ક્રિકેટર્સની પત્નીઓને પણ ટક્કર આપે છે સૂર્યાકુમાર યાદવની પત્ની દેવિશા

હાલ ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે ટી20 સીરિઝ રમાઈ રહી છે જેમાં ભારતીય ટીમનો ખેલાડી સૂર્યાકુમાર યાદવની બહુ બોલબાલા છે. 7 તારીખે રાજકોટમાં રમાઈ રહેલી મેચમાં સૂર્યાકુમારે ચોગ્ગા-છગ્ગાના વણઝારથી સદી ફટકારી હતી જેને લઈને ભારત સહિત વિદેશી ખેલાડીઓ પણ વિચારમાં પડી ગયા હતાં. સૂર્યાકુમાર પ્રોફેશનલ જ નહીં પરંતુ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. મહત્વની વાત એ છે કે, અન્ય ક્રિકેટર્સની પત્નીઓથી વિપરીત સૂર્યાકુમારની પત્ની દેવિશા શેટ્ટી સ્ટેડિયમમાં હાજર હોવા છતાં પણ લાઈમલાઈટ દૂર રહે છે. અમે તમારા માટે સૂર્યાકુમાર અને પત્ની દેવિશા શેટ્ટીની લવ સ્ટોરી લઈને આવ્યા છીએ જે બહુ જ રસપ્રદ છે.

ટીમ ઈન્ડિયાના સૂર્યાકુમાર યાદવની ક્રિકેટ કરિયર વિશે તો દરેક કોઈ જાણે જ છે પરંતુ તેની લવ સ્ટોરી વિશે બહુ ઓછા લોકો જાણે છે જે બહુ રસપ્રદ છે. સૂર્યાકુમારની પત્ની દેવિશા મૂળ દક્ષિણ ભારતની છે પરંતુ તેનો જન્મ મુંબઈમાં થયો હતો. મુંબઈમાં જ તેણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. મુંબઈની પોદાર કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાંથી તેણે ગ્રેજ્યુએશન કર્યું હતું.

મહત્વની વાત એ છે કે, આ જ કોલેજમાં દેવિશાની મુલાકાત સૂર્યાકુમાર યાદવ સાથે થઈ હતી. દેવિશાને ડાન્સનો શોખ બહુ જ છે. કોલેજના એક પ્રોગ્રામમાં દેવિશાને ડાન્સ કરતી જોઈ સૂર્યાકુમાર પાગલ થઈ ગયો હતો. પહેલા તેઓ મિત્રો બન્યા હતા ત્યાર બાદ ધીમે-ધીમે તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી.

સૂર્યાકુમારે પ્રથમ વખત દેવિશાને એક કોલેજના સમારોહમાં ડાન્સ કરતી જોઈ હતી અને તે જ સમયે દિલ ખોઈ બેઠો હતો. તે સમયે દેવિશા માત્ર 19 વર્ષની હતી. તેણે પોતાના મિત્રને દેવિશાને જાણકારી કાઢવા માટે કહ્યું અને ત્યારથી બન્ને વચ્ચે મિત્રતા શરુ થઈ હતી. દેવીશા શરૂઆતથી જ સૂર્યાકુમાર યાદવની બેટિંગની ઘણી પ્રભાવિત હતી અને સૂર્યાકુમાર યાદવને પણ નૃત્ય ઘણું પસંદ હતું જેથી બંનેનો વિચાર પ્રભાવ સમાન હોવાથી તેમની તેમણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.

સૂર્યાકુમાર યાદવ અને દેવિશા શેટ્ટીએ વર્ષ 2016માં લગ્ન કર્યા હતા. જેમાં પરિવારના સભ્યો અને અંગત મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. દેવિશા વ્યવસાયે ડાન્સ ટીચર રહી છે. તે સામાજિક કાર્યોમાં પણ રસ ધરાવે છે અને કેટલાંક એનજીઓ સાથે કામ કરી ચૂકી છે. તે સોશિયલ મીડિયામાં પણ બહુ જ એક્ટિવ રહે છે અને અનેકવાર પતિ સાથેની તસવીરો શેર કરતી રહે છે. દેવિશાએ પોતાની પીઠ પર પતિના નામનું ટેટૂ પણ કરાવ્યું છે.

સૂર્યાકુમાર યાદવનો જન્મ 14 સપ્ટેમ્બર 1990માં એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેનો જન્મ મુંબઈમાં થયો હતો. તેના પિતાનું નામ આલોકકુમાર યાદવ અને માતાનું નામ સપના યાદવ છે. તેના પિતા બીએઆરસીમાં એન્જીનિયરની નોકરી કરતાં હતા. સૂર્યાકુમાર યાદવને શરીર પર ટેટૂ બનાવવાનો બહુ જ શોખ છે એટલા માટે તેણે હાથ પર તેના માતા-પિતાનું ટેટૂ બનાવ્યું છે. સૂર્યાકુમાર યાદવને બાળપણથી ક્રિકેટ રમવાનો શોખ હતો એટલા માટે તેણે બાળપણથી ક્રિકેટ શીખવાનું ચાલુ કરી દીધું હતું.

નોંધનીય છે કે, ક્રિકેટર સૂર્યકુમાર યાદવનો વૈભવી એપાર્ટમેન્ટ મુંબઈના આંગણે આવેલો છે. આ એપાર્ટમેન્ટમાં તે પરિવાર સાથે રહે છે અને તે ખૂબ જ ધાર્મિક છે. પરિવાર ધાર્મિક હોવાને કારણે સૂર્યકુમારે પોતાના ઘરમાં પૂજા ઘર બનાવ્યું છે.