Only Gujarat

National

યુવતીએ ટ્રાફિક દંડથી બચવા લગાવ્યું ભેજું, રહસ્ય ખૂલ્યું તો પોલીસને આંખો પહોળી થઈ ગઈ

એક ચોંકવનારો અને વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક યુવતીએ પોલીસના ટ્રાફિકથી બચવા માટે અન્ય કોઈની નંબર પ્લેટ પોતાની સ્કૂટીમાં ફીટ કરી દીધી હતી. બાદમાં યુવતીએ આડેધડ ટ્રાફિકસના નિયમો તોડ્યા હતા. નવાઈની વાત તો એ છે કે આ ટ્રાફિક નિયમ તોડવાના દંડના ચલણ નંબર પ્લેટના અસલી માલિકને પહોંચ્યા હતા. અસલી માલિકને કુલ 1 લાખ રૂપિયાનું ચલણ મળ્યું હતું. ભેજાબાજ યુવતીની ટ્રિક જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી.


ઉત્તરપ્રદેશના લખનઉના ઠાકુરગંજમાં રહેતી યુવતી બે વર્ષથી પોતાની સ્કૂટીમાં અન્ય કોઈનો વાહન નંબર વાપરતી હતી. અસલી માલિક પાસે જ્યારે નિયમ ઉલ્લંઘનના અનેક ચલાણ આવ્યા તો તેણે ફરિયાદ કરી હતી. ચલાણની રકમ એક લાખને આંબી ગઈ હતી. તપાસ કરતાં હકીકત સામે આવી હતી. ઠાકુરગંજ પોલીસે કેસ કરીને આરોપી યુવતીની ધરપકડ કરી હતી


પોલીસ હરિશંકર ચંદના જણાવ્યા પ્રમાણે, હુસૈનાબાદમાં મસ્જિદની નજીક રહેતી સાફિયા ઉર્ફે અલીશાની ધરપકડ કરવામાં આવી છે. તેણે પોતાની સ્કૂટી પર કાશી વિહાર બાલાગંજમાં રહેતા રવિન્દ્રની દીકરીની સ્કૂટીનો નંબર યુઝ કર્યો હતો. તે સતત ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતી હતી.


આ જ કારણે વારંવાર દંડની રકમ કપાતી હતી. આનો મેસેજ રવિન્દ્રની દીકરીને મોબાઇલ પર આવતો હતો. અનેકવાર આમ થતાં રવિન્દ્ર તથા તેની દીકરી હેરાન થઈ ગયા હતા. બંનેએ પોલીસનો સંપર્ક કર્યો હતો. સીસીટીવીમાં જોયા બાદ ખબર પડી કે સ્કૂટી પર નંબર તો રવિન્દ્રની દીકરીનો છે, પરંતુ તે અબ્દુલ્લાની દીકરી સાફિયા છે.


દંડથી બચવા આમ કર્યુંઃ પોલીસના જણાવ્યા પ્રમાણે, રવિન્દ્રે 2020 જૂનમાં પોલીસ ફરિયાદ કરી હતી. આઠ સભ્યોની ટીમ નિયુક્ત કરવામાં આવી હતી, પરંતુ યુવતી ઝડપાઈ નહોતી. રવિન્દ્રે કહ્યું હતું કે તેની દીકરીની સ્કૂટીનો દંડ એક લાખને પાર થઈ ગયો છે.

પોલીસના મતે, સાફિયા ફેબ્રુઆરી, 2020થી નકલી નંબર સાથે સ્કૂટી ચલાવતી હતી. રવિન્દ્રની ફરિયાદ બાદ સાફિયાની ધરપકડ કરવામાં આવી હતી. સાફિયાએ ધરપકડ બાદ કહ્યું હતું કે તેણે બીજાનો નંબર એટલા માટે યુઝ કર્યો કે જ્યારે તે નિયમ તોડે તો દંડની રકમ તેણે ભરવી ના પડે.

You cannot copy content of this page