Only Gujarat

Bollywood

ધરમપાજીની પહેલી પત્ની જીવે છે ગુમનામ જીવન, ભાગ્યે જ જાહેરમાં જોયા હશે

મુંબઈઃ ગ્લેમરસ દુનિયામાં જ્યાં સંબંધો સાથે સાથે ચાલે છે તો ઘણાં લગ્ન પણ ટૂટી જાય છે. કેટલાક કલાકાર પોતાના બાળપણની ફ્રેન્ડ સાથએ લગ્નના બંધનમાં બંધાય છે તો ઘણાં અરેન્જ મેરેજમાં વિશ્વાસ કરે છે. દિગ્ગજ એક્ટર ઘર્મેન્દ્રની લવ સ્ટોરી ખૂબ જ અલગ છે. વર્ષ 1957માં ધર્મેન્દ્રના પહેલાં લગ્ન પ્રકાશ કૌર સાથે થયાં હતાં. જોકે, ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરના લગ્નના ફોટો ખૂબ જ ઓછા સામે આવ્યાં છે. અમે તમને બતાવીએ બંનેના અનસીન ફોટો.

એક લગ્નનાં કાર્યક્રમમાં ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌર સાથે પહોંચ્યા હતાં. બંનેએ સાથે સ્ટેજ પર પોઝ પણ આપ્યો હતો. ફોટોમાં ધર્મેન્દ્ર હંમેશાની જેમ ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યાં હતાં. તેમણે સૂટ પહોર્યો હતો અને તેમની પત્ની પ્રકાશ કૌરે સાડી પહેરી છે.

એક લગ્નનાં કાર્યક્રમમાં ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌર સાથે પહોંચ્યા હતાં. બંનેએ સાથે સ્ટેજ પર પોઝ પણ આપ્યો હતો. ફોટોમાં ધર્મેન્દ્ર હંમેશાની જેમ ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યાં હતાં. તેમણે સૂટ પહોર્યો હતો અને તેમની પત્ની પ્રકાશ કૌરે સાડી પહેરી છે.

પ્રકાશ કૌરે ધર્મેન્દ્રના બીજા લગ્ન અંગે પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘કદાચ તે દુનિયાના બેસ્ટ પતિ ના હોય પણ, ખૂબ જ સારા છે. એક સારા પિતા છે. તેમના બાળકો તેમને ખૂબ જ પ્રેમ કરે છે. તે તેમને ક્યારેય નજરઅંદાજ કરતાં નથી. દરેક લોકોને લાગે છે કે, મેં મારા પતિ સાથે ડિલ કરી હતી કે તે હેમા માલિની સાથે લગ્ન કરી લે અને મારા બાળકોનું કરિયર આગળ વધારશે. આ સાચુ નથી. આ કેવી રીતે સંભવ છે.?’

વર્ષ 2018ના નવા વર્ષના અવસરે ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌર અને તેમના બાળકો સાથે સમય પસાર કરતાં હતાં. સની દેઓલ પણ તેમના ઇન્સ્ટાગ્રામમાં સુંદર ફોટો શેર કરતાં હતાં. જેમાં ધર્મેન્દ્ર, પ્રકાશ કૌર, બોબી દેઓલ અને ખુદ સની દેઓલ હતાં. ઉલ્લેખનીય છે કે, હેમા માલિની સાથે લગ્ન સમયે એવા સમાચાર સામે આવ્યાં હતાં કે તેમણે ઇસ્લામ ધર્મ અપનાવીને હેમા માલિની સાથે લગ્ન કર્યાં છે.

You cannot copy content of this page