Only Gujarat

FEATURED International

કોરોનાના હાહાકાર વચ્ચે નવી બીમારીએ દેખા દેતા ચિંતા, જો સમયસર ઈલાજ ન થયો તો…

અત્યાર સુધીમાં દેશમાં લોકો કોરોના વાયરસથી પરેશાન હતા, હવે દેશમાં કોરોના વાયરસથી પણ વધુ ભયંકર બીમારી આવી ચૂકી છે. આ રોગનો પહેલો કેસ ગુજરાતના સુરતમાં જોવા મળ્યો છે. સુરતમાં એક બાળકમાં આ રોગના લક્ષણો જોવા મળ્યા છે.

આ રોગને મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ (Multisystem Inflammatory Syndrome) કહેવામાં આવે છે. તેને (MIS-C) એમઆઈએસ-સી પણ કહેવામાં આવે છે. પહેલો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ સુરત અને ગુજરાતમાં લોકોની ચિંતા વધી ગઈ છે.

સુરતમાં રહેતા એક પરિવારના 10 વર્ષના બાળકના શરીરમાં મલ્ટિ સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમનાં લક્ષણો જોવા મળ્યાં છે. આશ્ચર્ય એ વાતનું છે કે આ રોગ અત્યાર સુધી ફક્ત અમેરિકા અને યુરોપનાં દેશોમાં થતો હતો. આ કેસના મોટાભાગના મામલા ત્યાં જોવા મળતા હતા.

પરિવારે તેમના પુત્રને સુરતની હોસ્પિટલમાં દાખલ કર્યો છે. બાળકને તાવ છે. તેને ઊલટી, ખાંસી આવે છે, ઝાડા થયા છે. સાથે જ તેની આંખો અને હોઠ પણ લાલ થઈ ગયા છે. પહેલા સુરતનાં ડો. આશિષ ગોટીએ બાળકને તપાસ્યું. ત્યારબાદ તેમણે સુરત અને મુંબઇના અન્ય ડોકટરોની પણ સલાહ લીધી હતી. તપાસ રિપોર્ટમાં બહાર આવ્યું છે કે બાળકમાં મલ્ટિ-સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમનાં લક્ષણો છે.

આ સમયે આ ખતરનાક રોગ સામે લડતા આ બાળકનું હાર્ટ પમ્પિંગ 30 ટકા ઘટ્યું છે. તેના શરીરની નસોમાં સોજો આવી ગયો હતો. આ કારણે તેને હાર્ટ એટેક આવી શકતો હતો પરંતુ સાત દિવસની સારવાર બાદ તેને ઘરે મોકલી દેવામાં આવ્યો. પરંતુ ડોકટરોએ આ રોગ દેશભરમાં ફેલાવાની આશંકા વ્યક્ત કરી છે.

આ રોગની ઝપેટમાં 3 વર્ષના બાળકથી લઈને 20 વર્ષ સુધીના કિશોર આવી શકે છે. બાળકોએ વધુ કાળજી લેવાની જરૂર છે. ડોકટરોનું કહેવું છે કે કોરોનાની જેમ તેની પણ તપાસ કરવી મુશ્કેલ છે. MIS-Cને ટાળવાનો એકમાત્ર રસ્તો તેના લક્ષણોને ધ્યાનમાં રાખવું છે. જલદી બાળકને તાવ, ઉલટી, ઝાડા, લાલ આંખો અને હોઠ દેખાય તો તુરંત બાળકોના ડોક્ટરને બતાવો. તેનો ઉપાય છે પરંતુ જો સમયસર ઉપચાર ન કરવામાં આવે તો તે કોરોના કરતાં વધુ જોખમી હોઈ શકે છે.

આ પહેલી ઘટના છે જ્યારે કોરોના સિવાય MIS-C નામની બીમારી સુરતમાં સામે આવી છે. આ કિસ્સામાં તમારા બાળકોને વધુ કાળજી લેવાની જરૂર છે કારણ કે આ રોગ બાળકોને શિકાર બનાવે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page