Only Gujarat

National

દેશના આ શહેરમાં મૃત્યુદર છે ઉંચો, કોવિડ-19ની ઘાતક પ્રજાતિ અહીં મચાવી રહી છે તબાહી

ઈન્દોર: મધ્યપ્રદેશના ઇન્દોરમાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર કરતા ડોકટરોએ એવી સંભાવના વ્યક્ત કરી છે કે, જે દેશમાં કોરોના વાયરસના પ્રકોપથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં સામેલ ઈન્દોરમાં કોવિડ-19ની વધારે ઘાતક પ્રજાતિ અહીં તબાહી મચાવી રહી છે.

આ ચિકિત્સકોનું કહેવું છે કે ઈંદોરના કોવિડ -19 દર્દીઓના નમૂનાઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (એનઆઈવી) પુણેને તપાસ માટે મોકલવામાં આવશે, જેથી તેમના ડરની પુષ્ટિ કરવામાં આવે કે ઈંદોર શહેરની કોવિડ -19 પ્રજાતિનો પ્રકાર દેશના અન્ય ભાગોમાં ચાલતા કોવિડ 19 કરતા વધુ જીવલેણ છે.

ઈંદોર જિલ્લામાં કોવિડ -19 ને કારણે અત્યાર સુધી 57 લોકોનાં મોત નીપજ્યાં છે. પૂણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ ભારતની એક અગ્રણી સંશોધન સંસ્થા છે. ઈન્દોરના મહાત્મા ગાંધી મેમોરિયલ મેડિકલ કોલેજની ડીન જ્યોતિ બિંદલે કહ્યું કે, અમને ખ્યાલ આવી ગયો છે કે ઈન્દોર બેલ્ટમાં કોવિડ -19 ની પ્રજાતિનો પ્રકાર વધુ જીવલેણ છે. તેના વિશે અમે પૂણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી સાથે ચર્ચા કરી છે. અને તેમને ઈંદોરનાં કોવિડ-19 દર્દીઓનાં નમૂના મોકલવા જઈ રહ્યા છે. જેથી વાયરસનાં આનુવાંશિક તત્વને કાઢીને તેની તુલના દેશનાં અન્ય કોરોના વાયરસનાં દર્દીઓના નમૂનાની સાથે કરી શકાય.

તેમણે કહ્યું, “ઉઁચા મૃત્યુદર માટેના અન્ય પરિબળો, જેમ કે દર્દીઓનું મોડેથી હોસ્પિટલમાં આવવાનું પણ સામેલ છે.” તો, અન્ય એક ડોકટરે કહ્યું, ‘ઈન્દોર બેલ્ટમાં લેવામાં આવતા નમુનાઓમાં, દર્દી કોરોના વાયરસથી સંક્રમિત છે કે નહીં તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે. કોવિડ -19ની પ્રજાતિનો પ્રકાર કયો છે તેની જાણકારી મેળવવામાં આવી રહી નથી.

મધ્યપ્રદેશ સરકાર દ્વારા સંચાલિત ઉત્કૃષ્ટતા સંસ્થાનાં પલ્મોનરી મેડિસિનના ડાયરેક્ટર જીતેન્દ્ર ભાર્ગવે પણ ડીન જ્યોતિ બિંદલના વિચોરા સાથે સહમતી દર્શાવી છે. અને કહ્યુ છેકે,ઈંદોરમાં કોવિડ-19ને કારણે થઈ રહેલાં ઉંચા મૃત્યુદરના કારણો ક્યાં છે અને તેના માટે આ વાયરસની આનુવંશિક જાણકારી મેળવવાની સાથે સાથે RNA (રાઈબોન્યૂક્લિક એસિડ) ના તત્વને કાઢીને પરીક્ષણ કરવું જોઈએ.

You cannot copy content of this page