Only Gujarat

Religion

દશાનન રાવણનું 100 વર્ષ જૂનું એકમાત્ર મંદિર, જાણો શું છે માન્યતા

આખા દેશ જ્યાં દશેરાના દિવસે રાવણ દહનની ખુશીઓ મનાવે છે ત્યાં કેટલાક લોકો એવા પણ છે જે રાવણના 100 વર્ષ જૂના મંદિરમાં વિશેષ આરાધના કરે છે. આ પૂજા માત્ર દશેરાના દિવસે થાય છે. કાનપુરના શિવાલામાં દશાનન શક્તિના પ્રહરીના રૂપમાં બિરાજે છે. વિજયાદશમીની સવારે પ્રતિમાનું શ્રૃંગાર-પૂજન કરીને કપાટ ખોલવામાં આવે છે. સાંજે આરતી ઉતારવામાં આવે છે.

આ કપાટ વર્ષમાં માત્ર એક જ દિવસ દશેરાના દિવસે જ ખુલે છે. માં ભક્ત મંડળના સંયોજક કેકે તિવારી જણાવે છે કે વર્ષ 1868માં મહારાજ ગુરુ પ્રસાદ શુક્લએ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. તેઓ ભગવાન શિવના પરમ ભક્ત હતા. તેમણે જ કૈલાશ મંદિર પરિસરમાં શક્તિના પ્રહરીના રૂપમાં રાવણના મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. માન્યતા છે કે દશાનના મંદિરમાં દશેરાના દિવસે લંકાધિરાજ રાવણની આરતના સમયે નીલકંઠના દર્શન શ્રદ્ધાળુઓને થાય છે.

મહિલાઓ દશાનનની પ્રતિમાને સરસવનું તેલ, દીવો અને ફૂલ અર્પણ કરીને સુખ, સમૃદ્ધિ, પુત્ર અને પરિવાર માટે જ્ઞાન અને શક્તિની કામના કરે છે. ભક્ત દશાનન પાસેથી વિદ્યા અને તાકાતનું વરદાન માંગે છે. અહંકાર ન કરવાન સંદેશ પણ આપે છે. રાવણ પ્રકાંડ વિદ્વાન અને જ્ઞાની હતો. પરંતુ તેને પોતાના પરાક્રમનું ઘમંડ આવી ગયું હતું.

માન્યતા છે કે મંદિરમાં તેના દર્શન કરતા સમયે ભક્તોને અહંકાર ન કરવાની શીખ મળે છે. કારણ કે જ્ઞાની હોવા છતાં અહંકાર કરવાના કારણે તેનો આખો પરિવાર નષ્ટ થયો હતો. શિવાલા સ્થિત દશાનન મંદિરના દ્વાર રવિવારે ખોલવામાં આવ્યા અને વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરવામાં આવી. રવિવારે સવારે મંદિર સેવકે દ્વાર ખોલ્યા તો ભક્તોએ સાફ સફાઈ કરીને પ્રતિમાને દૂધ, દહીં, ગંગાજળથી સ્નાન કરાવ્યું.

જે બાદ અલગ-અલગ પ્રકારના ફૂલોથી મંદિરને સજાવવામાં આવ્યું અને આરતી ઉતારવામાં આવી. ભક્ત મંડલના સંયોજક કેકે તિવારીએ જણાવ્યું કે સંક્રમણના કારણે આ વખતે આરતીમાં સિમિત સંખ્યામાં ભક્તો સામેલ થયા. મહિલાઓએ મંદિરમાં દિપ પ્રગટાવીને સુખ, સમૃદ્ધિની સાથે પુત્ર અને પરિવાર માટે જ્ઞાન અને શક્તિની કામના કરી.

You cannot copy content of this page