Only Gujarat

Bollywood

અનુષ્કા શર્માથી લઈ રણવીર કપૂર સુધી, જુઓ 12 સેલેબ્સના રમુજી ફોટા

મુંબઈઃ દેશમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યાં છે. આ સાથે જ દેશમાં કોરોના કેસની સંખ્યા 9 લાખને પાર ગઈ છે. એવામાં અનલૉક – 2 સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યું છે. જેમાં મોલ, મંદિર, હોટેલ, ઓફિસ અને ઇન્ડસ્ટ્રીઝ નિયમો સાથે શરૂ કરવામાં આવી છે. તો બોલિવૂડમાં ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ ફિલ્મ, સિરિયલ અને વેબ-સીરીઝના શૂટિંગ શરૂ કરવામાં આવ્યા છે. સેલેબ્સ, ક્રૂ-મેમ્બર પણ શૂટિંગ દરમિયાન ચોક્કસ તકેદારી રાખી રહ્યા છે. એવામાં અનેક સ્ટાર્સના ફોટો અને વિડિયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહ્યા છે. આ વખતે સોશિયલ મીડિયામાં મોટાભાગના સ્ટાર્સના રમુજી ફોટો પણ શેર કરવામાં આવી રહ્યાં છે.

અનુષ્કા શર્મા – દીશા પટની
આ બંને એક્ટ્રેસનો ફિલ્ટર ફોટો ખૂબ જ મજેદાર છે. ફોટોમાં એક તરફ અનુષ્કા શર્માનો ચમકતો ચહેરો દેખાઇ રહ્યો છે. તો બીજા ફોટોમાં દિશા પટનીનું પિયર્સિંગવાળું ફોટો ફિલ્ટર પણ ખુબ જ મજેદાર લાગી રહ્યું છે.

પ્રિયંકા ચોપરા – વરુણ ધવન
આ ફોટોમાં પ્રિયંકા ચોપરા ગ્લીટર ફિલ્ટર સાથે જોવા મળી રહી છે. તો વરુણ ધવન પપી ફિલ્ટરમાં ખૂબ જ ક્યુટ દેખાઈ રહ્યો છે.

શિલ્પા શેટ્ટી – કરિશ્મા કપૂર
એક્ટ્રસ, ડાન્સર શિલ્પા શેટ્ટી અને કરિશ્મા કપૂરનો આ ફિલ્ટર ફોટો કોઈપણનું દિલ જીતી શકે છે. આ ફોટો જે સમયે સામે આવ્યો ત્યારે પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.

દિલજીત દોસાંજ – મીરા રાજપૂત
આ ફિલ્ટર ફોટોમાં એક્ટર દિલજીત દોસાંજ અને એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતને ઓળખવા મુશ્કેલ છે. જોકે, બંને ખૂબ જ ફોટોમાં ક્યુટ લાગી રહ્યા છે.

દીપિકા પાદુકોણ – રણવીર સિંહ
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની જોડી બોલિવૂડની શાનદાર જોડીઓમાંથી એક છે. આ ફિલ્ટર ફોટોમાં દીપિકા પાદુકોણ ખૂબ જ ક્યુટ લાગી રહી છે. તો રણવીર સિંહનો પણ સ્વેગ તેમના ફોટોમાં જોવા મળી રહ્યો છે.

રણબીર કપૂર – શાહિદ કપૂર
આ ફિલ્ટર ફોટોમાં રણબીર કપૂર મહિલાઓના ઘરેણાંમાં જોવા મળી રહ્યો છે. આ ફોટો તે સમયે પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. તો બીજા ફોટોમાં શાહિદ કપૂર તેમની દીકરી મીશા સાથે જોવા મળી રહ્યો છે. આ ફોટો પણ ખૂબ જ ક્યુટ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page