Only Gujarat

National

આ યુવકે પ્રાઈવેટ પાર્ટને જ બનાવ્યું લોકર ને ચાર-ચાર મોબાઈલ છૂપાવ્યા પરંતુ અંતે..!

જોધપુર, રાજસ્થાનઃ જેલમાં ચોરી-છુપે વસ્તુઓ લાવવી અથવા તો કોઈએ આપ્યા બાદ તેને છુપાવવી કેદીઓ માટે આસાન નથી હોતું, કારણ કે જેલમાં સમય સમય પર ચેકિંગ થાય છે. એવામાં પકડાઈ જવાનો ડર રહે છે. આવા જ એક કિસ્સામાં કેદીએ બચવા માટે એક નહીં, ચાર મોબાઈલ પોતાના પ્રાઈવેટ પાર્ટમાં છુપાવીને રાખી દીધા. પરંતુ આ હરકતથી તેના પેટમાં એટલું દર્દ થયું કે તેને હૉસ્પિટલ લઈને જવો પડ્યો. ત્યારે આ ઘટનાની ખબર પડી. મામલો સેન્ટ્રલ જેલ સાથે જોડાયેલો છે. એમડીએમ હૉસ્પિટલમાં ઑપરેશન કરીને કેદીના પ્રાઈવેટ પાર્ટમાંથી મોબાઈલ કાઢવામાં આવ્યા. આ ઘટના મીડિયા અને સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. જો, જેલ પ્રશાસન આશ્ચર્યમા છે.

સગીર સાથે દુષ્કર્મના આરોપમાં મળી છે સજાઃ 32 વર્ષનો કેદી દેવારામ બાડમેરનો છે. તેને એક સગીર સાથે દુષ્કર્મ કરવાના આરોપમાં પોક્સો એક્ટમાં 10 વર્ષની સજા થઈ હતી. ગુરુવાર, 17 સપ્ટેમ્બરની રાત્રે દેવારામના પેટમાં ખૂબ જ દુખાવો થયો, ત્યારે તેને જેલ પરિસરમાં બનેલી હૉસ્પિટલમમાં ભરતી કરાવવામાં આવ્યો.

ત્યાં જ ડૉક્ટરને ખબર પડી કે તેના પ્રાઈવેટ પાર્ટમાં મોબાઈલ છુપાયેલા રાખ્યા છે. આ બાદ તેની સોનોગ્રાફી કરવામાં આવી. કેદીને બીજા દિવસે સવારે એમડીએમ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં મોડી સાંજ ઑપરેશન કરીને મોબાઈલ કાઢવામાં આવ્યા.

સૂત્રોના અનુસાર જેલમાં સામગ્રી પહોંચાડતા ઠેકેદારે આ મોબાઈલ પહોંચાડ્યા હતા. હાલ મામલાની તપાસ થઈ રહી છે.

You cannot copy content of this page