Only Gujarat

Bollywood

હ્રિતિકે મુંબઈમાં 15માં અને 16માં માળ પર ખરીદ્યા બે ફ્લેટ, બંગલોને પણ ટક્કર મારે તેવી છે ફેસિલિટી

બોલીવુડ અભિનેતા હ્રિતિક રોશન હાલમાં તેમણે કરેલા રોકાણના કારણે ચર્ચામાં આવ્યા છે. ફિલ્મી ગલિયારાઓમાંથી ખબરના અનુસાર હ્રિતિક રોશને જુહૂ-વર્સોવામાં બે ફ્લેટ ખરીદ્યા છે. હ્રિતિક રોશને ખરીદેલા ફ્લેટની કિંમત અધધધ છે. જણાવવામાં આવી રહ્યું છે કે હ્રિતિકે એક ડુપ્લેક્સ ખરીદ્યું છે અને એક અપાર્ટમેન્ટ, જે ત્રણ માળનું છે.

હ્રિતિકે હવે તેને રિનોવેટ કરવાનો પ્લાન બનાવ્યો છે અને આ પ્રોપર્ટીની ખાસ વાત એ છે કે તેમાંથી અરબ સાગરનો વ્યૂ દેખાય છે. મુંબઈ મિરરના રિપોર્ટ અનુસાર એક બિલ્ડરે હ્રિતિકને 6500 સ્કવેર ફૂટની પ્રોપર્ટી આપી છે. સાથે જ તેણે 10 કાર પાર્કિંગ સાથે એક્સક્લૂઝિવ લિફ્ટ પણ આપી છે. જણાવવામાં આવી રહ્યું છે કે બિલ્ડર અને હ્રિતિક વચ્ચે આ ડીલ 97.50 કરોડમાં ફાઈનલ થઈ છે.

હ્રિતિકે 1.95 કરોડની સ્ટેમ્પ ડ્યૂટી ભરી છે. તેને બે ફ્લેટ માટે બે વાર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જણાવી દઈએ કે હ્રિતિક રોશને જે ફ્લેટ ખરીદ્યા છે તેમાંથી એક ડુપ્લેક્સ છે જે 15માં અને 16માં માળ પર છે. જેની સાઈઝ 27, 534.85 સ્કવેર ફૂટ છે. જેની કિંમત 67.50 કરોડ છે. અને બીજો ફ્લેટ 11165 સ્કવેર ફૂટનો છે. જેની કિંમત 30 કરોડ છે.

એવામાં આખી પ્રોપર્ટી 38 હજાર સ્કવેર ફૂટની છે અને આ ડીલ પર લાંબા સમયથી વાત ચાલી રહી હતી. હ્રિતિક જે બિલ્ડિંગના ફ્લેટમાં ઈન્વેસ્ટ કર્યું છે, તેનું કામ ચાલી રહ્યું છે. પ્રોજેક્ટ ક્યારે પુરો થશે તેની કોઈ જાણકારી સામે નથી આવી. આ વચ્ચે રોશને 2020 જૂનમાં ભાડા પર મિલકત લીધી હતી અને તેના માટે એક્ટર 8.25 લાખ ચૂકવે છે.

You cannot copy content of this page