પોલીસે અરિસો તોડ્યો તો પાછળ ભોયરું મળ્યું, અંદર નજર કરી તો તમામની આંખો પહોળી થઈ ગઈ

મુંબઈ પોલીસે એક ડાન્સ બારમાં રેડ પાડીને ગુપ્ત ભોયરામાંથી 17 બાર ગર્લ્સને છોડાવી હતી. આ ગુપ્ત ભોયરું મેકઅપ રૂમની દીવાલમાં લાગેલા અરિસાના પાછળ બનાવવામાં આવ્યો હતો. ગુપ્ત ભોયરા સુધી પહોંચવામાં પોલીસને ખૂબ મહેનત કરવી પડી હતી. અરિસાને હથોડાથી તોડ્યા પછી ગુપ્ત રૂમ સુધી પહોંચવાનો રસ્તો મળ્યો હતો.મુંબઈ પોલીસની સોશ્યિલ સર્વિસ બ્રાન્ચે શનિવારે રાત્રે મુંબઈના અંધેરી વિસ્તારમાં દીપા બારમાં રેડ પાડીને આ કાર્યવાહીને અંજામ આપ્યો હતો. પોલીસના કહેવા મુજબ બાતમીના આધારે ડાન્સ બાર પર રેડ પાડવામાં આવી હતી.ડાન્સ બારમાં ભેજુ લગાવીને આધુનિક ઈલેક્ટ્રિક સિસ્ટમનો જબરદસ્ત ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસની કાર જેવી બારમાં પ્રવેસી કે આંખ પલકતાં જ બાર ડાન્સર ફ્લોર પરથી ગાયબ થઈ ગઈ હતી. પોલીસે ડાન્સ બારના બાથરૂમ, સ્ટોરેજ રૂમ, કીચન બધી જગ્યાનો ખૂણેખૂણો તપાસી માર્યો હતો, પણ કંઈ હાથ લાગ્યું નહોતું.પોલીસે બારના મેનેજર, કેશિયર, વેઈટર અને અન્ય કર્મચારીઓની કલાકો સુધી પૂછપરછ કરી હતી, પણ કોઈએ બાર ગર્લ હોવાની વાત સ્વિકારી નહોતી.દરમિયાન ટીમને મેકએપ રૂમના અરિસા પર શંકા થઈ હતી. ત્યાર પછી અરિસાને દીવાલથી અલગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો ખબર પડી કે અરિસાને દીવાલથી અલગ કરવો અસંભવ છે. ત્યાર પછી પોલીસે હથોડો મંગાવી દીવાલ પર લાગેલો અરીસો તોડ્યો હતો.અરીસો તોડ્યા બાદનું દૃશ્ય જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસને અરીસા પાછળ ગુપ્ત ભોયરું મળ્યું હતો. જેમાં 17 બાર ડાન્સર છૂપાઈને બેઠી હતી. પોલીસે ત્યાર બાદ બધી ડાન્સરને બહાર કાઢી હતી. પોલીસે આ અંગે બાર મેનેજર અને કેશિયર સહિતના સ્ટાફ સામે કેસ નોંધી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.