Only Gujarat

Bollywood

દયાભાભીની બે વર્ષની લાડલીએ મમ્મી સાથે માણ્યાં લગ્ન, પહેલી જ વાર સામે આવી તસવીરો

મુંબઈ: ગુજરાતીઓની મનપસંદ ટીવી સીરિયલ ‘તારક મહેકા કા ઉલ્ટા ચશ્મા’ની મુખ્ય અભિનેત્રી દયાભાભી એટલે કે દિશા વાકાણી હાલ ટીવી ઈન્ડસ્ટ્રિઝથી દૂર છે. તે સીરિયલથી દૂર પોતાના ફેમિલી સાથે સમય વિતાવી રહી છે.  દિશા વાકાણી સીરિયલમાંથી બ્રેક લીધા બાદ જાહેરમાં પણ ભાગ્યે જ દેખાય છે. જોકે એક દિવસ પહેલાં એક લગ્નપ્રસંગમાં દિશા વાકાણીએ તેની દીકરી સાથે હાજરી આપી હતી. દિશાની આ તસવીરો સોશ્યલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહી છે.

હાલમાં દિશા વાકાણી એક લગ્નપ્રસંગમાં જોવા મળી હતી. દિશા વાકાણીની સાથે તેની દીકરી સ્તુતિ પણ  હતી. દિશા સાડીમાં એકદમ સુંદર લાગતી હતી. તેણે ગળામાં રજવાડી હાર પહેર્યો હતો. દિશાના ખોળામાં બેઠેલી તેની નટખટ દીકરી સ્તુતિ ખૂબ ક્યૂટ લાગતી હતી.

નોંધનીય છે કે દિશા સપ્ટેમ્બર, 2017માં છ મહિના માટે મેટરનિટી લીવ પર ગઈ હતી. નવેમ્બર, 2017મા દિશાએ દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. જોકે, છ મહિના બાદ પણ દિશા શોમાં પરત ફરી નહોતી. ચર્ચા હતી કે દિશાના પતિ મયુરે દિવસના માત્ર ચાર કલાક અને મહિનામાં 15 દિવસ જ કામ કરવાની શરત મૂકી હતી. તેમાં પણ નાઈટ શિફ્ટ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. પ્રોડ્યુસર આ શરત માનવા તૈયાર નહોતાં.

સવા બે વર્ષથી ચાહકો તથા મેકર્સ દિશા વાકાણી શોમાં પરત ફરે તેની રાહ જોઈ રહ્યા છે. એવી પણ અટકળો વહેતી થઈ હતી કે  મેકર્સ તથા દિશા વચ્ચે પૈસાને લઈને વાત અટકી પડી છે. ત્યાર બાદ વારંવાર દિશા વાકાણીના શૉમાં ફરત ફરવાની વાતો આવી હતી, પણ હજી સુધી તે સીરિયલમાં પરત આવી નથી. વચ્ચે તે નવરાત્રી દરમિયાન એક એપિસોડમાં જોવા મળી હતી.

દિશા વાકાણીએ મેકર્સની શરતો પર કામ કરવાની ના પાડી ત્યારે પ્રોડ્યૂસરે એપ્રિલ, 2019માં દયાભાભીના રોલમાં નવી એક્ટ્રેસ આવશે અને તેના ઓડિશન શરૂ થઈ ગયા હોવાની જાહેરાત કરી હતી. જોકે, ઓડિશનમાં એક પણ એક્ટ્રેસિસ ફાઈનલ કરવામાં આવી નહોતી.

દિશાએ  24 નવેમ્બર, 2015માં મયુર પડિયા સાથે લગ્ન કર્યા હતા. મયુર મુંબઇમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ છે. મૂળ અમદાવાદની દિશા વાંકાણીએ નાટકથી કારકિર્દીની શરૂઆત કરી હતી. દિશા અત્યાર સુધીમાં બોલિવૂડની છ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. 17 ઓગસ્ટ 1978ના રોજ જન્મેલી દિશાએ અમદાવાદમાં પહેલા સિદ્ધાર્થ હાઇસ્કૂલ અને બાદમાં ગુજરાત કોલેજ ખાતે નાટ્ય ડિપ્લોમાનો અભ્યાસ કર્યો હતો. દિશાએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પહેલાં ‘ઇતિહાસ’, ‘રેશમડંખ’, ‘હમ સબ એક હૈ’, ‘ગીત ગૂંજન’ જેવી ટીવી સિરીયલ્સમાં કામ અભિનયના ઓજસ પાથર્યા છે.

You cannot copy content of this page