Only Gujarat

Bollywood

પ્રિયંકા ચોપરાની જેઠાણીએ ખોલ્યા અનેક રાઝ, લગ્નમાં અમે ભારત આવ્યા તો અમારી સાથે થયો હતો આવો વ્યવહાર

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ એક વર્ષ પહેલા એટલે કે ડિસેમ્બર 2018માં પોતાનાથી 10 વર્ષ નાના અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યાં હતા. બંનેના લગ્ન જયપુરના ઉમેદ ભવન પેલેસમાં થયા હતા. આ લગ્નમાં પ્રિયંકા ચોપરાનું આખું સાસરું હાજર રહ્યું હતું. જોકે, પ્રિયંકાના લગ્ન દરમિયાન તેના જેઠના લગ્ન નહોતા થયા તેમ છતાં તેની ભાવિ જેઠાણી સોફી ટર્નર પ્રિયંકાના શાહી લગ્નમાં હાજર રહી હતી.

હાલમાં જ સોફીએ એક ઈંટરવ્યૂમાં દેરાણી પ્રિયંકાના લગ્ન, વ્યવસ્થાઓ અને તેની સાથે કરવામાં આવેલા વ્યવહારની વાત કરી હતી.

સોફીએ એલે યૂએસને આપેલા ઈંટરવ્યૂમાં જણાવ્યું હતું કે, અમે જ્યારે નિક અને પ્રિયંકાના લગ્નમાં ભારત આવ્યા હતા તો અમારી સાથે એકદમ શાહી લોકોની જેમ વ્યવહાર કરવામાં આવ્યો હતો. પ્રિયંકાને ભારતમાં પૂજવામાં આવે છે. પોતાના ઈંટરવ્યૂમાં સોફીએ દેરાણી પ્રિયંકાના ખૂબ વખાણ કર્યાં હતાં.

સોફીએ જણાવ્યું હતું કે, ભારતમાં પ્રિયંકાને લઈને લોકોમાં એક પ્રકારની દીવાનગી છે. તમારે પોતાને યાદ અપાવવું પડશે કે તે 20 વર્ષથી બોલીવુડમાં છે. તે ભારતમાં એક જાણીતી હસ્તી છે. જ્યારે અમે ત્યાં નિક અને તેના લગ્નમાં ગયા હતા ત્યારે અમારી સાથે શાહી અંદાજમાં વ્યવહાર કરવામાં આવ્યો હતો. ત્યાં તેની પૂજા કરવામાં આવે છે. પોતાના ઈંટરવ્યૂમાં સોફીએ પ્રિયંકાના પરિવાર વિશે પણ ઘણી વાતો કરી હતી.

સોફીએ જોનાસ પરિવાર વિશે વાત કરતાં કહ્યું હતું કે, તે લોકો ખૂબ જ સારાં માણસો છે. એવું લાગે છે કે જાણે તેઓ અમારાથી માત્ર 10 મીનિટના અંતરે રહે છે. ભલે કેવિન જોનાસ અને ડેનિયલ જોનાસ ન્યૂ જર્સી રહે છે પરંતુ અમે તેમને મળતા રહીએ છે. એવું લાગે છે કે અમે એક મોટો પરિવાર છીએ, કારણ કે ઘરના તમામ છોકરાઓ બેસ્ટ ફ્રેન્ડની જેમ છે.

તમને જણાવી દઈએ કે, પ્રિયંકા જલ્દી જ કાકી બનવાની છે. ખબર છે કે સોફી અને સિંગર જો જોનાસના ઘરે નાનકડું મહેમાન આવવાનું છે. જો કે આ વિશે અભિનેત્રીએ અત્યાર સુધી ખુલીને કોઈ વાત નથી કરી હતી.

તમને જણાવી દઈએ કે, પ્રિયંકા જલ્દી જ કાકી બનવાની છે. ખબર છે કે સોફી અને સિંગર જો જોનાસના ઘરે નાનકડું મહેમાન આવવાનું છે. જો કે આ વિશે અભિનેત્રીએ અત્યાર સુધી ખુલીને કોઈ વાત નથી કરી હતી.

જણાવી દઈએ કે હિટ હૉલીવુડ સીરીઝ ‘મેટ્રિક્સ’માં પ્રિયંકાની એન્ટ્રી થવાની છે. મીડિયા રિપોર્ટ્સના પ્રમાણે પ્રિયંકા સીરીઝની ચોથી ફિલ્મમાં નજર આવી શકે છે. અભિનેત્રીએ પોતાનું હૉલીવુડ ડેબ્યૂ યૂએસ ટીવી સીરીઝ ક્વૉન્ટિકોથી કર્યું હતું. આ સિવાય તે બેવૉચમાં પણ નજર આવી ચુકી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page