Only Gujarat

Bollywood FEATURED

આ છે બોલિવૂડના મોટા ખોરડાના જમાઈઓ, ‘ખિલાડી કુમાર’થી લઈ ‘સિંઘમ’ છે સામેલ

મુંબઈઃ સિનેમાની દુનિયાના સ્ટાર્સ વિશે દરેક લોકો જાણવાં ઇચ્છે છે. આજે અમે બોલિવૂડના તે એક્ટર વિશે તમને જણાવીશું જે બોલિવૂડના મોટાં સ્ટાર્સના જમાઈ છે. જેમાંથી કેટલાક એક્ટરોએ પોતાની એક્ટિંગના દમ પર સફળતા મળી છે. તો કેટલાક એક્ટરનું મોટાં સ્ટાર્સના ઘર સાથે નામ જોડાતાં જ તેમનું કદ અલગ જ સ્તરે પહોંચી ગયું છે.

કુણાલ ખેમૂઃ બાળ કલાકારના રૂપમાં કુણાલ ખેમૂએ બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. તેમણે શર્મિલા ટાગોરની દીકરી સોહા અલી ખાન સાથે લગ્ન કર્યા અને પટોડી પરિવારના જમાઈ બની ગયા.


શર્મન જોશીઃ એક્ટર શર્મન જોશીએ ફેમસ બોલિવૂડ વિલન પ્રેમ ચોપરાની દીકરી પ્રેરણા ચોપરા સાથે લગ્ન કર્યા છે.


ફરદીન ખાનઃ એક્ટર ફરદીન ખાને બોલિવૂડની વેટરન એક્ટ્રસ મુમતાઝની દીકરી નતાશા સાથે લગ્ન કર્યા છે. ઉલ્લેખનીય છે કે ફરદીન ખાન હવે ફિલ્મની દુનિયાથી ગાયબ છે.


કુમાર ગૌરવઃ કુમાર ગૌરવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિવંગત સુપરસ્ટાર સુનિલ દત્તની દીકરી નમ્રતા દત્ત સાથે લગ્ન કર્યા છે.


અતુલ અગ્નિહોત્રીઃ અતુલ અગ્નિહોત્રીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટર તરીકે એન્ટ્રી કરી હતી પણ, હવે તે ડિરેક્ટર બની ગયા છે. અતુલ અગ્નિહોત્રીએ સલીમ ખાનની દીકરી અલવિરા સાથે લગ્ન કર્યા છે.

ધનુષઃ એક્ટર ધનુષે સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની દીકરી એશ્વર્યા સાથે લગ્ન કર્યા છે. ધનુષ સોન્ગ ‘કોલાવરી ડી’ ગીતથી ચર્ચામાં આવ્યો હતો.

કુણાલ કપૂરઃ કુણાલ કપૂરે મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની ભત્રીજી નૈના બચ્ચન સાથે લગ્ન કર્યા છે. કુણાલ કપૂર વધુ ફિલ્મોમાં જોવા મળ્યા નથી. નૈનાના પિતાનું નામ અજિતાભ બચ્ચન છે.

અક્ષય કુમારઃ બોલિવૂડના એક્શન સ્ટાર અક્ષય કુમારે હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્ના અને ડિમ્પલ કપાડિયાની દીકરી ટ્વિન્કલ ખન્ના સાથે લગ્ન કર્યા છે.

અજય દેવગનઃ અજય દેવગને બોલિવૂડમાં પોતાની અલગ જ ઓળખ બનાવી છે. તેમને વેટરન એક્ટ્રસ તનુજાની દીકરી કાજોલ સાથે લગ્ન કર્યા છે.

You cannot copy content of this page