Only Gujarat

National TOP STORIES

ઉજ્જડ જમીન હતી નકામી, હવે લોકો કહી રહ્યાં છે કામની, નીકળ્યો લાખોનો ખજાનો

હૈદરાબાદઃ તેલંગાણાના જનગાંવ જીલ્લાના પેમબર્થીમાં એક ખેડૂતની આંખમાં ત્યારે ચમક જોવા મળી જ્યારે અચાનક તેની બંજર જમીનમાંથી સોનાના દાગીનાથી ભરેલું વાસણ મળી આવ્યું હતું. ખેડૂત નરસિમ્હાને લગભગ 5 કિલોના સોનાના આભૂષણ મળ્યા હતા. જેની કિંમત 2 કરોડ રૂપિયા જેટલી થાય છે.

ખજાનાની વાત ફેલાતા ત્યાં તેને જોવા માટે લોકોની ભીડ ભેગી થઈ હતી. તંત્રની ટીમે પણ સ્થળે પહોંચી સોનું કબ્જામાં લઈ તેની નિરીક્ષણ માટે મોકલ્યું હતું. નરસિમ્હાએ 1 મહિના અગાઉ 11 એકર જમીન ખરીદી હતી અને તે જમીનનું લેવલિંગ કરી રહ્યો હતો.

જમીનમાંથી મળેલા આભૂષણોમાં 22 ઈયરિંગ (77.22 ગ્રામ), 51 ગુંદેલુ (58.800 ગ્રામ), 11 પુસ્થેલું(17.800 ગ્રામ), 13 ગ્રામનો એક નાગા પડિગેલુસ 24 ગ્રામની એક નાની સોનાની લાકડી, ચાંદીની 26 લાકડી, 5 ચેન, 21 સિલ્વર રિંગ અને 37 અન્ય સિલ્વર આઈટમ મળી હતી.

આ ઉપરાંત 7 રુબી અને 1 કિલો 200 ગ્રામનો તાંબાનો કળશ મળ્યો હતો. એવું મનાય છે કે, આ ખજાનો કાકતીય વંશનો છે, કાકતીય સામ્રાજ્યની રાજધાની વારંગલ હતી. જનગાંવ અગાઉ વારંગલનો ભાગ હતો, જોકે હવે અલગ જીલ્લો બની ગયો છે.

આ અગાઉ જૂન 2020માં તેલંગાણાના સંગારેડ્ડી જીલ્લાના ઝહીરાબાદમાં એક ખેડૂતને જમીન નીચેથી સોનું અને ઘણા રત્નો મળ્યા હતા. આ ઉપરાંત જમીનમાંથી ઘણી ઐતિહાસિક વસ્તુઓ પણ મળી હતી.

આ બધુ યાકૂબ અલી નામના ખેડૂતને મળ્યું હતું. તેને ખેતી કામ કરતા સમયે કોઈ વસ્તુ નડી રહી હોવાને કારણે જોવા પર ખજાનો મળ્યો હતો. તેમાં 25 સોનાના સિક્કા, ગળાના આભૂષણ, પરંપરાગત વાસણો મળ્યા હતા. જેને પુરાતત્વ વિભાગ પાસે મોકલાયા હતા.

You cannot copy content of this page