની પત્ની અને સાળી તેને સંબંધીને ત્યાં લઈ જવાના બહાને પોતાની સાથે લઈ ગયા હતા. બચરાયૂંમાં આંબાની વાડીમાં બંને બહેનોએ ભેગા મળીને દારૂમાં નશીલી દવા ભેળવી તેને પીવડાવી દીધી. રૂકસાદના હોશ ઉડી ગયા બાદ ગુડ્ડુએ તેનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી. આ પછી તેણે બગીચામાં જ પાવડા વડે ખાડો ખોદ્યો અને લાશને દફનાવી દીધી. આ પછી ઘટનાના બીજા દિવસે 27 જૂનની સવારે બંને બહેનો ઘરે પહોંચી હતી.


બે દિવસ સુધી બનેવી ઘરે ન પહોંચતા પરિવારજનોને શંકા ગઇ હતી
ઘરે પહોંચીને પરિવારજનોએ બંને બહેનોને પુછ્યું કે રુકસાદ ક્યાં છે આના પર બંને બહેનોએ જવાબ આપ્યો કે, તે અમને કહ્યા વગર જ ક્યાંક ચાલ્યા ગયા છે. આ વાત પરિવારજનોને સમજમાં ન આવી, કારણ કે યુવક બંને સાથે ગયો હતો. આ પછી યુવક બે દિવસ સુધી ઘરે ન પહોંચતા માતા બિલ્કિસે પિતરાઈ ભાઈ જસીમને આ અંગે જાણ કરી હતી. ગ્રામ પ્રધાનની મદદથી આ અંગે કોતવાલી પોલીસને જાણ કરવામાં આવી હતી. આ પછી બુધવારે પોલીસે બંને બહેનોની કડકાઈથી પૂછપરછ કરતાં તેમણે હત્યાની કબૂલાત કરી હતી.


પત્ની બહેનને સાથે રાખવા માગતી હતી, પતિ વિરોધ કરતો હતો
કોતવાલી ઇન્ચાર્જ સુનિલ મલિકના જણાવ્યા અનુસાર જ્યારે બંને બહેનોની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે કબૂલાત કરી હતી કે રૂકસાદ બહેરા અને મૂંગા છે. તે તેને બછરાયૂંના એક બગીચામાં લઈ ગયા હતા અને ત્યાં તેના પ્રેમી સાથે મળીને તેની હત્યા કરી હતી. પત્ની હંમેશા પોતાની બહેનને પોતાની સાથે રાખવા માગતી હતી ત્યારે રૂકસાદ પ્રેમ પ્રકરણમાં બાધારૂપ બનતા તેનો વિરોધ કર્યો હતો. આથી જ બંને બહેનોએ હત્યાનો પ્લાન બનાવ્યો હતો.


દીદૌલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે જણાવ્યું કે, પત્નીની ઓળખ પર યુવકનો મૃતદેહ બછરાયૂંના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો તેમજ હત્યામાં સંડોવાયેલી રૂકસાદની સાળી, બોયફ્રેન્ડ અને પત્નીની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

You cannot copy content of this page