Only Gujarat

FEATURED National

10 દિવસ પહેલા જ વિકાસ દુબેના સાગરિત અમર દુબેના થયા હતા લગ્ન પણ…..

લખનઉ એસટીએફ અને પોલીસ અથડામણમાં માર્યો ગયેલો વિકાસ દુબેની ગેંગનો શૂટર અમર દુબેના 10 દિવસ પહેલા જ લગ્ન થયા હતા. લગ્નના 10માં દિવસે જ તેની પત્ની વિધવા થઇ ગઇ. બીકરુ ગામમાં રહેતા વિકાસ દુબેના પરિવારમાં 29 જુને અમર દુબેના લગ્ન થયા હતા.

ગામમાં શરણાઇ વાગી રહી હતી અને મંગલ ગીતો ગવાઇ રહ્યાં હતા. અમરના લગ્ન કલ્યાણપુરમાં રહેતી એક યુવતી સાથે થયા હતા. ત્યારબાદ 2/3 જુલાઇની રાતે બીકરુ ગામમાં ગોળીઓનો અવાજ ગુંજી ઉઠ્યો. સવાર થઇ તો અહીં એક નહીં પરંતુ આઠ-આઠ પોલીસકર્મીઓના મૃતદેહ પડ્યા હતા.

આ ઘટનામાં વિકાસ દુબેની સાથે તેનો ડાબો હાથ ગણાતા તેના પારિવારિક અમર દુબેને શૂટરના રૂપમાં નામજોગ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઘટના બાદથી જ અમર દુબે દુલ્હનનો સાથ છોડી ફરાર થઇ ગયો હતો. ત્યારથી એસટીએસ તેની પાછળ લાગી હતી.

એસટીએસ સૂત્રોનો દાવો છે કે, તે વિકાસ દુબેની સાથે જ ફરાર થઈ ગયો હતો અને તેની સાથે જ હરિયાણાના ફરિદાબાદ સુધી ગયો હતો. પરંતુ પોલીસે દરોડા પાડ્યા તો ત્યાંથી ભાગી નીકળ્યો હતો.

ત્યાંથી લખનઉ એસટીએસની ટીમ અમરની પાછળ લાગી ગઇ હતી. બુધવારની સવારે તેને હમીરપુરમાં પોલીસે અથડામણમાં ઠાર માર્યો હતો. એટલે કે દશમાં દિવસે તેની પત્ની વિધવા થઇ ગઇ.

હરિયાણાના ફરિદાબાદ સુધી ગયેલો અમર દુબે પોલીસની પહોંચથી બચી શક્યો નહીં. પોલીસે જ્યારે ફરિદાબાદમાં દરોડા પાડ્યા તો તે ત્યાંથી ભાગી મોહદા કસ્બા આવ્યો. અહીં પહોંચ્યા બાદ તે પગપાળા જ મોહદા ક્ષેત્રના અરતરા ગામ જવા ચાલી પડ્યો. પરંતુ ગામ પહોંચ્યા બાદ સંબંધીએ અમર દુબેને શરણ આપવાની મનાઇ કરી દીધી. શરણ ન મળતા તે ત્યાંથી મધ્યપ્રદેશ જવાના જુગાડમાં હતો. કહેવામાં આવી રહ્યું છે કે મધ્યપ્રદેશના સતના, શહડોલ વગેરે જનપદોમાં તેના સંબંધીઓ છે. અહીં જઇને શરણ લેવા માગતો હતો. આ દરમિયાન એસટીએફ અમર સુધી પહોંચી ગઇ.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page