Only Gujarat

National TOP STORIES

અયોધ્યામાં રામલલ્લાના દર્શન પહેલાં હનુમાનજીના કરવા પડે છે દર્શન, કંઈક આવી છે માન્યતા

લખનઉઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાંચ ઓગસ્ટના રોજ અયોધ્યામાં રામલલ્લાના ભવ્ય મંદિરના નિર્માણનો પાયો નાખશે. તેની તૈયારીને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. દરેક ભારતવાસી પાંચ ઓગસ્ટની રાહ જોઈ રહ્યા છે. રામભક્તોમાં તેને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવનારા સમયમાં આ સ્થળ ભારતના પર્યટનસ્થળોમાં સામેલ થઈ જશે. હવે તમે એ પણ જાણી લો કે રામની નગરી અયોધ્યામાં આકર્ષણના સ્થળોમાં માત્ર રામમંદિર જ નથી બીજાં 10 બેમિસાલ સ્થળો પણ છે. તેની પૌરાણિક માન્યતાઓ પણ ખૂબ પ્રચલિત છે. જેના વિશે માહિતી આપવાની સાથે અમે તમને તેની તસવીરો પણ બતાવી રહ્યા છીએ.

રામમંદિર બાદ જે જગ્યાના નામથી અયોધ્યા શહેર જાણીતું છે તે છે હનુમાનગઢી. આ શહેરની એકદમ વચ્ચે આવેલું છે. અહીં ફરવા આવનારી દરેક વ્યક્તિ રામમંદિરના દર્શના બાદ હનુમાનગઢી જરૂર જાય છે.

શ્રીરામના સેવક હનુમાનના આ વિશાળ મંદિરની માન્યતા છે કે અયોધ્યા આવનારી દરેક વ્યક્તિએ સૌથી પહેલાં આ મંદિરમાં બજરંગબલીનાં દર્શન કરવાં જોઈએ. જે બાદ જ તેમણે બીજા મંદિરમાં જવું જોઈએ.

હનુમાનગઢીમાં બનેલા આ કુંડને દંતધાવન કુંડ તરીકે ઓળખવામાં આવે છે. માન્યતા છે કે શ્રીરામ સવારે આ કુંડના જળથી પોતાના દાંત સાફ કરતા હતા.

સરયૂ તટનો ઉલ્લેખ રામાયણમાં કરવામાં આવ્યો છે, જે અયોધ્યામાં છે. સમગ્ર અયોધ્યા જ સરયૂના કિનારા પર વસેલું છે. થોડા સમય પહેલાં જ આ કિનારાની કાયપલટ કરવામાં આવી છે. જેમાં હજારો શ્રદ્ધાળુઓ પવિત્ર ડુબકી લગાવવા માટે આવે છે. હરિદ્વારમાં હર કી પૌડીની જેમ જ અહીં કિનારે બનેલા ઘાટોને રામ કી પૌડી કહેવામાં આવે છે.

સરયૂ કિનારે નાહવા આવનારા લોકો અહીં આવેલાં અનેક મંદિરોમાં દર્શન કરવા પણ જાય છે. અહીં આવેલા મંદિરની વાસ્તુકળાનાં જેટલાં વખાણ કરીએ એટલાં ઓછાં છે.

આ મંદિરની કલાકૃતિ અને બનાવટ તમને આશ્ચર્ય પમાડી દેશે. અહીંનો માહોલ નદીના કિનારે હોવાથી ખૂબ જ અદભૂત છે.

સીતાની રસોઈ પણ અયોધ્યા આવનારા માટે આસ્થાનો વિષય છે. માનવામાં આવે છે કે આ જગ્યાએ માતા સીતા માટે રસોઈ તૈયાર કરવામાં આવતી હતી. જ્યાં પછીથી મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિરમાં રસોઈઘરનું જૂનું મોડેલ પણ છે, જ્યાં પ્રાચીન વાસણો રાખવામાં આવ્યાં છે.

અયોધ્યાના ઉત્તરપૂર્વમાં બનેલું આ વિશાળ મંદિર પોતાની અનોખી કલાકૃતિ માટે પ્રસિદ્ધ છે. માન્યતા છે કે માતા સીતાને વિવાહ બાદ ઉપહારમાં આ ભવન આપવામાં આવ્યું હતું.

રાજા દશરથનો મહેલ પણ શહેરની વચ્ચે આવેલો છે. શ્રીરામના પિતા રાજા દશરથનો આ મહેલ ખૂબ જ પ્રાચીન અને ભવ્ય છે. માનવામાં આવે છે કે પ્રભુ રામનું બાળપણ આ મહેલમાં જ વિત્યું હતું. અહીંના પરિસરમાં શ્રદ્ધાળુઓ ભજન-કિર્તન કરે છે.

શ્રીરામ મંદિરને બનાવવા માટે અયોધ્યામાં એક કાર્યશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં વિશાળ પથ્થરો રાખવામાં આવ્યા છે અને તેમાં નક્શીકામ કરવામાં આવી રહ્યું છે. અયોધ્યા આવનારા લોકો આ કાર્યશાળામાં ઉત્સુક્તાથી જાય છે કે કારણ કે તેમને રામમંદિરમાં થનારા નિર્માણની એક ઝલક મળી જાય છે.

દિગંબર જૈન મંદિર પણ અયોધ્યાના પવિત્રતીર્થોમાંનુ એક છે. દિગંબર જૈનમંદિર અંગ માન્યતા છે કે જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવનો જન્મ અયોધ્યામાં થયો હતો.

દિગંબર જૈનમંદિરમાં સ્વામી ઋષભદેવની ભવ્ય પ્રતિમા છે. રાયગંજમાં મોજૂદ 31 ફૂટની ઊંચી મૂર્તિ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે.

You cannot copy content of this page