સુશાંત સિંહના મોત બાદ આલિશાન બંગલો પડ્યો હતો ખાલી, આ વ્યક્તિએ હિંમત દાખવી ભાડે રાખ્યો

સુશાંત સિંહ રાજપુતનું જે ઘરમાં અવસાન થયું હતું તે ફ્લેટ તેમણે ત્રણ વર્ષ માટે ભાડે લીધો હતો, તેઓ ત્યાં ડિસેમ્બર 2022 સુધી રહેવાના હતા, પરંતુ વર્ષ 2020માં જ તેમણે તે ઘરમાં આત્મહત્યા કરી હતી. 

સુશાંતના અવસાનને અઢી વર્ષ થઇ ગયા છે પરંતુ આજે પણ તેમના ફેન્સ તેમને યાદ કરે છે. હાલ તેમના આત્મહત્યા બાબતે રોજ નવા ખુલાસાઓ આવે છે ત્યારે એક નવી જાણકારી સામે આવી છે કે સુશાંત સિંહ મુંબઈમાં જે ઘરમાં છેલ્લે રહેતા હતા તે ઘરમાં હવે નવો ભાડુઆત આવશે. 

એમએસ ધોની અને છીછોરે જેવી શબ્દાર ફિલ્મમાં અભિનય કરનાર સુશાંત સિહે મુંબઈમાં બાંદ્રા વિસ્તારમાં એક ફ્લેટ ભાડે રાખ્યો હતો અને તેમણે ડિસેમ્બર 2022 સુધી ભાડે રાખ્યો હતો. હવે ખબર છે કે એ ઘરને નવો ભાડુઆત મળી ગયો છે અને તે જલ્દી આ ઘરમાં શિફ્ટ થશે. સુશંતના મૃત્યુ બાદ લગભગ અઢી વર્ષથી કાર્ટર રોડ પર આવેલ તેમનું આ આલીશાન ઘર બંધ પડ્યું હતું. 

વર્ષ 2020માં લોકડાઉન દરમિયાન અચાનક સુશાંત સિંહના મૃત્યુએ આખા બોલીવુડને હચમચાવી દીધું હતું. રીપોર્ટ અનુસાર સુશાંતે તેના આ ઘરમાં જ આત્મહત્યા કરી હતી અને ત્યારથી આ ઘર ખાલી પડ્યું હતું પણ હવે તેના મકાન માલિકને નવો ભાડુઆત મળી ગયો છે. 

આ ફ્લેટના માલિક હાલ વિદેશમાં સ્થાયી છે પણ હાલ તેઓ ભાડુઆત શોધી રહ્યા છે, આ ઘરના ભાડા પેટે નવા ભાડુઆતે મહીને લગભગ 5 લાખ રૂપિયા ચૂકવવાના રહેશે. હાલ ઘર માટે ઘણા લોકો સાથે વાત ચાલી રહી છે અને ડીલ જલદી ફાઈનલ થઇ જાય તેવી સંભાવના છે. સુત્રો અનુસાર થોડા સમય પહેલા આ ઘરમાં કોઈ રહેવા માટે તૈયાર ન હતું પણ હવે એક્ટરના અવસાનને બે વર્ષથી વધારે સમય થઇ ગયો છે તો લોકોમાં બદલાવ આવી રહ્યો છે. 

આ ઘર સુશાંત સિંહ રાજપૂતે ત્રણ વર્ષ માટે ભાડે લીધું હતું અને તેની લીઝ ડિસેમ્બર 2022 સુધી એક્ટરના નામે હતી. આ ઘરમાં સુશાંત તેની ગલફ્રેન્ડ રિયા ચક્રવર્તી, મિત્ર સિદ્ધાર્થ પીઠાની અને નોકર નીરજ અને કેશવ સાથે રહેતા હતા.