Only Gujarat

Sports

સુશાંત સિંહ રાજપુતની મેનેજરે કર્યો નવો ખુલાસો? ગર્લફ્રેન્ડને લઈ કહી મોટી વાત

મુંબઈઃ સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા કેસમાં અનેક લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. કેસમાં મુખ્ય આરોપી સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી છે. આ બાબતે રિયા ઉપરાંત તેમના પરિવાર અને સુશાંત સાથે જોડાયેલા અન્ય લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ સુશાંતની બિઝનેસ મેનેજર શ્રુતિ મોદીએ પણ સોમવારે પ્રવર્તન નિદેશાલય (ED)ની ઓફિસમાં તેમનું નિવેદન નોંધાવ્યું છે. જેમાં તેમણે અનેક ખુલાસા કર્યા છે.

શ્રુતિએ EDને જણાવ્યું કે, ‘જ્યારથી રિયા, સુશાંતની જિંદગીમાં આવી ત્યારથી તે સુશાંતના દરેક નિર્ણય કરતી હતી.’ શ્રુતિએ કેટલાક ઉદાહરણ પણ આપ્યા જેમાં સુશાંતના દરેક નિર્ણય લેતી હતી.

શ્રુતિએ એમ પણ કહ્યું કે, ‘રિયા સુશાંતની ફાઇનાન્શિયલ અને પ્રોજેક્ટ ફ્રન્ટ્સને પણ સંભાળતી હતી. તેમણે સુશાંતના કામની જવાબદારી લીધી હતી.’

શ્રુતિએ એમ પણ કહ્યું કે, ‘જ્યારે સુશાંત અને રિયાની મુલાકાત થઈ ત્યારે તે એકબીજાને ડેટ કરતાં હતાં, ત્યારે તે સુશાંતના બિઝનેસની મેનેજર હતી. ફેબ્રુઆરી 2020 પછી તે સુશાંત સાથે ટચમાં નહોતી.’

શ્રુતિનો ખુલાસો એ વાતનો ઇસારો કરે છે કે, રિયાએ સુશાંતને કંટ્રોલ કરી રાખ્યો હતો. તો સુશાંતના પિતા કે કે સિંહે રિયા પર લગાવેલાં આરોપોમાં આ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, દીકરાને વશમાં કરી રાખ્યો હતો.

આ વચ્ચે સુશાંતના પિતા દ્વારા રિયા અને શ્રુતિને મોકલેલાં વોટ્સએપ મેસેજ પણ સામે આવ્યા છે. જેમાં તેમણે રિયાને તેમણે દિકરા સાથે વાત કરવાની વિનંતી પણ કરી હતી. શ્રુતિએ તેમને સુશાંતનો સંપર્ક કરવામાં મદદ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે શ્રુતિને કહ્યું હતું કે, ‘જો તે વાત ન કરી શકતી હોય તો મુંબઈ જવા માટે મારી ફ્લાઇટની ટિકિટ મોકલી દે.’

સોમવારે EDએ રિયા ચક્રવર્તી, તેમના ભાઈ શોવિક ચક્રવર્તી અને પિતા ઇન્દ્રજીત ચક્રવર્તીને પૂછપરછ માટે ઓફિસ બોલાવ્યા હતાં. EDએ અત્યારે રિયા, શોવિક અને ઇન્દ્રજીતના મોબાઇલ તેમની પાસે જમા કરી લીધા છે.

EDએ ત્રણેયના મોબાઇલમાંથી છેલ્લાં એક વર્ષની ડિટેઇલ કાઢી તપાસ કરવા માગે છે. જો કોઈ એવો ડેટા નીકળશે તો ED તેને પાછું મેળવવાનો પ્રયત્ન કરશે.

EDએ સુશાંતના મોતનાં સાત દિવસ પહેલાં સુધીના ફોન અને ઇન્ટરનેટ IP એડ્રેસમાં બદલાવની પણ તપાસ કરી શકે થે. છેલ્લાં IP એડ્રેસ 7 ઓગસ્ટ, 2020મા બદલવામાં આવ્યાં હતાં.

અત્યારે IP એડ્રેસની તપાસ કરવાને લીધે અને તેને બદલનારા વિશે જાણ નથી. ED તરફથી આ તપાસ કરવામાં આવી રહી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page