Only Gujarat

National

ઘરે બેસીને આવતો હતો કંટાળો, દીકરા-દીકરીએ આપ્યો આઈડિયા, બની ગયા કરોડપતિ

નિશા ગ્રેજ્યુએટ છે અને ગુડ્ડી પાંચમું પાસ, પરંતુ આ બંને ઑનલાઈન ગિફ્ટ પ્લેટફોર્મ ‘ગીક મંકી’ની ડાયરેક્ટર છે. બંનેની ઉંમર ભલે 50 પ્લસ છે, પરંતુ તેનો ઉત્સાહ કોઈ યુવાન ઉદ્યોગસાહસિકથી ઓછો નથી. વર્ષ 2017માં તેમણે ઘરેથી ગિફ્ટ આઈટમનો બિઝનેસ શરૂ કર્યો હતો. તેને ઑનલાઈન પ્લેટફોર્મ પર લાવતા વાર્ષિક ટર્નઓવર 2 કરોડ રૂપિયાનું થઈ ગયું છે.

નિશા ગુપ્તા એક બિઝનેસમેન ફેમિલીમાંથી છે પરંતુ 2017 પહેલા તે બિઝનેસ વિશે કાંઈ જ નહોતી જાણતી. તેણે ઘરે જ એક નાની દુકાન ખોલી. અહીં ઘરનો સામાન અને ગિફ્ટ આઈટમ વેચવાનું શરૂ કર્યું. તો, ગુડ્ડી પહાડોના ગામમાં રહેતી હતી.

આ બંને મહિલાઓના સાથે આવવાની અને બિઝનેસ કરવાની કહાની ફિલ્મી છે. ગુડ્ડ થપલિયાલનો દીકરો અનિલ અને નિશા ગુપ્તાની દીકરી વૈશાલી એકબીજાને પ્રેમ કરતા હતા. બંનેએ એકસાથે રોહતકની એક કૉલેજમાંથી એમસીએ કર્યું અને ગુડગાંવમાં જોબ કરવા લાગ્યા.

2017માં જ્યારે બંનેએ પોતાના પરિવારમાં લગ્નની વાત કરી તો પહેલા બંને પરિવારનો ન માન્યા, પરંતુ બાળકોની જીદ આગળ તેમણે ઝુકવું પડ્યું અને લગ્નની હા પાડી. જે બાદ નિશાન અને ગુડ્ડી વેવાણ બની ગયા. બંનેમાં સારી મિત્રતા થઈ ગઈ. એક દિવસ ગુડ્ડુીએ દીકરાને કહ્યું કે તે ઘરે બેઠા બેઠા કંટાળે છે, તેને પણ કાંઈક કામ કરવું છે. જે બાદ અનિલ અને વૈશાલીના મનમાં ઑનલાઈન બિઝનેસનો આઈડિયા આવ્યો. તેણે આ આઈડિયા બંને મમ્મીઓ સાથે શેર કર્યો તો તેમને પણ પસંદ આવ્યો. બસ પછી તો શું, બંનેએ તૈયાર બાદ 2017ના અંતમાં ગીક મંકી નામની ઑનલાઈન ગિફ્ટિંગ પ્લેટફૉર્મની શરૂઆત કરી.

લોકલ આર્ટિઝનને જોડ્યા અને યૂનીક આઈટમ્સ પર ફોકસ રાખ્યું
નિશા કહે છે કે, માર્કેટમાં પહેલાથી જ અનેક આવા પ્લેટફોર્મ હતા. હવે અમારી સામે સૌથી મોટો પડકાર એ હતો કે એવું શું કરીએ કે લોકો અમારા પ્લેટફૉર્મ પર આવે. જે બાદ મે અને ગુડ્ડુીએ સ્થાનિક કલાકારોનો સંપર્ક કર્યો અને તેમણે બનાવેલા ગિફ્ટ આઈટમ્સ રાખવાનું શરૂ કર્યું, સાથે જ પોતાની વેબસાઈટ પર ખાલી યુનિક અને બજેટ ફ્રેન્ડલી ગિફ્ટ જ રાખવાનું નક્કી કર્યું અને તે અમારી ખાસિયત બની.

આજે નિશા અને ગુડ્ડી એક સફળ બિઝનેસ ચલાવે છે. તે પોતાની સફતાનો જશ સ્થાનિક કલાકારોને આપે છે. 110 પ્રોડક્ટથી શરૂ થયેલો બિઝનેસ આજે 1300 પ્રકારના યૂનિક ગિફ્ટ આખા દેશમાં ડિલીવર કરે છે. તેમની પાસે 99 રૂપિયાથી લઈને 13 હજાર સુધીના ગિફ્ટ આઈટમ છે. હવે તેમના કામમાં અનિલ અને વૈશાલી પણ મદદ કરે છે. નિશાના દીકરા હર્ષિત ગુપ્તા પણ પોતાની બેંકની નોકરી છોડીને માની કંપનીનું માર્કેટિંગ જુએ છે. નિશા જણાવે છે કે આજે તેમની પાસે 12 લોકોનો પર્મેનેન્ટ સ્ટાફ છે, સાથે 40 લોકો ફ્રી લાન્સર તરીકે જોડાયેલા છે. જેમની સેવા જરૂર મુજબ લેવામાં આવે છે.

બિઝનેસ સાથે જોડાયેલા અનુભવો યાદ કરતા નિશા અને ગુડ્ડી કહે છે કે, પહેલું વર્ષ શિખવામાં જ જતું રહ્યું. તે વર્ષે માત્ર 15 લાખનું ટર્નઓવર થયું. પરંતુ એ વર્ષે અમે ખૂબ જ શીખ્યું. આ જ કારણ છે કે બીજા વર્ષે ટર્નઓવર 2 કરોડ થયું. હવે અમે તેમાં દર વર્ષે 50 ટકા ગ્રોથ માટે પ્લાન કરી રહ્યા છે. નિશા કહે છે કે, સ્થાનિક કલાકારોને મોટી ઈ-કોમર્સ કંપનીની વેબસાઈટ અને એપ પર પ્લેટફૉર્મ તો મળી જાય છે, પરંતુ તેની ફૉર્માલિટીઝ અને કમિશન વધુ છે. જેનાથી તેમને વધુ ફાયદો નથી થતો. અમારો પ્રયાસ છે કે હવે અમે બીજા સ્થાનિક કલાકારોને પણ અમારા પ્લેટફોર્મ પર લાવીએ. અમે તેમની પાસેથી કોઈ પણ પ્રકારની ફી નહીં લઈએ.

You cannot copy content of this page