આ છે બિપાશા બાસુની નાની બહેન, હોટનેસમાં એક્ટ્રેસ કરતાં ચાર ચાસણી આગળ

મુંબઈઃ બોલિવૂડની બંગાળીબાલા બિપાશા બસુ હંમેશા લાઇમ લાઇટમાં રહે છે. પોતાની બોલ્ડ અદાઓથી બિપાશાના ફેન્સને દિવાના બનાવી રહી છે, પણ શું તમે બિપાશાની બહેન વિશે જાણો છો? બિપાશાની નાની બહેન વિજાયેતા બસુ અને વિદિશા બસુ છે. બિપાશાની આ બંને બહેનો મીડિયાથી દૂર રહે છે, પણ અંગત જીવનને લીધે હંમેશા ચર્ચામાં રહે છે. આજે અમે બિપાશાની નાની બહેન વિજાયેતા વિશે તમને જણાવીએ.

બિપાશા બોલિવૂડમાં બોલ્ડ એક્ટ્રસ તરીકે ઓળખાય છે, પણ બિપાશાની જેમ જ તેમની નાની બહેન વિજાયેતા બસુ બોલ્ડનેસમાં તેમના કરતાં ઓછી નથી. વિજાયેતા આ ત્રણ બહેનોમાં સૌથી નાની છે. જેને લીધે તે ઘરમાં સૌથી લાડકી છે. બિપાશા પોતાની આ નાની બહેનને ખૂબ જ પ્રેમ કરે છે. તો વિજાયેતા પણ બિપાશાને દિલથી ખાસ માન-સન્માન આપે છે. બંને બહેનો વચ્ચે ખૂબ જ પ્રેમ છે.

વિજાયેતા બસુ ભલે મૉડેલ અને એક્ટ્રસ ના હોય પણ, તેમની બોલ્ડનેસની ચર્ચા દૂર-દૂર સુધી થાય છે. એટલું જ નહીં સુંદરતામાં પણ તે પોતાની બહેન બિપાશા બસુ કરતાં ઓછી નથી. જોકે, વિજાયેતા લાઇમ લાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે, પણ સોશિયલ મીડિયા પર તેમનો જલવો ઓછો નથી.

વિજાયેતા બસુ ભલે બોલિવૂડના ગ્લેમરથી દૂર રહેતી હોય પણ, તે સોશિયલ મીડિયા પર ઘણીવાર એક્ટિવ જોવા મળે છે. પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તે ઘણીવાર ફોટો શેર કરતી રહે છે. ક્યારેક તે તેમના ફ્રેન્ડ સાથે મસ્તી કરતી જોવા મળે છે તો ક્યારેક તે પોતાની બહેનો સાથે એન્જોય કરતી જોવા મળે છે. વિજાયેતાના આ ફોટો લોકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે.

વિજાયેતા બસુએ ગયા વર્ષે તેના લૉન્ગ ટાઇમ બૉયફ્રેન્ડ કરણ તલરેજા સાથે લગ્ન કરી લીધા હતાં. આ પાર્ટીમાં બિપાશા બસુના માતા-પિતા ઉપરાંત કેટલાક નજીકના ફ્રેન્ડ અને સંબંધી જોવા મળ્યાં હતાં.

આ લગ્ન સાદી રીતે કરવામાં આવ્યાં હતાં. આ લગ્નમાં બિપાશા પોતાના પતિ કરણ સિંહ ગ્રોવર સાથે જોવા મળી હતી. અત્યારે વિજાયેતા પોતાનું લગ્નજીવન માણી રહી છે.