Only Gujarat

International

સોશ્યિલ મીડિયાનું ગાંડપણ, ફેસબૂક લાઈક માટે યુવતીએ ખતમ કરી નાંખી જિંદગી

સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે. જ્યાં તમે તમારી જિંદગીની સુંદર ઘડીઓ તમારા મિત્રો સાથે શેર કરી શકો છો. તેના કારણે દૂર રહેતા લોકો પણ એકબીજા સાથે જોડાયેલા રહે છે. સોશિયલ નેટવર્કિગ સાઇટના કેટલાક નુકસાન પણ જોવા મળે છે. કેટલાક લોકોને તેના કારણે આત્મહત્યા જેવા વિનાશાત્મક વિચારો પણ આવે છે. તો કેટલાક લોકો તેના કારણે ડિપ્રેશનમાં પણ સરી જાય છે.આવા જ કારણોસર એક યુવતીએ તેમની જિંદગી ખતમ કરી નાખી. સુસાઇડનું કારણ જ્યારે સામે આવ્યું તો બધા ચૌંકી ગયા. આ યુવતી ફેસબુક પર તેમની સેલ્ફીને ઓછી લાઇક મળતા પરેશાન હતી. આ કારણોસર તેમણે તેમની જિંદગી ખતમ કરી લીધી. આ ઘટના બાદ યુવતીની મા લોકોને સોશિયલ મીડિયાના ખરાબ પ્રભાવથી દૂર રહેવા માટે સજાગ કરી રહી છે.

સુસાઇડની આ ઘટના ગત વર્ષ ડિસેમ્બરની છે. લેન્ચેસ્ટરમાં રહેતી 16 વર્ષની ફ્લોય ડેવિસને તેમના ઘરમાં જ ફાંસી લગાવી લીધી હતી. તેમણે કોઇ સુસાઇડ નોટ ન હતી લખી. આ કારણે કોઇને શરૂઆતના સમયમાં તો ન સમજાયું કે. તેમણે શા માટે આત્મહત્યા કરી? જો કે આ સુસાઇડ કેસનો હવે ભેદ ઉકેલાયો છે. ફ્લોય સોશિયલ મીડિયા પર તેને અપલોડ કરેલા ફોટોની ઓછી લાઇક મળતા પરેશાન હતી. તેમણે આ ઉદાસીનતામાં જ જિંદગી ટૂંકાવી દીધી હતી.

ફ્લોય ખૂબ જ સુંદર હતી. તે એક હોટેલમાં વેટ્રેસનું કામ કરતી હતી. તેમને સોશિયલ મીડિયા પર ફેમસ થવું હતું. તે રોજ ફેસબુક પર તેમની તસવીર અપલોડ કરતી હતી. જો કે ડિસેમ્બરમાં જ્યારે તેમણે તેમની તસવીર અપલોડ કરી તો તેમને વધુ લાઇકસ ન મળ્યાં. ત્યારબાદ તે ખૂબ જ પરેશાન હતી. તેમણે તેમની એક મિત્રને કોલ કર્યો. તેમણે મિત્ર સાથે ફોન પર આ વાત શેર કરી. વાત કરતા-કરતા તે ખૂબ જ રડી રહી હતી. તેમણે જણાવ્યું કે, “કોઇ મને પ્રેમ નથી કરતું.”આવું કહીએ તેમણે ફોન કટ કરી દીધો હતો.

ફ્લોયની મિત્રે તરત જ તેમની મમ્મીને કોલ કર્યો. જો કે જ્યારે મા ફ્લોય પાસે પહોંચી ત્યાં સુધીમાં તે આત્મહત્યા કરી ચૂકી હતી. પહોંચતા જ તેમની માતાએ જોયું કે., તે ફાંસીના ફંદા પર લટકી રહી છે. જો કે તેમને તાબડતોબ હોસ્પિટલ પણ પહોંચાડવામાં આવી પરંતુ તેમને બચાવી ન શકાય. આ ઘટનામાંથી બોધપાઠ લેવા માટે તેમની માતા તેમની સાથે બનેલી આ ઘટનાને લોકો સાથે શેર કરીને સોશિયલ મીડિયાના દુષ્પ્રભાવથી બચવા માટે લોકોને સલાહ આપે છે.

ફ્લોય ખૂબ જ સુંદર અને ખુશમિજાજ યુવતી હતી. જો કે સોશિયલ મીડિયા પર અન્યના સ્વીકારની તેમની લલકે જ તેમનો જીવ લઇ લીધો. આ ઘટનાથી દુ:ખી ફ્લોયની માતાએ જણાવ્યું કે, જિંદગી ખૂબ જ કિંમતી છે. તેને આવી ફાલતૂ વાતો માટે બરબાદ ન કરવી જોઇએ. જિંદગીમાં સાચા અને સારા મિત્રો બનાવો વર્ચ્યુઅલ ફ્રેન્ડ નહીં”

 

You cannot copy content of this page