84 વર્ષીય ધરમપાજીએ પોતાના લાડલા પૌત્રને જીમમાં આપી ટ્રેનિંગ

મુંબઈઃ 84 વર્ષીય બોલિવૂડ સ્ટાર ધર્મેન્દ્ર સોશિયલ મીડિયામાં પોતાના વીડિયોને કારણે ચર્ચામાં રહેતા હોય છે. આ વખતે તેમણે પોતાના પૌત્ર કરન દેઓલ (સની દેઓલનો દીકરો) સાથેનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તે કરન દેઓલને જીમમાં વર્ક આઉટ કરાવતા જોવા મળે છે. ધર્મેન્દ્ર પાછળથી ગાઈડ કરે છે. ધર્મેન્દ્રનો આ વીડિયો ચાહકોને ઘણો જ પસંદ આવ્યો છે.

શું કહ્યું ધર્મેન્દ્રે?
ધર્મેન્દ્રે પૌત્ર કરન દેઓલ સાથેનો વીડિયો પોસ્ટ કરીને કહ્યું, માત્ર ભગવાન પર છોડી દો, જે તમે નથી કરી શકતા. એક સારું દિમાગ, તમને સારા વ્યક્તિ બનાવી શકે છે. વીડિયોમાં દાદા-પૌત્રનું બોન્ડિંગ કમાલનું જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે કરન દેઓલે ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતુ. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.

મોટા ભાગે ફાર્મ હાઉસમાં રહે છે
બોલિવૂડના હીમેન કહેવાતા ધર્મેન્દ્રનું સાચું નામ ધરમ સિંહ દેઓલ છે. તેમના પિતા હેડ માસ્ટર હતાં. 1960માં ‘દિલ ભી તેરા હમ ભી તેરે’થી બોલિવૂડ ડેબ્યૂ શરૂ કર્યું હતું. ધર્મેન્દ્રે બે લગ્ન કર્યાં છે, એક પ્રકાશ કૌર સાથે અને બીજા હેમા માલિની સાથે. બંને પત્નીઓ અલગ-અલગ રહે છે. ધર્મેન્દ્ર હવે પોતાના ફાર્મ હાઉસમાં ઓર્ગેનિક ખેતી કરીને સમય પસાર કરે છે.

About Rohit Patel

Rohit Patel is our Senior Most Content Writer in tech, entertainment and sports. He experience in digital Platforms from 5 years.

View all posts by Rohit Patel →

Leave a Reply