Only Gujarat

FEATURED National

કેવા ઘરોમાં કોરોનાવાઈરસનો ચેપ લાગવાની સૌથી વધુ શક્યતા, નિષ્ણાતોનો મોટો ખુલાસો

નવી દિલ્હીઃ નાના અને બંધ ઘરમાં કોરોના વાયરસના સંક્રમણનું જોખમ મોટા અને ખુલ્લા ઘર કરતા વધુ હોય છે. આ માટે વેન્ટીલેશનની સાથે એસી અને અન્ય કારણો પણ જવાબદાર છે. ઓલઇન્ડિયા રેડિયોના માધ્યમથી થોડા સમય પહેલા આઈએએમના પૂર્વ મહાસચિવ ડોક્ટર નરેન્દ્ર સોનીએ જણાવ્યું હતું કે જે ઘરોમાં વેન્ટિલેશનની સારી વ્યવસ્થા નથી હોતી ત્યાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવાનો વધુ ખતરો રહે છે. આ વિષે વાત કરતા તેમણે કેટલાક સંશોધક અને વૈજ્ઞાનિકોએ આપેલી માહિતીનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ વિષેનો લેટેસ્ટ રિપોર્ટ અમેરિકાની એક જાણીતી યુનિવર્સિટીમાંથી આવ્યો છે. અહીં શોધકર્તાઓએ ઘરો, સ્કૂલ, શોપિંગ સેન્ટરની અંદર કોરોના સંક્રમિત ડ્રોપલેટ્સના પ્રવાહ અને ઠરાવનો અભ્યાસ કર્યો. આ સમય દરમિયાન શોધકર્તાઓને જાણવા મળ્યું કે, બંધ સ્થાન પર કોરોના વાયરસ હવામાં વધુ સમય સુધી રહે છે અને વસ્તુની સપાટી પર પણ ચોંટી જાય છે.

શા માટે નાના ઘરોમાં વધુ સંક્રમણની વાત સામે આવી રહી છે? આજના સમયમાં માત્ર શહેરોમાં જ નહી પરંતુ ગામડામાં પણ ઘરની સાઇઝ નાની થઇ ગઇ છે. જેમ જેમ સમાજમાં વિભક્ત કુટુંબનું વલણ વધ્યું તેમ તેમ ઘરની જગ્યા પણ નાની થવા લાગી. જુદા જુદા સંશોધકો અને નિષ્ણાતો અલગ અલગ રિસર્ચ માધ્યમથી એવું કહેતા આવ્યા છે કે બહુ નાની સાઇઝના મકાન સ્વાસ્થ્ય માટે ઠીક નથી.

જો કે આવું તો કોઇએ સપનેય નહોતું વિચાર્યું કે, એક ભયાનક સંક્રમક બીમારી કોવિડ -19 લઇને આવશે અને આ સંક્રમણના કારણે મોટી સંખ્યામા લોકો સંક્રમિત થશે. જે લોકો નાના ઘરોમાં વધુ લોકો રહે છે. તેમનામાં સંક્રમણ ફેલાવવાનું જોખમ વધુ રહે છે.

વાયરસની ફેલાવવાની ક્ષમતા કેટલી? કોરોના વાયરસને લઇને થતાં સતત સંશોધનના કારણ જુદા જદા હેલ્થ ઓર્ગેનાઇઝના અનેક રિપોર્ટસ આવ્યા છે. સૌથી પહેલા આ વાયરસને લઇને એવી જાણકારી આવી હતી કે આ વાયરસ ત્રણ ફૂટના અંતર સુધી ફેલાઇ શકે છે. ત્યારબાદ 6થી 8 ફૂટ અને હવે 13 ફૂટ સુધી આ વાયરસની ફેલાવવાની વાત નિષ્ણાત કહી રહ્યાં છે.


આ રીતે અલગ અલગ ડિસ્ટન્સની વાત એ માટે સામે આવી કે., વાયરસના ફેલાવવાની ક્ષમતા માટે અનેક પરિબળો કામ કરે છે, જેમકે સંક્રમિત વ્યક્તિના શરીરમાંથી વાયરસ નીકળીને હવામાં કેટલો સમય સફર કરશે? આ સવાલનો જવાબ હવાની ગતિ, હવામાં રહેલા ભેજ પરથી નક્કી થાય છે. આ કારણથી જ શરૂઆતના તબક્કામાં જ આ વાત એકસપર્ટ દ્રારા કહેવામાં આવી હતી કે એસીની હવામાં કોરોના વાયરસ વધુ સમય સુધી જીવિત રહે છે અને લાંબુ અંતર પણ કાપી શકે છે.


નાના ઘરોમાં ક્યાં કારણથી ફેલાઇ છે સંક્રમણ? આજના સમયમાં જે રીતે ટેનામેન્ટ અને ફ્લેટનું નિર્માણ થઇ રહ્યું છે, તેમાં વેન્ટિલેશન, હવા પ્રકાશની સારી વ્યવસ્થા નથી હોતી. આ જ કારણે ઘરની હવા ઘરમાં જ રહ્યાં કરે છે. જ્યારે મોટા ઘરમાં હવાની આવનજાવન સારી રીતે થાય છે.

આ કારણથી મોટા ઘરમાં વાયરસ લાંબો સમય રોકાતા નથી. હવાના ફ્લોને કારણે ખતમ થઇ જાય છે. આ સ્થિતિમાં મોજૂદ ડ્રોપલેટસને પણ હવાનો ફ્લો અવશોષિત કરી દે છે. જ્યારે નાના ઘરોમાં આ શક્ય નથી બનતું અને વાયરસ લાંબા સમય સુધી મોજૂદ રહે છે. આ કારણથી જ વાયરસ સંક્રમિત શરીરથી સ્વસ્થ વ્યક્તિના શરીરમાં આરામથી ફેલાઇ જાય છે.

સંક્રમણ ફેલાવામાં એસીની ભૂમિકાઃ ગરમીના સમયમાં ઘરોમાં સૌથી વધુ એસીનો ઉપયોગ થાય છે. ઓફિસ અને કોમ્પ્લેક્સમાં પણ એસી લાગેલા હોય છે. એસીના કારણે રૂમના દરવાજા, બારીઓ બંધ જ હોય છે. આ કારણે છીંકવાથી કે ખાંસીથી કોઇ સંક્રમિત વ્યક્તિના શરીરમાંથી નીકળેલ વાયરસ રૂમની અંદર જ મોજૂદ રહે છે. આ સ્થિતિમાં જો કોઇ સ્વસ્થ વ્યક્તિના શ્વાસમાં આ વાયરસ પ્રવશે છે તો તે તેમને પણ સંક્રમિત કરી દે છે.

You cannot copy content of this page