Only Gujarat

Bollywood FEATURED

કોરોનાની સામે ફરી મેદાનમાં ઉતર્યો અક્ષય કુમાર, ગરીબોના ખાતામાં જમા કરાવ્યા આટલા પૈસા

બોલીવુડ અભિનેતા અક્ષય કુમારે સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિયેશન(CINTAA)ને 45 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી છે. કોરોના વાયરસનો પ્રકોપ સૌ કોઈ પર જોવા મળી રહ્યો છે. એક તરફ જ્યાં તેનાથી લાખો લોકો સંક્રમિત થયા છે, તો બીજી તરફ તેના કારણે મોટી સંખ્યામાં લોકોને આર્થિક ફટકો પણ પડી રહ્યો છે. કોરોના વાયરસના કારણે દેશભરમાં લૉકડાઉન થતા અનેક દૈનિક મજૂરો અને ગરીબોને આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં બોલીવુડના અનેક સિતારાઓ પણ તેમની મદદમાં આગળ આવી રહ્યા છે.

સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિયેશનને અક્ષય કુમારે આ આર્થિક મદદ જુનિયર કલાકારોના સહાયતમ માટે આપી છે. સાથે જ તેમણે પીપીઈ કિટ અને માસ્ક પણ વહેંચ્યા છે. આ વાતની જાણકારી સિન્ટાના જોઈન્ટ સેક્રેટરી અને અભિનેતા અમિત બહેલે આપી છે. તેમણે કહ્યું કે આ પહેલ અમારી સમિતિના સભ્ય અયૂબ ખાને કરી હતી. તેમણે અભિનેતા જાવેદ જાફરી સામે લોકોની નોકરી જવાની અને ભરણપોષણ ન થવાની પરેશાનીને રાખી.

અમિત બહેલે વધુમાં જણાવ્યું કે જ્યારે જાવેદભાઈએ સાજિદ નડિયાદવાલાને આ વાત કહી તો તેમણે અક્ષય કુમાર સાથે વાત કરી. અક્ષય કુમારે પરેશાની સાંભળીને અમારી પાસેથી યાદી માંગી અને મદદ કરવાનો નિર્ણય કર્યો. તેમણે દરેકના બેંક ખાતામાં 3 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા. અમે તેમને કુલ 1500 લોકોની યાદી આપી હતી. જે કુલ મળીને 45 લાખ રૂપિયા થયા.

અમિત બહેલે એ પણ જણાવ્યું કે સાજિદ અને અક્ષયે એ પણ વચન આપ્યું છે કે, જો આગળ પણ કોઈ પરેશાની આવે છે અને મજૂરોને કોઈ મુશ્કેલી થયા છે તો, તેઓ મદદ કરશે. તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર અનેક વાર કોરોના સામેની જંગમાં મદદ કરી ચુક્યા છે. તેમણે પ્રધાનમંત્રી કેર્સ ફંડમાં 25 કરોડની સહાય કરી હતી.

તમને જણાવી દઈએ કે અક્ષય કુમારે 25 કરોડની આર્થિક મદદનો ખુલાસો પોતાના ટ્વીટમાં કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, ‘આ સમય એવો છે જ્યારે કોઈ પણ વ્યક્તિનો જીવ સૌથી વધુ કિંમતી છે.

એવામાં આપણે એ બધું કરવું જોઈએ જે મદદ માટે જરૂરી છે. એવામાં હું મારી બચતમાંથી 25 કરોડ રૂપિયાની મદદ કરું છે. કારણ કે જાન છે તો જહાન છે.’ અક્ષય કુમારના આ નિર્ણયના તેના ચાહકો અને અન્ય લોકોએ પણ ખૂબ જ વખાણ કર્યા હતા.

You cannot copy content of this page