Only Gujarat

Bollywood

બોલિવૂડ વિલેન પ્રેમ ચોપડાની દીકરી સાથે આ અભિનેતાએ કર્યા હતા લગ્ન, આવી છે લવસ્ટોરી

મુંબઈ: બોલીવૂડ એક્ટર શરમન જોશીના પિતાનું શુક્રવારે નિધન થયું હતું. 28 એપ્રિલ 1979માં મુંબઇમાં જન્મેલા શરમન જોશી મરાઠી પરિવારમાંથી આવે છે પરંતુ તેમના પિતા અરવિંદ જોશી ગુજરાતી થિએટરના દિગ્ગજ એક્ટર રહી ચૂક્યા છે. શરમને પોતાના કરિયરની શરૂઆત 1999માં આવેલી ફિલ્મ ગોડમધરથી કરી હતી. જો કે તેઓને ઓળખ 2001માં આવેલી ફિલ્મ સ્ટાઇલથી મળી. હાલમાં રીલિઝ થયેલી ફિલ્મ શિકારામાં નજર આવેલા શરમન જોશી બોલીવૂડના જાણીતા વિલેન પ્રેમ ચોપડાના જમાઇ છે.

‘3 ઇડિયટ’ અને ‘ફરારી કી સવારી’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા શરમન જોશીની લવ લાઇફની શરૂઆત ત્યારે થઇ જ્યારે કોલેજમાં ભણતા હતા. અહીં તેમની મુલાકાત એક એવી યુવતી સાથે થઇ જેની સાથે પ્રથમ મુલાકાતમાં જ પ્રેમમાં પડ્યા હતા. એ યુવતીનું નામ હતું પ્રેરણા ચોપડા જે એક્ટર પ્રેમ ચોપડાની દિકરી છે.

પ્રથમ મુલાકાત બાદ પ્રેરણાને પણ શરમન પસંદ આવ્યા હતા. જો કે બંનેએ એક બીજાને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો નહીં. બાદમાં અવાર નવાર મુલાકાત થતી રહી અને સારા મિત્રો બની ગયા.

શરમનને પ્રેરણાની ગંભીરતા અને વર્તન ખુબ જ પસંદ આવ્યું. જો કે બંનેએ ક્યારેય એક બીજાને પ્રપોઝ કર્યું નહીં. પરંતુ મુલાકાતોનો દોર એક વર્ષ સુધી ચાલતો રહ્યો.

1999માં શરૂ થયેલી ડેટિંગ 2000 ખતમ થઇ. ત્યારબાદ બંનેએ 15 જુન 2000માં ગુજરાતી રીતિ-રિવાજથી લગ્ન કર્યા. જે વર્ષે લગ્ન થયા એ વર્ષે શરમન જોશીએ બોલીવૂડમાં પોતાના કરિયરની શરૂઆત પણ કરી. લગ્નના 5 વર્ષ બાદ પ્રેરણાએ ઓક્ટોબર, 2005માં દિકરી ખ્યાનાને જન્મ આપ્યો. ત્યારબાદ જુલાઇ 2009માં તે જુડવા દિકરા વાર્યાન અને વિહાનની માતા બની.

પ્રેમ ચોપડાની ત્રણ દિકરી છે. રકિતા, પુનીતા અને પ્રેરણા. મોટી દિકરી રકિતાએ સ્ક્રીન રાઇટર અને પબ્લિસિટી ડિઝાઇનર રાહુલ નંદા સાથે લગ્ન કર્યા, પુનીતાના લગ્ન સિંગર અને ટીવી એક્ટર વિકાસ ભલ્લા સાથે થયા છે. નાની દીકરી પ્રેરણાએ શરમન જોશી સાથે લગ્ન કર્યા છે.

પ્રેમ ચોપડાના 6 ભાણેજ છે. રકિતા અને રાહુલને એક પુત્રી રિશા છે. તો પુનીતા અને વિકાસ ભલ્લાની એક દીકરી રાચી અને પુત્ર વીર છે. પ્રેરણા અને શરમન જોશીની પુત્રી ખ્યાના અને ટ્વીન્સ વિહાન અને વર્યાન છે.

શરમન જોશીએ 1999માં ડિરેક્ટર વિનય શુકલાની આર્ટ ફિલ્મ ‘ગોડ મધર’થી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તેઓએ ‘સ્ટાઇલ’, ‘એક્સક્યુઝ મી’, ‘શાદી નંબર વન’, ‘રંગ દે બસંતી’, ‘ગોલમાલ’, ‘3 ઇડિયટ્સ’, અને ‘ફરારી કી સવારી’ જેવી અનેક બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું છે.

શરમને પ્લેબેક સિંગર તરીકે 3 ઇડિયટ્સમાં એક સોન્ગ ‘ગિવ મી સમ સન સાઇન…’ પણ ગાયું છે. આ ફિલ્મ માટે તેઓને ફિલ્મ ફેરનો બેસ્ટ સપોર્ટિંગ એવોર્ડ પણ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે શરમન જોશીની બહેન માનસી પણ એક્ટ્રેસ છે. માનસીએ જાણીતા એક્ટર રોહિત રોય સાથે લગ્ન કર્યા છે.

બહેન માનસી અને જીજા રોહિત રોય તથા બાળકો સાથે શરમન જોશી.

You cannot copy content of this page