Only Gujarat

International

રસોયાએ ટેસ્ટી ભોજન બનાવીને શેઠાણીને પટાવ્યા

લગ્ન કરવા એ જીવનનો સૌથી મોટો નિર્ણય હોય છે. એવામં દરેક યુવતી પોતાના માટે વિચારીને જ જીવનસાથી પસંદ કરે છે. પરંતુ ઘણીવાર માતા-પિતા પુત્રીના લગ્ન ઉંમરમાં મોત વ્યક્તિ સાથે કરાવતાં હોય છે. એવું ત્યારે બને છે જ્યારે કોઈ વ્યક્તિ સરકારી નોકરી કરતો હોય અથવા કરોડપતિ હોય. પરંતુ તમે કોઈ જવાન યુવતીને આધેડ નોકર સાથે લગ્ન કરતાં જોયું છે અને એ પણ એરેન્જ નહીં પરંતુ લવ મેરેજ.

જોકે સોશિયલ મીડિયા પર હાલ એક અનોખી લવ સ્ટોરી વાયરલ થઈ છે. આ પ્રેમ કહાનીમાં પ્રેમિકાની ઉંમર 22 વર્ષની છે જ્યારે પ્રેમીની 55 વર્ષ છે. એટલે બન્ને વચ્ચે 33 વર્ષનું અંતર છે. યુવતીનું નામ આલિયા છે અને તો આધેડનું પ્રેમીનું નામ રફિક છે. રફિક પહેલા આલિયાના ઘરે નોકરનું કામ કરતો હતો, પરંતુ હવે તે તેનો પતિ બની ગયો છે. કેમ કરીને એક નોકરે જવાનઅને ખુબસુરત યુવતીને પટાવી લીધી?

આલિયા અને રફીકની લવ સ્ટોરીને પાકિસ્તાની યુટ્યુબર સૈયદ બાસિત અલીએ પોતાની ચેનલ પર અપલોડ કરી છે. આ કપલ પણ પાકિસ્તાનનું છે. સૈયદને આપવામાં આવેલ ઈન્ટરવ્યૂમાં બન્નેએ પોતાની પ્રેમ કહાની પરનો પડદો હટાવ્યો હતો. આ બન્નેની પહેલી મુલાકાત એક રિક્ષામાં થઈ હતી. જ્યાં એક યુવક આલિયાને લાઈન મારી રહ્યો હતો. એવામાં રફીકે તેની ધોલાઈ કરી હતી.

ત્યાર બાદ રફીક આલિયાને જોવા લાગ્યો હતો. એવામાં આલિયાએ તેને થપ્પડ મારી હતી. ત્યાર બાદ રફીકે આલિયાના ઘર સુધી પીછો કર્યો હતો. બાદમાં તે ઘરે પરત ફર્યો હતો. ત્યાર પછી રફીક ઘણીવાર આલિયાના ઘરે આવવા લાગ્યો હતો. એક દિવસ તેણે આલિયાને કહ્યું કે, હું નોકરી શોધી રહ્યો છું.ઘરનું બધું જ કામ કરી શકું છું, જમવાનું પણ બનાવું છું. ત્યાર બાદ આલિયાએ તેને પોતાના ઘરે નોકર બનાવીને રાખ્યો હતો.

એક દિવસ રફીકે આલિયાનાં કહ્યાં પર હાંડી મટન બનાવ્યું હતું. આ મટન આલિયાને એટલું સારું લાગ્યું હતું કે તેને રફીક સાથે પ્રેમ થઈ ગયો હતો. ત્યાર બાદ બન્નેની પ્રેમ કહાની આગળ વધવા લાવી હતી અને તે બન્નેએ લગ્ન કરી દીધી. હવે રફીક ઘરનું બધું જ કામ કરે છે જ્યારે આલિયા ઘરનો ખર્ચો કાઢે છે.

આ લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. વીડિયો જોઈને લોકો અલગ-અલગ રિએક્શન આપી રહ્યાં છે. કોઈએ આને સાચો પ્રેમ બતાવ્યો તો કોઈ બોલ્યું આલિયાને એક સ્થાયી નોકર ફ્રીમાં જોઈતો હતો તેના માટે તેણે લગ્ન કર્યાં.

You cannot copy content of this page