Only Gujarat

National

ઓમલેટ તૈયાર કરવાની નવી રીત, જોઈને ભલભલા લોકો વિચાર પડી ગયા

બિહારમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. કાળઝાળ ગરમી વચ્ચે લોકો પણ પરેશાન છે ત્યારે આ કાળઝાળ ગરમીમાં લોકોએ લોખંડની પાટલીઓ પર ઓમલેટ બનાવવાનું શરૂ કરી દીધું છે. હાલ આવો જ એક વીડિયો ગયાનો સામે આવ્યો છે. અહીંના કેટલાક યુવકો તડકામાં ગરમ થયેલી લોખંડની બેન્ચ પર આમલેટ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

બોધગયાનો ઓમપ્રકાશ આકરા તડકા વચ્ચે આ પ્રયોગ કરી રહ્યો છે. તે ખુલ્લા આકાશ નીચે લોખંડની પાટલી મૂકે છે. જ્યારે બાંકડાઓને તડકામાં ગરમ થઇ જાય છે ત્યારે તે તેમાં આમલેટ તૈયાર કરવા લાગે છે. આમલેટ તૈયાર કરવામાં તેમને ફક્ત 10 જ મિનિટ લાગે છે. જોકે, આ આમલેટ પૂરી રીતે પાકતી નથી.

ઓમપ્રકાશ કહે છે કે, અમે આ પ્રયોગ કરી રહ્યા છીએ અને જોવા માંગીએ છીએ કે આમલેટ તડકામાં બને છે કે નહીં. હાલ તેમને આ પ્રયોગમાં સંપૂર્ણપણે સફળતા મળી નથી. બની શકે છે કે, ગરમીનું પ્રમાણ હજુ થોડું વધે તો તેમને કદાચ સફળતા પણ મળે.

બિહારમાં હીટવેવનો રેકોર્ડ તૂટ્યો
બિહારમાં ગરમીનો પારો હાલ રેકોર્ડ તોડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શુક્રવાર સાંજ સુધી હવામાન સંપૂર્ણ રીતે શુષ્ક રહ્યું હતું. બક્સર અને ઔરંગાબાદમાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૪૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. નવાડા, ગયા, છપરા, જમુઈ અને પટનામાં આખો દિવસ આકાશમાંથી આગ વરસતી રહી. સૂર્યપ્રકાશ સાથે શેરીઓમાં સન્નાટો છવાઈ ગયો છે. આ સાથે જ ગરમીના કારણે લોકોની હાલત પણ કફોડી બની ગઈ છે.

You cannot copy content of this page