Only Gujarat

Bollywood FEATURED

વિદેશી છોકરી સાથે લગ્ન કરનાર મુખ્યમંત્રીનાં પૌત્રે પત્નીને કેમ આપ્યાં છૂટાછેડા? કારણ જાણી હચમચી જશો

બોલિવૂડ અભિનેતા અને મધ્યપ્રદેશના દિવંગત કદાવર નેતા અને મુખ્યમંત્રી રહેલાં અર્જુન સિંહનાં પૌત્ર અરુણોદય સિંહની વિદેશી પત્ની લી એલ્ટનની અરજી પર જબલપુર હાઇકોર્ટે સુનાવણી કરી છે. જેમાં ભોપાલ ફેમિલી કોર્ટના રેકોર્ડ પણ મંગાવવામાં આવ્યા છે. જણાવી દઈએકે, આ કેસ એકપક્ષીય છૂટાછેડા નિર્ણયને પડકારવા સાથે સંબંધિત છે. જ્યાં લી એલ્ટોને પોતાની અરજીમાં જણાવ્યું છે કે અરુણોદયએ તેમને છૂટાછેડા વિશે કોઈ માહિતી આપી ન હતી અને એકપક્ષીય છૂટાછેડાની ડિગ્રી મેળવી હતી. આ કેસની સુનાવણી કરી રહેલા જજ પ્રશાસનિક ન્યાયાધીશ સંજય યાદવ અને જસ્ટિસ બીકે શ્રીવાસ્તવની બેંચે અરૂણોદયને નોટિસનો જવાબ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. જેની આગામી તારીખ 6 ઓક્ટોબર છે.

જણાવી દઈએ કે ચાર વર્ષ પહેલા અરુણોદયે 13 ડિસેમ્બર, 2016 ના રોજ ભોપાલના કેરવા ડેમમાં હિન્દુ રિવાજો સાથે લગ્ન કર્યા હતા. પછી લગ્નના ત્રણ વર્ષ પછી 2019માં તેઓએ અલગ થવાનું નક્કી કર્યું હતું. જ્યાં અરુણોદયે ભોપાલની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે વિવાદની શરૂઆત લી એલ્ટોનના ડોગી અને અરુણોદય સિંઘના ડોગીની લડાઈથી થઈ હતી. ત્યારબાદ વિવાદ વધતો ગયો, જ્યારે અરુણોદયે લી એલ્ટોન પર અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અરુણોદય અને લી ગોવામાં મળ્યા હતા. જણાવી દઈએકે, લી ની ગોવામાં એક રેસ્ટોરન્ટ છે. બંને આ જ રેસ્ટોરન્ટમાં પ્રથમ વખત મળ્યા હતા. થોડા સમય ડેટિંગ કર્યા પછી બંનેના લગ્ન થયા.

અરૂણોદયના દાદા મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી રહેલાં અર્જુન સિંઘ ભારત સરકારમાં વિવિધ હોદ્દા પર પ્રધાન અને પંજાબના રાજ્યપાલ પણ રહ્યા છે. તો, અરૂણોદયના પિતા અજય સિંહ ધારાસભ્ય અને વિપક્ષી નેતા રહી ચૂક્યા છે. અરૂણોદય સિંહનું પ્રારંભિક શિક્ષણ ભોપાલમાં થયું હતું. તે પછી તે ન્યુ યોર્ક ફિલ્મ એકેડેમી, બ્રાન્ડીસ યુનિવર્સિટીમાં અભિનયનો અભ્યાસક્રમ કરવા માટે ગયો હતો.

જણાવી દઈએ કે અરુણોદય અત્યાર સુધી જે ફિલ્મોમાં દેખાયો છે તેમાં આયેશા, યે સાલી જિંદગી, જિસ્મ 2, મેં તેરા હિરો, બુદ્ધા ઇન ટ્રાફિક જામ, મોહેંજોદરો અને બ્લેકમેલ જેવી મોટી ફિલ્મો છે. તાજેતરમાં તે એક વેબ સિરીઝ અપહરણમાં જોવા મળ્યો હતો.

લગ્ન પછી, અરુણોદય તેની પત્ની સાથે મુંબઇના ખાર સ્થિત એક ફ્લેટમાં રહેવા લાગ્યો હતો. અરૂણોદય અને એલ્ટન અહીં ઘણી વાર ઝઘડ્યા હતા. આ પછી, અરુણોદયે 2019ની મધ્યમાં અચાનક મુંબઇની મુલાકાત બંધ કરી દીધી હતી અને 10 મે 2019ના રોજ અપીલ કરનાર લી એલ્ટન સામે ભોપાલ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો.

આ તસવીર લગ્નના સમયની છે, જ્યાં સ્વામી અવધેશાનંદ ગિરી જી મહારાજે તેમની હાજરી લગ્ન કરાવ્યા હતા.

પિતા અજયસિંઘ, તેમના પુત્ર અરુણોદય સિંહ અને વિદેશી પુત્રવધૂ લી એલ્ટોન સાથે લગ્ન દરમિયાન ફોટોગ્રાફ્સ પડાવતા.

અરુણોદય સિંહ અને પત્ની લી એલ્ટોને લગ્નનાં સાત ફેરા લેતી વખતે વિચાર્યું ન હતું કે, ફક્ત ચાર વર્ષ બાદ છૂટાછેડા થઈ જશે.

લગ્ન સમયે અરૂણોદય સિંહ તેના મિત્રો સાથે નાચતા હતા.

અરુણોદયસિંહે તેમના દાદા અર્જુન સિંહ અને પિતા અજય સિંહની જેમ રાજકારણને તેમની કારકીર્દિ બનાવી ન હતી. તે નાનપણથી જ એક મોડેલ અને અભિનેતા બનવા માંગતો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page