Only Gujarat

Bollywood

28 વર્ષ પહેલાં છેલ્લીવાર આ ફિલ્મમાં જોવા મળી હતી અમિતાભની આ એક્ટ્રસ

મુંબઈઃ 29 વર્ષ પહેલા આવીલે અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘હમ’ના પોપ્યુલર ગીત ‘જુમ્મા ચુમ્મા’ની એક્ટ્રસ કિમી કાટકર લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. કિમી કાટકર છેલ્લીવાર 1992માં આવેલી ફિલ્મ ‘જુલ્મ કી હુકૂમત’માં જોવા મળી હતી. આ પછી તેઓ ફિલ્મમાં જોવા મળ્યા નથી. બોલિવૂડમાં બોલ્ડ ઇમેજ માટે જાણીતા કિમી કાટકરે 20 વર્ષની ઉંમરે તેમના કરિયરની શરૂઆત 1985માં આવેલી ફિલ્મ ‘પત્થર દિલ’થી કરી હતી.

ફિલ્મોથી દૂર થયા પછી કિમી કાટકર અત્યારે તેમના પરિવારમાં વ્યસ્ત છે. 55 વર્ષના કિમી કાટકરનો લૂક પણ ઘણો બદલાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, કિમી કાટકરને ફિલ્મ ‘ટાર્ઝન’થી મળી હતી. ફિલ્મ‘ટાર્ઝન’માં કિમી સાથે ઓપોઝિટ હેંમત બિર્ઝ હતા. ફિલ્મમાં બોલ્ડ સીનના લીધે કિમી કાટકરને ખૂબ જ લોકપ્રિયતા મળી હતી.

ફિલ્મમાં કિમી કાટકરે એટલા બોલ્ડ સીન આપ્યા કે તેમની ઇમેજ એક બોલ્ડ હીરોઈનની થઈ ગઈ. આ ફિલ્મ પછી કિમીને અનેક ફિલ્મમાં કામ મળ્યું હતું.

કિમી કાટકરનો 11 ડિસેમ્બર 1965એ જન્મ થયો હતો. કિમી કાટકરે ‘વરદી’, ‘મર્દ કી જુબાન’, ‘મેરા લહૂ’, ‘દરિયા દિલ’, ‘હમ’, ‘ગેર કાનૂની’, ‘જૈસા કરની વૈસી ભરની’, ‘શેરદીલ’ અને ‘જુલ્મ કી હકૂમત’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

કિમી કાટકર જેટલો સમય ફિલ્મી દુનિયામાં રહ્યાં ત્યાં સુધી તેમની છબી એક બિંદાસ એક્ટ્રસ સુધીની બની રહી હતી. 1992 પછી તે અચાનક ફિલ્મી દુનિયાથી ગાયબ થઈ ગઈ હતી. કિમીએ બોલિવૂડ એક્ટ્રેસ સાથે થતાં શોષણને લીધે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી.

કિમી કાટકરને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની રીત પસંદ આવી નહોતી. કિમી કાટકરે બોલિવૂડને અલવિદા કહેતા પહેલાં કહ્યું હતું કે, ‘હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી હેરાન થઈને જઈ રહી છું અને એક્ટિંગ પણ છોડી રહી છું.’

કિમીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટ્રસ સાથે થતાં શોષણ પર સવાલ કર્યા હતાં. કિમી કાટકરે કહ્યું હતું કે, ‘ફિમેલ સ્ટાર્સ કરતાં મેલ એક્ટર્સને વધારે માન આપવામાં આવે છે. આ કારણે હું બોલિવૂડને અલવિદા કહું છું.’

કિમી કાટકરે પુણેના એડ ફિલ્મમેકર અને ફોટોગ્રાફર શાંતનુ શ્યોરે સાથે લગ્ન કર્યા છે. લગ્ન પછી તેમણે બોલિવૂડને હંમેશા માટે અલવિદા કહી દીધુ અને ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં વસી ગયા.

કિમી કાટકર ઘણાં વર્ષો પછી અત્યારે પાછા આવ્યા છે અને પતિ શાંતનુ અને દીકરા સિદ્ધાર્થ સાથે પુણેમાં રહે છે. કિમી કાટકર ક્યારેક મુંબઈ પણ આવતાં-જતાં રહે છે.

કિમી કાટકરે તેમના 7 વર્ષના કરિયરમાં લગભગ 45થી વધુ ફિલ્મમાં કામ કર્યું હતું. જેમાં ‘દોસ્તી દુશ્મની’, ‘મર્દ કી જુબાન’, ‘પાંચ પાપી’, ‘જલજલા’, ‘સોને પે સુહાગા’, ‘તોહફા મોહબ્બત કા’, ‘મુલ્ઝિમ’, ‘ઇંતકામ’, ‘ધર્મયુદ્ધ’, ‘દરિયાદિલ’, ‘રામા ઓ રામા’, ‘મેરી જુબાન’, ‘આજ કા શહેંશાહ’, ‘કાલા બાજાર’, ‘કહા હૈ કાનૂન’, ‘ગૈરકાનૂની’, ‘જૈસી કરની વૈસી ભરની’, ‘ખોજ’, ‘ગોલા બારૂદ’, ‘આગ સે ખેલેંગે’, ‘તેજા’, ‘જિમ્મેદાર’, ‘હમશે ન ટકરાના’, ‘રોટી કી કિંમત’, ‘તકદીર કા તમાશા’, ‘ખૂન કા કર્ઝ’, ‘નંબરી આદમી’, ‘હમ’, ‘હમલા’, ‘સિરફિરા’ અને ‘સિયાસત’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page