ધોની-રૈનાના જ નહીં, તેમની પુત્રીઓ પણ એકબીજાની છે ખાસ ફ્રેન્ડ, જુઓ આ મસ્તીભરી તસવીરો

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને સુરેશ રૈનાની ફ્રેન્ડશિપ ખૂબ જ મજબૂત છે. સાથે મેચ રમી બંનેએ સાથે સંન્યાસ લેવા ઉપરાંત ઘણાં કામ પણ સાથે કર્યાં છે. IPLમાં પણ બંને એક જ ટીમ માટે રમે છે. વર્ષોથી બંનેનું બોન્ડિંગ જબરદસ્ત છે, પણ શું તમે જાણો છો તેમની દીકરીઓની ફ્રેન્ડશિપ વિશે? ધોનીની દીકરી જીવા અને રૈનાની દીકરી ગ્રેસિયા બેસ્ટ ફ્રેન્ડ છે. ઘણીવાર બંને સાથે જોવા મળી છે. આજે અમે તમને બંનેના એવા 10 ફોટો બતાવીએ જેને જોઈ તમે પણ બેસ્ટ ફ્રેન્ડ ફોરેવર કહેશો.

ભારતીય ક્રિકેટ ટીમના બે સ્ટાર મહેન્દ્રસિંહ ધોની અને સુરેશ રૈનાએ લગભગ એક જ સાથે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. ધોનીએ વર્ષ 2004માં વન-ડેમાં ડેબ્યુ કર્યું હતું તો, રૈનાએ એક વર્ષ પછી એટલે કે વર્ષ 2005માં ડેબ્યુ કર્યું હતું. આ ઉપરાંત બંનેએ એક સાથે 15 ઑગસ્ટે સંન્યાસ પણ લીધો હતો.

બંનેની ફ્રેન્ડશિપ માત્ર પોતાના સુધી નહીં પણ પરિવારિક પણ છે. વર્ષો સુધી સાથે ક્રિકેટ રમ્યા ઉપરાંત ધોની અને રૈના ફેમિલી ફ્રેન્ડ્સ પણ રહ્યાં છે. બંનેની વાઇફ અને દીકરી પણ સારી ફ્રેન્ડ છે.

જીવા અને ગ્રેસિયાના પિતા પણ તેમને બેસ્ટ ફ્રેન્ડ ફોરેવર કહે છે. એક સાથે પોતાના ટેબલેટમાં પિતાની મેચ જોતા આ ફોટો IPL દરમિયાનનો છે, જેને રૈનાએ જ શેર કર્યો હતો.

ઘણાં અવરસો પર બંને એક સાથે જોવા મળ્યા છે. ક્યારેક પોતાના પિતાની મેચમાં દરમિયાન ચીયર કરતી વખતે તો, ક્યારેક એકબીજાને ગળે લગાવતા તેમના ઘણાં ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયાં છે.

ગ્રેસિયાને કિસ કરતી જીવાનો આ ફોટો ખૂબ જ સુંદર છે. બંને આ ફોટોમાં ખૂબ જ ક્યૂટ લાગી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, સુરેશ રૈનાની દીકરીનો જન્મ 15 મે, 2016માં થયો હતો. ગ્રેસિયા હવે 5 વર્ષની થવાની છે.

તો ધોનીની દીકરી જીવાનો જન્મ 2 જાન્યુઆરી, 2015માં થયો હતો, થોડાંક જ દિવસમાં જુનિયર સાક્ષી 6 વર્ષની થઈ જશે.

આ ફોટોમાં CSKની જર્સી પહેરેલાં રૈના અને ધોની પોતાની દીકરીઓ સાથે હાથ પકડી ફિલ્ડ પર લઈ જતાં જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે, મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષી અને રૈનાની પત્ની પ્રિયંકા પણ બેસ્ટ ફ્રેન્ડ છે. IPL દરમિયાન જો ચેન્નઇ સુપર કિંગ્સની મેચ હોય તો સાક્ષી અને પ્રિયંકા એક સાથે જ બેઠી હોય છે.

ધોની અને રૈનાની ફ્રેન્ડશિપ આજે પણ જબરદસ્ત છે. એવી જ રીતે તેમની દીકરીઓ પણ બેસ્ટ ફ્રેન્ડ છે અને મોટી થયાં પછી જોવું રહ્યું કે, બંનેની ફ્રેન્ડશિપ ક્યાં સુધી જાય છે.

You cannot copy content of this page