નશામાં ત્રણ યુવતીઓ ગામ માથે લીધું, પોલીસને પણ જેમ ફાવે તેમ ગાંળો આપી, થયા આવા હાલ

નશામાં ધૂત ત્રણ યુવતીઓએ છાકટી બનીને રોડ પર જોરદાર હંગામો કર્યો હતો. આ યુવતીઓએ ઓલા ડ્રાઈવર સાથે ગાળાગાળી કરી તેની કાર પર કબ્જો જમાવી લીધો હતો. હંગામા બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ સાથે પણ ગેરવર્તન કર્યું હતું. એક યુવતીએ પોલીસનો કોલર પકડીને ખેંચ્યો હતો અને ગાળો ભાંડી હતી. આ ઘટનાનો વીડિયો વાઈરલ થતાં લોકો યુવતીઓ પર ફીટકાર વર્ષાવી રહ્યા છે.

આ મામલો માયાનગરી મુંબઈનો છે. જેમાં ત્રણ યુવતીઓએ ઓલા કાર ડ્રાઈવરને તેની કારમાંથી બહાર કાઢીને કાર પર કબ્જો કરી લીધો હતો. ડ્રાઈવર સાથે ગાળાગાળી પણ કરી હતી અને કારમાં તોડફોડનો પ્રયત્ન કર્યો હતો. એટલું જ નહી યુવતીઓ ઘટનાસ્થળે આવેલા પોલીસ કર્મચારીઓ સાથે પર ગેરવર્તન કર્યું હતું. પોલીસનો શર્ટ પકડી લીધો હતો. ત્રણેય યુવતીઓ સામે નશામા ધુત થઈને હંગામો કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. હાલ ત્રણેયની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઓલા ડ્રાઈવરે ઉતારી લીધો વીડિયો
આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. જેને ઓલા ડ્રાઈવરે ખુદ શૂટ કર્યો હતો. આ વીડિયોના આધારે ત્રણેય યુવતીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. વીડિયોના અંતમાં એક યુવતી રોડ પર પોલીસ કર્મચારીને ગંદી ગાળો આપે છે. જોકે બીજી તરફ પોલીસ કર્મચારી શાંતિથી પોતાની ડ્યુટી કરતી યુવતીને સમજાવવાનો પ્રયત્ન કરે છે.

પહેલાં પણ સામે આવ્યા છે આવા મામલા
આ પહેલાં પણ મુંબઈ કાયદાના ઉલ્લંઘનના આવા મામલા સામે આવી ચૂક્યા છે. દારૂ પીને રોડ પર ઝઘડા કરનારા લોકો સામે મુંબઈ પોલીસ કડક કાર્યવાહી કરતી હોય છે. હવે જોવાનું રહ્યું કે આ કેસમાં પોલીસ આગળ શું કાર્યવાહી કરે છે.

You cannot copy content of this page