Only Gujarat

Bollywood

રેખાના બંગલાના વિસ્તારમાં અન્ય 4 ગાર્ડ કોરોના સંક્રમિત, ટેસ્ટને લઈને રેખાએ સ્પષ્ટ…..

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રસ રેખાનો ગાર્ડ કોરોના સંક્રમિત થતાં તે વિસ્તારના અન્ય ચાર બંગલાના વૉચમેનનો પમ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પછી તે દરેકને મુંબઈ મહાનગર પાલિકાના કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ લોકો દરરોજ એક-બીજાને મળતા હતાં માટે તેઓ કોરોના સંક્રમિત થઈ ગયા છે. આ દરમિયાન રેખાએ કોરોના ટેસ્ટ કરાવવાની સ્પષ્ટ ના પાડી ખુદને ઘરમાં ક્વોરન્ટીન કરી લીધા છે.

રેખાના બંગલામાં સિક્યોરિટી ગાર્ડ કોરોના સંક્રમિત થતાં તેમના મેનેજર ફરજાના અને ઘરના ચાર અન્ય કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો પણ જ્યારે BMCની ટીમ ટેસ્ટ કરવા માટે ત્યાં પહોંચી તો કોઈએ દરવાજો ખોલ્યો જ નહીં.

એક ન્યૂઝ ચેનલ મુજબ, BMCની ટીમે જ્યારે રેખાના બંગલોનો દરવાજો ખખડાવ્યો ત્યારે અંદરથી રેખાના મેનેજરે તેમના આવવાનું કારણ પૂછ્યું હતું. BMCની ટીમે જણાવ્યું કે, તે તેમનો કોરોના ટેસ્ટ કરવા માટે આવ્યા છે, તો રેખાના મેનેજર ફરજાનાએ કહ્યું કે, ‘તમે મારો નંબર લઈ લો અને આ વિશે પછી વાત કરીશું.’

BMCના વેસ્ટ વોર્ડના મુખ્ય હેલ્થ અધિકારી સંજય ફુદેએ જણાવ્યું હતું કે, ‘એક્ટ્રસ રેખાના મેનેજર ફરજાનને ફોન કર્યો તો તેમણે કહ્યું કે, રેખા ફિટ હોવાથી સાથે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને તેમનું કામ સારી રીતે કરી રહી છે. રેખા કોઈના સંપર્કમાં નહોતા આવ્યા એટલે રેખાએ તેમનો ટેસ્ટ નથી કરાવ્યો.’

આ પછી BMCએ રેખાના ઘરને સેનેટાઇઝ કરવા એક નવી ટીમ મોકલી હતી. તેમને ઘરની અંદર જવાનો પ્રયત્ન કર્યો હતો, આ વખતે પણ તેમને દરવાજો ખોલ્યો નહોતો. આ પછી ટીમ માત્ર ઘરની બહારના ભાગ અને આસપાસનો વિસ્તાર, જેમાં સિક્યોરિટી ગાર્ડનું કેબિન હતું, તેને સેનેટાઇઝ કર્યું હતું.

રિપોર્ટ મુજબ BMCના અધિકારીઓએ કહ્યું કે, ‘રેખા ઘરની બહાર વધારે નીકળતી નથી અને ન તો કોઈને મળે છે, પણ સાવધાની રાખમાં કોઈ વાંધો નથી. તેમના માટે કોવિડ-19 ટેસ્ટ કરાવવો ખૂબ જ જરૂરી છે, કેમ કે તે કાયદા અંતગર્ત આવે છે. તે દરેક વ્યક્તિ માટે જરૂરી છે, જે કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય.’

રેખાનો બંગલો ‘સી-સ્પ્રિંગ્સ’ બાંદ્રાનાં બેન્ડ સ્ટેન્ડ વિસ્તારમાં છે, જેની બહાર બે સિક્યોરિટી ગાર્ડ હંમેશા તહેનાત કહે છે. જેમાંથી એક ગાર્ડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સમાચાર સામે આવ્યા પછી BMCએ બંગલાને સીલ કરી તેને કન્ટેન્ટમેન્ટ જૉન બનાવી દીધો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page