Only Gujarat

FEATURED Sports

ચાર મહિના બાદ હાર્દિક પંડ્યા મળ્યો પોતોના લાડલા દીકરાને, જઈને તરત જ પીવડાવા લાગ્યો દૂધ!

મુંબઈઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ચાર મહિના બાદ અંતે દીકરા અગસ્ત્યને મળ્યો છે. હાર્દિકે સોશિયલ મીડિયામાં દીકરાની તસવીર પણ શૅર કરી છે. હાર્દિક દીકરાને મળ્યા બાદ ઘણો જ ખુશ જોવા મળ્યો હતો. 

હાર્દિકે દીકરાની તસવીર શૅર કરીને કહ્યું હતું કે નેશનલ ડ્યૂટીથી પિતાની ડ્યૂટી સુધી. આ તસવીરમાં હાર્દિક ખોળામાં દીકરાને લઈને દૂધ પીવડાવે છે. 

હાર્દિક પંડ્યા 30 જુલાઈના રોજ પિતા બન્યો હતો. ત્યારબાદ તે તરત જ આઈપીએલમાં વ્યસ્ત થઈ ગયો હતો. પછી તે ઓસ્ટ્રેલિયામાં ટી 20 તથા વનડે સીરિઝ માટે જતો રહ્યો હતો. અહીંયા તેનું પ્રદર્શન ઘણું જ સારું રહ્યું હતું. 

ઓસ્ટ્રલિયા વિરુદ્ધની ત્રણ વન ડે તથા ટી-20માં પંડ્યાએ શાનદાર પ્રદર્શન કરીને ચાહકોના દિલ જીતી લીધા હતા. ટી-20ની જીતમાં હાર્દિકનો મહત્વનો ફાળો રહ્યો છે. તેણે ત્રણ ટી 20 મેચમાં કુલ 78 રન બનાવ્યા હતા તો વન ડેમાં 210 રન ફટકાર્યાં હતાં. હાર્દિક ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની ટેસ્ટ સિરીઝમાં સામેલ નથી. 

ટી 20માં મેન ઓફ ધ સીરિઝ જીત્યા બાદ હાર્દિકે કહ્યું હતું, ‘હું બહુ જ ખુશ છું. આ અવોર્ડ મેળવવાનું વિચાર્યું પણ નહોતું. બસ ટીમને જીતાડવાનો પ્રયાસ હતો. હું મારા બાળકને ચાર મહિનાથી મળ્યો નથી અને હવે તેની સાથે સમય પસાર કરવા માગું છું. ’

You cannot copy content of this page