Only Gujarat

Bollywood

ઈશા અંબાણીની પાર્ટીમાં કેટરીનાએ આ એક્ટર સાથે કરી મોજ!

મુંબઈ: દર વર્ષે હોળી નિમિત્તે અંબાણીના ઘરે ભવ્ય રીતે પાર્ટીનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ એવું જ થયું. ગઈકાલે રાત્રે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીએ એક પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં બોલિવૂડની અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો.

પ્રિયંકા ચોપડા હોળી મિલન પાર્ટીમાં પતિ નિક જોનાસ સાથે જોડાઈ હતી. આ સિવાય જેક્લીન ફર્નાન્ડિઝ, રાજકુમાર રાવ અને ડાયના પેન્ટી સહિતના અન્ય સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ બધાની વચ્ચે, બી ટાઉનનાં બે સ્ટાર્સ વિકી કૌશલ અને કેટરિના કૈફે સૌનું ધ્યાન ખેંચ્યું.

ગોસિપની ઞલીઓ માં વિક્કી કૌશલ અને કેટરિના કૈફ વચ્ચે લાંબા સમયથી અફેર હોવાના સમાચાર મળી રહ્યા છે. પાર્ટીની અંદરની તસવીરો સામે આવી છે જેમાં વિકી કૌશલ કેટરિનાને રંગ લગાડતો જોવા મળી રહ્યો છે. બંને સંપૂર્ણપણે હોળીના રંગોમાં ડૂબેલા દેખાયા.

વિકી કૌશલ અને કેટરિના કૈફ અંબાણીની પાર્ટીમાં લગભગ સાથે પહોંચ્યા હતા. બંને એક સાથે ડાન્સ કરતા પણ જોવા મળ્યા હતા. વિકી અને કેટરિના વચ્ચેની નિકટતા તેમના અફેરના સમાચારોને વધુ વેગ આપી રહ્યા છે.

પ્રિયંકા ચોપરા પણ એક અન્ય વીડિયોમાં દેખાઈ રહી છે, જેમાં એ પિચકારી અને રંગ સાથે રમતી જોવા મળી રહી છે. નિક જોનાસે હોલીની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page