Only Gujarat

Bollywood

‘બજરંગી ભાઈજાન’ની મુન્ની હવે થઈ ગઈ છે મોટી, જાણો આજકાલ ક્યા રહે છે એકદમ બિઝી?

મુંબઈઃ હર્ષાલી મલ્હોત્રાએ સુપરહિટ ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’થી ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેના ચહેરાની માસૂમિયતે લાખો ચાહકોના દિલ જીતી લીધા હતા. 17 જુલાઈએ ‘બજરંગી ભાઈજાન’ની રિલીઝને 5 વર્ષ થઈ ગયા છે. ફિલ્મની મુન્ની એટલે કે હર્ષાલી પણ હવે મોટી થઈ ચુકી છે. તે 12 વર્ષની થઈ ગઈ છે. જાણીએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં હર્ષાલીનો લૂક કેટલો બદલાયો અને આજકાલ તે ક્યા બિઝી છે?

હર્ષાલી મલ્હોત્રાના લૂકમાં છેલ્લા 5 વર્ષમાં ઘણો બદલાવ આવ્યો છે. ક્યૂટ અને માસૂમ દેખાતી હર્ષાલી હવે સ્માર્ટ થઈ ગઈ છે.

હર્ષાલીના ફીચર્સ પહેલા કરતા શાર્પ થઈ ગયા છે. તે પહેલાથી યંગ અને મેચ્યોર નજર આવે છે. હર્ષાલી સ્ટાઈલિશ પણ થઈ ગઈ છે.

હર્ષાલી મલ્હોત્રાના વર્કફ્રંટની વાત કરીએ તો તેનું બધું ફોકસ પોતાના અભ્યાસ પર છે. ‘બજરંગી ભાઈજાન’ની રિલીઝ બાદ તેણે ‘નાસ્તિક’ નામની એક ફિલ્મમાં કામ કર્યું છે.

ફિલ્મનું શૂટિંગ 2017માં શરૂ થયું હતું. પરંતુ આ ફિલ્મ આજ સુધી રિલીઝ નથી થઈ શકી. ફિલ્મમાં અર્જુન રામપાલ અને મીરા ચોપડા લીડ રોલમાં છે.

‘બજરંગી ભાઈજાન’ પહેલા હર્ષાલીએ ટીવી શોમાં કામ કર્યું છે. ‘કુબૂલ હૈ’ સીરિયલમાં તેણે ઝોયા ફારુખીના બાળપણનો રોલ કર્યો હતો. આ સિવાય તે ‘લૌટ આઓ તૃષા’, ‘સાવધાન ઈન્ડિયા’માં પણ નજર આવી હતી.

2017માં શો ‘સબસે બડા કલાકાર’માં હર્ષાલી મલ્હોત્રાએ સ્પેશિયલ અપીરિયન્સ આપ્યો હતો. જે બાદ તે ગ્લેમર વર્લ્ડમાં નથી જોવા મળી.

ફિલ્મો, શોઝ સિવાય હર્ષાલીએ અનેક એડ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમના ચાહકોને ઈંતઝાર છે કે ક્યારે હર્ષાલી ફરી એક વાર સ્ક્રીન પર કમબેક કરશે.

હર્ષાલી મલ્હોત્રા ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટોઝ અને વીડિયોઝ ફેન્સ સાથે શેર કરતી રહે છે. તે ટિકટૉક પર પણ એક્ટિવ હતી. તે પોતાની માતા સાથેના મસ્તી ભર્યા વીડિયો, ટ્રાવેલિંગ ફોટોસ શેર કરતી રહે છે.

You cannot copy content of this page