Only Gujarat

Bollywood

સુશાંતના જીજાજીએ કહ્યું, તે રાત્રે અમારું જીવન હંમેશાંના માટે બદલાયું, કેમ તેને બચાવી ના શકાયો?

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને બે મહીના થઈ ગયા છે. 14 જૂનની બપોરે તેઓ બાંદ્રા સ્થિત પોતાના ઘરમાં મૃત મળ્યા હતા. બે મહિના બાદ સુશાંતના બનેવી વિશાલ કીર્તિએ અભિનેતાના મોતના દિવસની કહાની બ્લોગ પર શેર કરી છે અને જણાવ્યું છે કે જ્યારે તેની પત્ની શ્વેતાને ફોન પર વાત કરતા સમયે રડતા જોયા તો તેમનું દિલ તૂટી ગયું હતું. વિશાલના પ્રમાણે, એ રાત્રે(અમેરિકામાં એ સમયે રાતને બે વાગી રહ્યા હતા) તેમની જિંદગી હંમેશા માટે બદલાઈ ગઈ.

વિશાલે લખ્યું છે કે એ સમયે રાતના બે વાગ્યા હતા, જ્યારે તેમને સુશાંતના મોતની ખબર મળી હતી. તેઓ લખે છે- અમે નિંદરમાં હતા. યૂએસમાં શનિવાર(13 જૂન)ની રાત હતી અને ભારતમાં રવિવાર (14 જૂન)ની બપોર. હું વીક-નાઈટમાં સામાન્ય રીતે મારા ફોનને એરોપ્લેન મોડમાં રાખીને સૂઈ જાવ છું, જેથી અડધી રાત્રે મને કોઈ ડિસ્ટર્બ ન કરી શકે. મારી પત્ની તેના ફોનને વાઈબ્રેટ મોડ પર રાખે છે. જો કે, વીકેન્ડમાં ક્યારેક-ક્યારેક હું મારા ફોનને એરોપ્લેન મોડના બદલે વાઈબ્રેટ મોડમાં છોડી દઉં છું.

રાતના બે વાગ્યા (ભારતમાં દિવસના અઢી વાગ્યે)ની આસપાસ સતત કૉલ આવતા હતા. ફોન બેડથી દૂર હતો. એટલે મને આઈડિયા નહોતો કે કોણ ફોન કરી રહ્યું હતું. પરંતુ હું સતત વાઈબ્રેશન અનુભવી રહ્યો હતો. હું પરેશાન થઈને ઉઠ્યો અને ફોન ચેક કર્યો તો મારી દુનિયા બદલી ગઈ. કોઈ સાથે વાત કરું, એ પહેલા મે સ્ક્રીન પર ફ્લેશ થઈ રહેલા ટેક્સ્ટ મેસેજ વાંચ્યા. ફેમિલી મેમ્બર્સ સહિતના લોકો અમારો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અનેક મિત્રો પૂછી રહ્યા હતા કે શું તે અફવા હતી.

મે ન્યૂઝ જોયા તો એ જોઈને એકદમ ગભરાઈ ગયો કે સુશાંતે પોતાનો જીવ લઈ લીધો. હું શ્વેતાના ફોન તરફ દોડ્યો, જે બેડની બીજી તરફ હતો. મે જોયું કે તેમાં અનેક કૉલ્સ અને મેસેજીસ હતા. ત્યારે મેં જીવનના સૌથી મુશ્કેલ કામમાંથી એક કામ કર્યું. મે શ્વેતાને સમાચાર આપ્યા. હું તેનું રિએક્શન અને પોતાની રાની દી(સુશાંતની મોટી બહેન) સાથેની પહેલી વાત ભૂલી નથી શકતો. ફોન પર વાત કરતા તેને રડતી જોઈને મારું દિલ તૂટી ગયું. એ રાત્રે અમારી જિંદગી હંમેશાં માટે બદલાઈ ગઈ.

બાળકોને સમાચાર આપવા વધારે મોટો પડકાર હતોઃ વિશાલનું માનીએ તો ખબર મળ્યા બાદ તે ભારત આવવાની તૈયારીમાં લાગી હતા. તે લખે છે- આખી રાત અમે જાણકારી મેળવવામાં લાગી ગયા. અમને અહેસાસ થયો કે કોવિડ-19ના કારણે ભારતની યાત્રા કરવી તો દૂર ફ્લાઈટની ટિકિટ મળવી પણ મુશ્કેલ હતી. એક મિત્રની મદદથી અમને સાન ફ્રાન્સિસ્કોથી દિલ્લીની ફ્લાઈટમાં શ્વેતા માટે 16 જૂનની સીટ મળી ગઈ. સવારે વધુ મોટી ચેલેન્જ હતી, કારણ કે અમારે અમારા બાળકો, સુશાંતના ભાણેજોને સમાચાર આપવાના હતા.

‘બે મહિના બાદ પણ અમારો સંઘર્ષ યથાવત’: બ્લૉગની નીચે વિશાલે ઘટના શેર કરવાનું કારણ જણાવ્યું. તેમણે લખ્યું કે – હું આ ઘટનાને એટલા માટે શેર કરી રહ્યો છું, કારણ કે એ ભયાનક રાતને બે મહિના વીતિ ચુક્યા છે અને અમે હજુ પણ સંઘર્ષ કરી રહ્યા છે. ઈમોશન હજુ પણ હાઈ છે અને આંખો પણ ભીની છે. અમે એ રાત્રે જે ગુમાવ્યું, તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. અમારી જિંદગી હંમેશાં એવી નહીં રહે. અમે હંમેશા વિચારતા રહ્યા કે એવું શું થયું? તેને બચાવી કેમ ન શકાયો? એટલે જ હું સૌને અપીલ કરું છું કે સત્ય માટે અવાજ ઉઠાવતા રહો. જેથી ન માત્ર અમે પરંતુ સુશાંતના તમામ સમર્થકો શાંતિ મેળવી શકે.

You cannot copy content of this page