Only Gujarat

Sports

24 કલાકમાં સામે આવ્યું 5 મર્ડરનું રહસ્ય, પત્ની જ હત્યારી છે વિશ્વાસ કરવા તૈયાર નથી પતિ

લઉનઉ: ઉત્તરપ્રદેશના એટા શહેરમાં એક જ પરિવારનાં પાંચ લોકોના મોતની ગુત્થી પોલીસે 24 કલાકની અંદર જ ઉકેલી દીધી છે. પોલીસ મુજબ ખાવામાં ઝેર નાંખીને મારી નાંખવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટનાં આધાર પર પોલીસે દાવો કર્યો છેકે, ખૂની બનેલી વહુએ પહેલાં પોતાના સસરા, પોતાની બહેન અને પોતાના બંને બાળકોને ઝેર ખવડાવીને મોતને ઘાટ ઉતાર્યા, ત્યારબાદ તેમના ગળા દબાવ્યા અને જ્યારે એ વાતનો સંતોષ થયો કે બધા જ મરી ગયા છે, તો પોતે પણ ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પરંતુ પોલીસનાં આ ખુલાસાને કાતિલ પત્નીનાં પતિએ નકારી કાઢ્યો છે. પતિએ કહ્યુ, મારી પત્ની એવું ના કરી શકે, ઘટનાનાં એક કલાક પહેલાં જ મારી તેની સાથે ફોન ઉપર વાત થઈ હતી.

એટા શહેર કોતવાલીનાં મહોલ્લા શ્રૃંગાર નગરમાં રિટાયર્ડ સ્વાસ્થ્ય કર્મી રાજેશ્વર પ્રસાદ પચૌરી (75), તેમની પુત્રવધુ દિવ્યા (35), પૌત્ર આરૂષ (8), આરવ (1) અને પુત્રની સાળી બુલબુલ (23)ની લાશ ઘરમાંથી મળ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો.

પોસ્ટમોર્ટમં રિપોર્ટનાં આધારે પોલીસે મૃત પુત્રવધુ દિવ્યાને ખૂની માની છે. ગૃહ કલેશ હત્યાનું કારણ કહેવામાં આવ્યુ છે. પરંતુ ખૂનીનો પતિ દિવાકરે કહ્યુકે તે એવું કરી શકે નહી. પાંચેયની હત્યા થઈ છે. કોઈએ પરિવારને ખતમ કરવા માટે આ ઘટનાને અંજામ આપ્યો છે. આ મામલે સીબીઆઈ તપાસ થવી જોઈએ. દિવાકર છેલ્લાં 12 વર્ષોથી રુડકીમાં એક દવાની કંપનીમાં કામ કરે છે. સવાર-સાંજ દરરોજ પરિવાર સાથે વાત થતી હતી. તે લોકડાઉન પહેલાં જ ઘરે આવ્યો હતો.

દિવાકરે કહ્યુ, શુક્રવારે રાત્રે આઠ વાગ્યો જ્યારે કોલ કર્યો હતો ત્યારે પિતા સાથે વાત થઈ હતી. ત્યારે જ તેમનાં ભાઈ કલેક્ટ્રેટ બાર એસોસિએશનનાં અધ્યક્ષ રામેશ્વર પ્રસાદ પચોરી ઘરે ગયા હતા. તેઓ લગભગ સાડા સાત વાગ્યે તેમના ઘરેથી આવ્યા હતા. ત્યાં સુધી ઘરનો માહોલ સારો હતો.

પાંચેયની હત્યાના અહેવાલ મળ્યા બાદ પોલીસ ગેસ કટરની મદદથી દરવાજો તોડીને ઘરની અંદર ગઈ તો પાંચેયની લાશો પડી હતી. પોલીસ અધિકારી મુજબ, મુખ્ય દરવાજા પાસે મહિલા દિવ્યાની લાશ હતી. દિવ્યાનાં મોઢામાંથી ફીણ નીકળી રહ્યા હતા. પોલીસ ઉપરનાં રૂમમાં પહોંચી તો બુલબુલની લાશ પલંગ પર મળી હતી. તેનાં ગળા ઉપર નિશાન હતા. બીજા રૂમમાં બંને બાળકોની લાશ મળી હતી.

પોલીસ મુજબ મોટા પુત્ર આરૂષનાં મોઢામાંથી ફીણ નીકળી રહ્યા હતા તો તેના ચહેરા ઉપર લોહીનાં નિશાન હતા. નાના પુત્રનાં મોઢામાંથી પણ ફીણ નીકળી રહ્યા હતા.સાથે જ રાજેશ્વર પ્રસાદ પચોરીનાં રૂમમાં પહોંચ્યા તો તેઓ પણ મૃત અવસ્થામાં મળ્યા હતા. અલગ-અલગ ઈજા અને લાશો મળવાની સ્થિતિને લઈને અધિકારીઓ અને પોલીસ પણ ગુંચવણમાં હતી. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સચ્ચાઈ સામે આવી હતી.

You cannot copy content of this page