Only Gujarat

Bollywood

એક સમયે ડ્રગ્સના નશામાં ચકચૂર રહેતો સંજુબાબા આજે વર્કઆઉટ વગર નથી રહી શકતો!

61 વર્ષના સંજય દત્તને લંગ કેન્સર થવાના સમાચારથી તેના ફેન્સ શોકમાં છે. સંજય એક એવા કલાકાર છે જેઓએ પોતાની લાઇફમાં અનેક ઉતાર-ચઢાવ જોયા છે. ઓછી ઉંમરમાં જ ડ્રગ્સ લેવાની લતમાં પડ્યા બાદ સંજય ઘણી મુશ્કેલીથી તેનો પીછો છોડાવી શક્યા.

9 વર્ષ સુધી ડ્રગ્સને કારણે તેમનું જીવન બરબાદ રહ્યું પરંતુ એક વખત જો સંજય એ ચંગુલમાંથી છૂટ્યા પછી પાછું વળીને જોયું નથી. આ ઘટના બાદ સંજયે ખરાબ આદતોને અલવિદા કહ્યું અને હેલ્દી લાઇફસ્ટાઇલ અપનાવવા તરફ આગળ વધ્યા.

2018માં એક ઇન્ટરવ્યૂમાં સંજયે કહ્યું હતું ડ્રગ એડિક્શન એક એવી લત છે જેની કોઇ સારવાર નથી. મેં તેમાંથી ઉબરવા માટે જીમનો સહારો લીધો. મને મારા શરીરમાં થયેલા બદલાવને જોઇને ઘણું સારું લાગ્યું.

90ના દાયકામાં સંજય સૌથી ફિટ અને ડેશિંગ એક્ટર્સના લિસ્ટમાં સામેલ થઇ ગયા હતા. સંજય 21 મે 2013ના રોજ સાડા ત્રણ વર્ષની સજા માટે પુણેની યરવડા જેલમાં બંધ થયા હતા. ત્યારે ફિટનેસ ફ્રીક સંજયે જેલના તંત્ર પાસે ડંબલ લાવવાની મંજુરી માગી હતી પરંતુ તંત્રએ મંજુરી આપી ન હતી.

આવી સ્થિતિમાં સંજયે ડંબલના ઓપ્શન તરીકે બે બાલ્ટી પાણી ભરી બેરેકમાં વર્કઆઉટ કર્યું હતું. વર્કઆઉટ શેડ્યુલને સ્ટ્રિક્ટલી ફોલો કરી સંજયે જેલમાં જ સિક્સ પેક બનાવ્યા હતા. 2016માં જેલમાંથી જ્યારે સંજય બહાર આવ્યા હતા ત્યારે એ સમયે તેમની ઉંમર 57 વર્ષની હતી.

સંજય ગત વર્ષે ફિલ્મ પાનીપતમાં અહમદ શાહ અબ્દાલીના રોલમાં નજર આવ્યા હતા. આ રોલ માટે સંજુએ જીમમાં ઘણી મહેનત કરી હતી કારણ કે ફિલ્મમાં 35 કિલોના વજનનું કવચ પહેરવાનું હતું. આ માટે સંજયે કોર અને મસલ મેન્ટેનન્સ પર કામ કર્યું. ફિલ્મ માટે સંજયના ઇન્ટેન્સ વર્કઆઉટના કેટલાક વીડિયો પણ સામે આવ્યા હતા.

સંજયના રેગ્યુલર વર્કઆઉટ રુટીનની વાત કરીએ તો તેમાં કાર્ડિયો-વેસ્કુલર બાઇક, ડંબલ, ક્રંચેજ અને એયરોબિક એક્સરસાઇઝ સામેલ છે. સાથે જ તે યોગા અને મેડિટેશન પણ કરે છે.

ડાયેટમાં સંજય વધુ કાર્બોહાયડ્રેડ અને ફેટ લેતા નથી. તેમની ડાયેટમાં પ્રોટીન અને ફાઇબરની માત્રા વધુ હોય છે. ચિકન, સલાડ, ફિશ સંજય પસંદ કરે છે પરંતુ વધુ મીઠું અને ફેટથી ભરેલું ખાવાનું ખાતા નથી.

લોકડાઉનમાં જીન જવાનું અલાઉડ ન હતું તો સંજયે ફિટનેસને લઇને કોઇ લાપરવાહી ન કરી. તેઓએ ઘરે ઓછામાં ઓછા બે કલાક વર્કઆઉટ રૂટીન ફોલો કર્યું.

એક ઇન્ટરવ્યૂમાં સંજયે જણાવ્યું હતું કે ડાયેટ અને વર્કઆઉટ પ્લાન ત્યારે વધુ સારું કામ કરે છે જ્યારે તમે તેને રોજીંદા જીવનમાં અનુસરી લો. હું તેને ડેઇલી રૂટીનથી અલગ નથી માનતો. આ મારું રૂટીન છે આથી લોકડાઉનમાં પણ કંઇ બદલ્યું નથી. બસ થોડો વધુ સમય મળી ગયો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page