Only Gujarat

National

શાકભાજી વેચતા-વેચતા સિવિલ જજની પરીક્ષામાં મેળવ્યો રાજ્યમાં બીજો રેન્ક

દરેક વ્યક્તિના મનમાં કશુંક બનવાનું સપનું હોય છે. કેટલાક લોકો ફક્ત પરિસ્થિતિઓ વિશે વિચારીને રડતા રહે છે અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકતા નથી તો કેટલાક લોકો એવા પણ હોય છે જે પરિસ્થિતિઓ સામે લડે છે, મહેનત કરે છે અને પોતાના સપના પૂરા કરવા માટે પ્રયત્નશીલ રહે છે અને સફળતા પ્રાપ્ત કરીને જ જપે છે.આવું જ સપનું એક યુવકે પણ જોયું હતું, જેણે શાકભાજીનો સ્ટોલ લગાવ્યો હતો. તે ન્યાયાધીશ બનવા માંગતો હતો અને લોકોને ન્યાય આપવા માંગતો હતો. આ માટે તે દિવસભર શાકભાજીનો સ્ટોલ લગાવીને રાત્રે અભ્યાસ કરતો હતો. ત્યારબાદ તેણે જજ બનવા માટે પરીક્ષા આપી અને જ્યારે પરિણામ આવ્યું ત્યારે તેની ખુશીના આંસુ વહી ગયા. આવો જાણીએ શું છે સમગ્ર સમાચાર.

સંઘર્ષ બાદની આ સફળતાની ગાથા મધ્યપ્રદેશના સતના જિલ્લામાંથી બહાર આવી છે. અહીં, શાકભાજીના સ્ટોલ ચલાવનારે કમાલ કરી છે, જે સારા-સારા લોકો કરી શકતા નથી. અમરપાટણમાં રહેતા શિવકાંત કુશવાહા ગરીબ પરિવારમાંથી આવે છે. તેમના પિતાનું નામ કુંજી લાલ હતું અને તે મજૂરીકામ કરીને પરિવાર ચલાવતા હતા. પિતાના વેતનથી ઘર ચલાવવું મુશ્કેલ હતું એટલે મા પણ મજૂરી કરવા લાગી. એવું લાગતું હતું કે, ઘરનું રાશન માંડ આવી શકે છે. આખો દિવસ કામ કર્યા પછી પણ તેનો પરિવાર બે ટાઈમના રોટલા જેટલી આવક માંડ મેળવી શકતા હતા. આ સમય દરમિયાન વર્ષ 2013માં તેની માતા શકુનબાઈનું કેન્સરને કારણે મોત થતાં પરિવારને આઘાત લાગ્યો હતો.

ઘર અને માતાના સ્વપ્નની જવાબદારી
શિવકાંત ભણવામાં હોશિયાર હતો. તેથી જ તેમણે વાંચવાનું ચાલુ રાખ્યું. ઘરની જવાબદારી સંભાળવા માટે તેણે શાકભાજીનો સ્ટોલ લગાવવાનું શરૂ કર્યું. આ સાથે જ માતાનું સપનું હતું કે, તેનો દીકરો જજ બને. આ કારણે તેણે રીવાની ઠાકુર રણમત સિંહ કોલેજમાંથી LLBનો અભ્યાસ કર્યો હતો. આખો દિવસ સ્ટોલ પર શાકભાજી વેચીને રાત્રે ભણવા બેસતો હતો.

તેને બે ભાઈ અને એક બહેન પણ છે. પિતાની સાથે-સાથે તેણે પણ આ જવાબદારી સંભાળી લીધી. વચ્ચે-વચ્ચે તે કોર્ટમાં પ્રેક્ટિસ કરવા પણ જતો હતો. વિપરીત પરિસ્થિતિમાં પણ તેણે હાર ના માની. આ દરમિયાન તેણે લગ્ન કરી લીધા. તેમની પત્ની એક ખાનગી શાળામાં શિક્ષિકા હતી, તે પણ પોતાના પતિને સપોર્ટ કરવા લાગી હતી.

ત્યારબાદ પણ તેણે હાર ના માની. તેની પત્નીએ જણાવ્યું કે, તેણે ૨૪ માંથી ૧૮ કલાક અભ્યાસ કર્યો છે. ત્યારબાદ પાંચમી વખત સિવિલ જજની પરીક્ષામાં બેઠા હતા. આ વખતે જ્યારે પરિણામ આવ્યું ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા. ઓબીસી કેટેગરીમાં તેણે સમગ્ર મધ્ય પ્રદેશમાં બીજું સ્થાન મેળવ્યું હતું. તેની માતાનું સપનું પૂરું થયું અને તે ન્યાયાધીશ બન્યો.

ત્યારબાદ પણ તેણે હાર ના માની. તેની પત્નીએ જણાવ્યું કે, તેણે ૨૪ માંથી ૧૮ કલાક અભ્યાસ કર્યો છે. ત્યારબાદ પાંચમી વખત સિવિલ જજની પરીક્ષામાં બેઠા હતા. આ વખતે જ્યારે પરિણામ આવ્યું ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા. ઓબીસી કેટેગરીમાં તેણે સમગ્ર મધ્ય પ્રદેશમાં બીજું સ્થાન મેળવ્યું હતું. તેની માતાનું સપનું પૂરું થયું અને તે ન્યાયાધીશ બન્યો.

You cannot copy content of this page