Only Gujarat

FEATURED National

આ ‘લેડી’ વિદેશી હસીનાઓને લઈ ચલાતવી હતી દેહવ્યાપારનો ધંધો, આ રીતે થતી ડીલ

ઉત્તરપ્રદેશના આગરામાં ગત ફેબ્રુઆરી મહિનામાં દેહવ્યાપારના ગુનામાં પકડાયેલા આરોપીઓ દ્વારા ચોંકાવનારી હકિકતો સામે આવી છે. વિદેશી યુવતીઓને બોલાવી તેની પાસે તાજ નગરીની એક હોટેલમાં દેહ વ્યાપાર કરાવતી ગેંગની માસ્ટમાઇન્ડ રોશનીની પોલીસે ધરપકડ કરી છે. રોશની પર પોલીસે 15 હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું. પોલીસે રોશનીના સાથીદારની પણ ધરપકડ કરી છે જેના પર પણ 15 હજારનું ઇનામ હતું. પોલીસ હવે બંનેને રિમાન્ડ પર લઇને સમગ્ર ખેલની સંપૂર્ણ હકિકતની ઉંડાણપૂર્વક તપાસ કરશે.

આગરામાં દેહવ્યાપારનું મોટું રેકેટ ચલાવતી કુખ્યાત રોશનીને લઇને ચોંકાવનારી જાણકારી સામે આવી છે. તે ગ્રાહકોને ઓન ડિમાન્ડ વિદેશી યુવતીઓ ઉપલબ્ધ કરાવતી હતી. રોશની અને તેના સાથી રાહુલ મિશ્રાની પાસેથી મળી આવેલા મોબાઇલ ફોનમાં એક હજારથી વધુ નંબર મળી આવ્યા છે. તો દેહ વ્યાપાર સાથે જોડાયેલી યુવતીઓની તસવીરો પણ છે.

રોશની અને તેના સાથી રાહુલના મોબાઇલમાં અનેક યુવતીઓના ન્યૂડ ફોટો પણ મળ્યા છે. આ બંને આ ફોટોને ગ્રાહકો પાસે મોકલતા અને ફોટોના આધારે કિંમત નક્કી કરતાં હતા. એસએસપી આગરાએ કહ્યું કે આરોપીઓના મોબાઇલ ફોનની તપાસ માટે ફોરેન્સિંક લેબ મોકલવામાં આવશે.

દેહવ્યાપાર માટે કુખ્યાત રોશની 25થી વધુ વોટ્સએપ ગ્રૂપ સાથે જોડાયેલી હતી. છ ગ્રૂપની તે એડમિન છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વોટ્સએપર પર જ ફોટો મોકલી ગ્રાહકો સાથે કિંમત નક્કી કરવામાં આવતી હતી. એટલું જ નહીં વોટ્સએપર પર જ ચેટ કરી ગ્રાહકોની ડિમાન્ડ પણ આવતી હતી. ત્યારબાદ વિદેશી યુવતીઓને આગરા બોલાવવામાં આવતી હતી. એસએસપીએ કહ્યું કે મોબાઇલમાંથી ડિલીટ કરવામાં આવેલી ચેટને રિકવર કરવામાં આવશે.

પોલીસ સૂત્રોનું માનીએ તો આ દેહવ્યાપાર માટે આખી હોટેલ બૂક રહેતી હતી. અન્ય ગ્રાહકો માટે કહેવામાં આવતું કે હોટલમાં જાનૈયા રોકેયાલા છે આથી આખી હોટેલ બૂક છે. આ સમગ્ર કામમાં હોટેલ માલિક રાહુલ મિશ્રાની ભુમિકા ખુબ જ ખાસ રહેતી. કોલગર્લના રૂમ ખોટા નામથી બૂક થતા હતા.

ફેબ્રૂઆરીમાં જ્યારે પોલીસે દરોડા પાડી આ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો ત્યારે કુખ્યાત રોશની ફરાર થઇ ગઇ હતી. પોલીસે તેના પર અને હોટેલ સંચાલક રાહુલ મિશ્રા પર 15-15 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. એસએસપી બબલૂ કુમારે જણાવ્યું કે રોશની હાલ તાજગંજની મારુતિ સિટી કોલોનીમાં રહેતી હતી જ્યાં તેને મળવા તેનો સાથીદારી રાહુલ પણ આવી પહોંચ્યો અને બંનેની એક સાથે ધરપકડ કરવામાં આવી.

પકડાયેલી રોશની અને રાહુલના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. રોશનીની ગેંગમાં કેટલાક એજન્ટ છે. કઇ કઇ હોટેલના સંચાલકોની મદદથી દેહવ્યાપાર કરી રહી હતી. વિદેશી યુવતીઓને કોણ મોકલતું હતું વગેરે વગેરે માહિતી મેળવવામાં આવશે. એટલું જ નહીં આરોપીઓના મોબાઇલ ફોનમાંથી અનેક નંબર મળી આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રોશનીનું નેટવર્ક દિલ્હીથી લઇને મુંબઇ-ગોવા સુધી ફેલાયેલું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page