Only Gujarat

FEATURED International

13 બાળકો હોવા છતાંય આ મહિલાને જોઈતા’તા વધુ બાળકો પણ ના થઈ 14મી વાર ગર્ભવતી તો..

લંડનઃ કોઈ પણ વસ્તુની જો આદત પડી જાય છે તો લોકો તેના વિના નથી રહી શકતા અને તેને લતનું નામ આપી દેવામાં આવે છે. ખુદને ખુશ રાખવા માટેના કામ કે બીજા કોઈ કામ જો ના થાય તો પોતાને નુકસાન પહોંચાડવા માટે તૈયાર થઈ જવું એ બંને અલગ અલગ વસ્તુઓ છે. તમે શરાબ અને ડ્રગ્સની લત વિશે તો સાંભળ્યું હશે પરંતુ ઈંગ્લેન્ડના વેસ્ટ સુસેક્સમાં રહેતી 43 વર્ષની મહિલાને પ્રેગ્નેન્ટ રહેવાની લત લાગી ગઈ હતી. આ લત એટલી વધી ગઈ કે, પ્રેગ્નન્ટ ના થવાના કારણે તે ડિપ્રેશનમાં જતી રહી. તેની બૉડી ઘરથી થોડે દૂર જંગલમાં મળી, જેને તપાસ બાદ આત્મહત્યા ઘોષિત કરી દેવામાં આવી. હવે તેનો પતિ અને બાળકો તેના વિના લાઈફ વિતાવવા માટે મજબૂર છે.

યૂકેમાં રહેતી 43 વર્ષીય મેંડી ગાર્ડનર ઈંગ્લેન્ડમાં ખૂબ જ જાણીતી હતી. તેને બધા 13 બાળકોની માતાના નામથી જાણે છે. આ મહિલા ટીવી શોમાં પણ આવી ચુકી છે. આ લૉકડાઉનમાં તેનો મૃતદેહ તેના ઘરની પાસેના જંગલમાંથી મળ્યો. જે બાદ સૌ કોઈ હેરાન રહી ગયા. 17 એપ્રિલે તેની બૉડી મળી હતી.

તપાસ બાદ તેની મોતનું કારણ આત્મહત્યા ગણાવવામાં આવ્યું. તે મેન્ટલી ખૂબ જ પરેશાન હતી. મેંડી અને તેના પતિ નાથને 2016માં એક ટીવી શો કર્યો હતો. આ મહિલાએ જણાવ્યું હતું કે તેને પ્રેગ્નન્ટ રહેવાની લત લાગી ગઈ છે. તેને બાળકો ખૂબ જ પસંદ છે. 13 બાળકો પેદા કર્યા બાદ પણ તેને વધુ બાળકો જોઈએ છે.

મેંડીએ મીડિયાને જણાવ્યું હતું કે કપલે ક્યારેય બાળકો પ્લાન નહોતા કર્યા. એક પછી એક એમ તે પ્રેગ્નન્ટ થતી ગઈ. ઘણીવાર તેને એક બાળકને જન્મ બાદ પછીની પ્રેગ્નન્સી અવોઈડ કરવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ તેણે ડોક્ટર્સની વાત કાને ધરી નહોતી.

તેણે જણાવ્યું હતું કે તેને બાળકો પેદા કરવાની લત હતી. ફૂલાયેલા પેટ વગર તે પરેશાન થઈ જાતી હતી. એટલે જ તે હજી વધુ બાળકો પેદા કરવા માંગે છે. મેંડીએ છેલ્લે 2 વર્ષ પહેલા પોતાના તેરમાં બાળકને જન્મ આપ્યો હતો. તે બાદ તે પ્રેગ્નન્ટ ન થઈ શકી. એવામાં તેને જ તેની આત્મહત્યાનું કારણ ગણાવવામાં આવી રહ્યું છે.

મેંડીએ પોતાનું ઈન્સ્ટા પેઈજ પોતાના બાળકો માટે રાખ્યું હતું, જેમાં બાયોમાં તેણે પોતાના 13 બાળકો, શ્વાન અને પતિ માટે પ્રેમ લખ્યો હતો. મેંડી પોતાની દરેક તસવીર સાથે 13 બાળકોની માતા હોવાની વાત હેશટેગમાં યૂઝ કરતી હતી, પરંતુ કોઈએ વિચાર્યું નહોતું કે આ લત તેનો જીવ લઈ લેશે

You cannot copy content of this page