Only Gujarat

National TOP STORIES

અપંગ બની પોલીસની નજર સામેથી નીકળી ગયો હતો ગેંગેસ્ટર વિકાસ દુબે

કાનપુરમાં 8 પોલીસકર્મીઓની હત્યા કરનાર ઉત્તરપ્રદેશનો ડોન વિકાસ દુબે ફરિદાબાદમાં દેખાયો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વિકાસ દુબે કાનપુરથી હરિયાણાના ફરિદાબાદ ભાગી ગયો હતો. ત્યાં એક હોટેલમાં રોકાવાનો પ્રયાસ કર્યો પરંતુ રૂમ મળ્યો નહીં. થોડા સમય બાદ પોલીસ પણ ત્યાં પહોંચી હતી પરંતુ તે ત્યાંથી ફરાર થઇ ગયો હતો. સ્થાનીક દુકાનદારના જણાવ્યા પ્રમાણે વિકાસ દુબે પોલીસની સામેથી જ નીકળી ગયો અને પોલીસ તેને ઓળખી શકી ન હતી.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હોટેલ મેનેજરે જણાવ્યું કે મંગળવારની બપોરે અંદાજે 3 વાગ્યે તે હોટેલ રૂમમાં રોકાવા માટે આવ્યો. તેણે જ્યારે આઇડી પ્રૂફ માગ્યું તો વિકાસે પાનકાર્ડ આપ્યું. પરંતુ પાનકાર્ડમાં ફોન, ઘરનું સરનામું સ્પષ્ટ રીતે દેખાતું ન હતું જેના કારણે હોટેલમાં રૂમ આપવાની મનાઇ કરી દીધી.

હોટેલમાં રૂમ ન મળવાને કારણે વિકાસ દુબે ત્યાંથી નીકળી ગયો. થોડા સમય બાદ જ ત્યાં પોલીસ પણ પહોંચી. થોડે દૂર જ વિકાસ ત્યાં ઉભો હતો. તે બધુ જોઇ રહ્યો હતો પરંતુ પોલીસકર્મી તેને ઓળખી શક્યા નહીં. એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં દેખાઇ રહ્યું છે કે વિકાસ દુબે ઓટોમાં બેસી ત્યાંથી જઇ રહ્યો છે.

વિકાસ દુબેની માતાએ જણાવ્યું કે પુત્રના પગમાં સળિયા નાખેલા છે આથી તે લંગડાતો ચાલી રહ્યો છે. જે સીસીટીવી ફૂટેજ સામે આવી છે તેમાં પણ દેખાઇ રહ્યું છે કે ઓટોમાં બેસનારો શખ્સ લંગડાઇ રહ્યો છે.

ફરિદાબાદ પોલીસે જણાવ્યું કે એક ઘરમાં વિકાસ દુબે હોવાના ઇનપુટના આધારે ક્રાઇમ બ્રાંચની સાથે મળી ફરિદાબાદમાં પોલીસની રેડમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી. આ દરમિયાન સામ સામે ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. કાનપુર અથડામણ દરમિયાન દુબે દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી પિસ્તોલ અને ઉત્તરપ્રદેશ પોલીસ પાસેથી ચોરી કરવામાં આવેલી પિસ્તોલ જપ્ત કરવામાં આવી.

તો બીજી બાજુ વિકાસ દુબેના સાથી શ્યામૂ વાજપેયીની ધરપકડ કરી લેવામાં આવી છે. તેના પર 25000 રૂપિયાનું ઇનામ હતું. પકડાયેલા શ્યામૂ વાજપેયીએ જણાવ્યું કે હું ઘડી કંપનીમાં મજુર છું. હું ત્યાં ન હતો, એ સમયે હું ઘરે જ હતો.

ઉત્તરપ્રદેશ એડીજી પ્રશાંત કુમારે જણાવ્યું કે ફરિયાદબાદમાં અથડામણ દરમિયાન પોલીસે 3 વ્યક્તિની ધરપકડ કરી છે. જેમની પાસેથી 9 MMની બે સરકારી પિસ્તોલ, 2 અન્ય પિસ્તોલ અને 44 જીવતા કારતૂસ મળી આવ્યા છે. જે પણ કાર્યવાહી થશે તે કાયદેસરની અને એવી હશે કે કાનપુરની ઘટનામાં જે લોકો સામેલ છે તેઓને આજીવન પછતાવો થશે.

ઉત્તરપ્રદેશના એડીજીએ કહ્યું કે આજે સવારે કાનપુર અથડામણના મુખ્ય આરોપી અમર દુબે STF અને સ્થાનિક પોલીસ સાથે અથડામણમાં ઠાર મરાયો છે. અમર પર 50 હજારનું ઇનામ હતું. પોલીસ સતત કાનપુર અથડામણના મુખ્ય આરોપીઓને શોધવામાં લાગી છે. અમારા જવાનોની શહાદત વ્યર્થ નહીં જાય.

કાનપુર અથડામણના મુખ્ય આરોપી વિકાસ દુબે પર ઇનામની રાશિ વધારી 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.

અમર દુબે પાસેથી એક ગેરકાયદે પિસ્તોલ અને કારતૂસ મળી આવી છે. જેની વિકાસ દુબેની સાથે સોશિયલ મીડિયા પર અનેક તસવીરો છે. અન્ય આરોપી શ્યામૂ વાજપેયી, જહાન યાદવ, સંજુ દુબેની કાનપુર પોલીસે ધરપકડ કરી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page