Only Gujarat

National

ફ્લાઈટના ક્રૂ મેમ્બરે સોનું છૂપાવવા એવો કીમિયો અપનાવ્યો કે અધિકારીઓ વિચારમાં પડી ગયા

કોચ્ચી એરપોર્ટ પર એર ઈન્ડિયાના એક કેબિન ક્રૂ મેમ્બરને સોનાની હેરાફેરી કરતાં પકડવામાં આવ્યો છે. અધિકારીઓ તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, બુધવારે કેબિન ક્રૂ મેમ્બર પોતાના હાથમાં ગોલ્ડને ચોટાડીને લઈ જઈ રહ્યો હતો. ત્યારે તેની જાણકારી કસ્ટમ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને મળી હતી. જ્યારે તેની તપાસ કરવામાં આવી તો તેની પાસેથી 1 કિલો 487 ગ્રામ સોનું મળ્યું હતું. આરોપી બહરીન કોઝિકોડ કોચ્ચી સેવાનો કેબિન ક્રૂ મેમ્બર છે.

આરોપી કેબિન ક્રૂ વાયનાડનો રહેવાસી છે. તેનું નામ શફી છે. તેણે સોનાની હેરાફેરી કરવાનો અલગ જ કિમીયો અપનાવ્યો હતો. પરંતુ તેનો આ કિમીયો કામ કરી શક્યો નહીં અને તે કસ્ટમ વિભાગના અધિકારી સામે પકડાઈ ગયો હતો.

અધિકારીઓ જણાવ્યું કે, હાથમાં સોનાને સેલોટેપથી ચોટાડ્યા બાદ ઉપર શર્ટ પહેરી દીધો હતો. તે ગ્રીન ચેનલના રસ્તે બહાર નિકળવાનું પ્લાનિંગ કરતો હતો પરંતુ તે પહેલા પકડાઈ ગયો હતો. જોકે હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ચેન્નઈ કસ્ટમ વિભાગ તરફથી જાણકારી આપવામાં આવી છે કે, બુધવારે બે પેસેન્જરને એરપોર્ટ પરથી સોનાની હેરાફેરી કરતાં પકડવામાં આવ્યા છે. બન્ને મુસાફરો સિંગાપુરથી આવ્યા હતાં. તેમની પાસેથી 6.8 કિલો સોનું ઝપ્ત કરવામાં આવ્યું હતું જેની કિંમત 3.32 કરોડ રૂપિયા છે.

અધિકારીઓ જણાવ્યું કે, મુસાફર AI-347 અને 6E-52થી ચેન્નઈ પહોંચ્યો હતો. બાતમીના આધારે અધિકારીઓને આ જાણકારી મળી હતી. ત્યાર બાદ તેના સામાનની ચેક કરવામાં આવ્યો તો તેની પાસેથી સોનુ મળ્યું હતું અને તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તેની તપાસ ચાલી રહી છે.

You cannot copy content of this page