Only Gujarat

FEATURED Religion

શનિ અને શુક્ર બાદ હવે ગુરૂ પણ વક્રી, આ 5 રાશિના જાતકોને બનાવશે માલામાલ

મે મહિનો જ્યોતિષના હિસાબે ખૂબજ મહત્વનો ગણાય છે. અત્યાર સુધીમાં ત્રણ ગ્રહ વક્રી થઈ ગયા છે. સૌથી પહેલાં શનિ પોતાની રાશિ મકરમાં વક્રી થયો અને પછી શુક્ર પોતાની રાશિ વૃષભમાં વક્રી થયો, ત્યારબાદ ગુરૂ પણ મકરમાં વક્રી થયો. જ્યોતિષમાં ગુરૂને કરિયર અને રૂપિયા પૈસા અને ઐશ્વર્ય સંબંધિત ગ્રહ માનવામાં આવે છે. અત્યારે ગુરૂના વક્રી થવાથી 5 રાશિઓને ફાયદો થવાની શક્યતા છે.

વૃષભ: તાજેતરમાં જ શુક્ર પણ પોતાની રાશિ વૃષભમાં વક્રી થયો છે જે વૃષભ રાશિ માટે ફળદાયી ગણાય છે. ગુરૂ વક્રી થવાથી પણ વૃષભ રાશિના લોકોને કરિયરમાં લાભ થશે. કહેવાય છે કે, કરિયર ફરીથી પાટા પર આવી જશે. કરિયર બાબતે નિર્ણય લેવામાં કોઇ ઉતાવળ ન કરવી જોઇએ, નહીંતર બનતી વાત બગડી શકે છે. કઈંક નવું કરતાં પહેલાં વિચારવું જોઇએ.

કન્યા: ગુરૂ વક્રી થવાથી સફળતા મળવાની પૂરેપુરી શક્યતા છે. ગુરૂના પ્રભાવથી ધાર્મિક કાર્યોમાં રસ વધશે. સ્વાસ્થ્યમાં સુધારો આવશે અને વાહન સુખ મળશે જેના વિશે તમે ઘણા લાંબા સમયથી વિચારી રહ્યા હતા. સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીને લાભ મળશે.

વૃશ્ચિક: ગુરૂમાં વક્રી થવાથી તમને લાભ મળશે અને ધનની બાબતમાં પણ જૂના રોકાણથી ફાયદો થવાની શક્યતા છે. અચાનક કોઇ ખર્ચ થઈ શકે છે. ભાઇ-બંધુઓને કોઇ બાબતે મુશ્કેલી આવી શકે છે, પરંતુ તમે મળીને તેનું સમાધન શોધી લેશો. ઘરમાં પણ મુશ્કેલીઓ આવી શકે છે, જે તમને ચિંતામાં મૂકી શકે છે, પરંતુ તમારે તેના પર ખાસ ધ્યાન આપવું પડશે. ખાસ કરીને સ્વાસ્થ્ય બાબતે સજાગ રહેવાની જરૂર છે.

ધન: આ રાશિના જાતકોને ગુરૂ વક્રી થવાથી ધનલાભ થવાની ખાસ આશા છે. તમારી રાશિના જાતકો અત્યારે કોઇ ધાર્મિક કામમાં ભાગ લઈ શકે છે અને તેમાં ખર્ચ પણ થશે. પહેલાં કરેલા રોકાણથી લાભ થવાની શક્યતા છે. કરિયર અને ધન સંબંધિત બાબતો માટે ગુરૂનો પ્રભાવ તમારા માટે શુભ ગણાશે.

મીન: આ રાશિના જાતકો માટે ગુરૂનું ગોચર થવું શુભ ગણાય છે. તમે કોઇ નવા કાર્યનું પ્લાનિંગ કરી શકો છો, જેનાથી તમને લાભ મળશે. તમારા ભાગ્યમાં ઉન્નતિના યોગ બની રહ્યા છે.

પ્રેમ સંબંધની બાબતમાં મિલનના યોગ બની રહ્યા છે. તો રોકાણથી લાભના યોગ છે. નોકરિયાત લોકોના પગારમાં વધારો થઈ શકે છે. વાહન ખરીદવાનું પ્લાનિંગ અત્યારે પૂરું થઈ શકે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page