Only Gujarat

Bollywood

અમિતાભ બચ્ચનને નથી થતો વિશ્વાસ કે દીકરી શ્વેતા ક્યારે થઈ ગઈ આવડી મોટી….

મુંબઇઃ બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચને પોતાના પિતાનું માથુ ગર્વથી ઉંચું કર્યું છે. વાસ્તવમાં શ્વેતા વચ્ચ્ને તાજેતરમાં જ મુંબઇ ફેશન વીકમાં પોતાની લક્ઝરી બ્રાન્ડ લોન્ચ કરી હતી. બિગ બી દીકરીની સફળતા જોઇને ભાવુક થઇ ગયા અને સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા પોસ્ટ મુકી હતી. તેમણે લખ્યુ કે, તને જોઇને આંખોમાં આસૂ આવી ગયા. બાળકોની સફળતા જોઇને ખુશી થાય છે.

ઇવેન્ટમાં શ્વેતા બચ્ચને એક ડેનિમ જેકેટ પહેર્યું હતું જેના પર અમિતાભ બચ્ચનનું પોટ્રેટ હતું. જેને જોયા બાદ પોતાની ખુશી વ્યક્ત કરતા અમિતાભે બ્લોગમાં લખ્યું કે, મારા માટે ગર્વનો દિવસ છે. જ્યારે બાળકો કાંઇક સફળતા મેળવે છે તો આંખોમાં આસૂ આવી જાય છે. જ્યારે કોઇ પોતાના દમ પર કાંઇક કરે, દુનિયા તેને જોવે અને તાળીઓ પાડે.

લોકો તેના કામની પ્રશંસા કરે તો ખૂબ સારુ લાગે છે.શ્વેતા હું તને ખૂબ પ્રેમ કરું છું. તે અમને જે ખુશીઓ આપી છે આ માટે અમે તારા આભારી છીએ.

તે સિવાય અમિતાભે ઇન્સ્ટાગ્રામ પર દીકરી સાથે એક કોલાઝ પણ શેર કર્યો હતો. જેમાં તે નાની શ્વેતાની સાથે જોવા મળી રહ્યા છે. આ ફોટો શેર કરતા તેમણે લખ્યુ કે, ક્યારે તે આમાંથી આવી બની ગઇ ખ્યાલ જ ના આવ્યો. લવ યૂ મામા

શ્વેતાના શો સાથે જોડાયેલી કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં તે માતા જયા બચ્ચની સાથે જોવા મળી રહી છે. જયા પણ દીકરીની સફળતા જોઇ ખુશ દેખાઇ રહી છે.

નોંધનીય છે કે શ્વેતા પપ્પા અમિતાભની ખૂબ નજીક છે. 45 વર્ષની શ્વેતા ગયા વર્ષે પોતાની બ્રાન્ડ લોન્ચ કરી હતી અને ઇવેન્ટમાં આખો બચ્ચન પરિવાર સામેલ થયો હતો.

શ્વેતા પોતાની ભાભી ઐશ્વર્યા રાય અને ભાઇ અભિષેક બચ્ચને પણ ખૂબ માને છે. માતા જયા બચ્ચન સાથે શ્વેતા બચ્ચન નંદા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page