Only Gujarat

Bollywood FEATURED

‘મહાભારત’માં ઈન્દ્રદેવ બનેલા આ 68 વર્ષીય એક્ટર વૃદ્ધાશ્રમમાં રહેવા મજૂબર, પરિવારે તરછોડ્યા

મુંબઈઃ કોરોના વાઇરસ સંક્રમણને લીધે ટીવી પર 90નાં દશકની સિરિયલો રી-ટેલિકાસ્ટ કરવામાં આવી રહી છે, જેને દર્શકો ખૂબ જ પંસદ કરી રહ્યા છે. બીઆર ચોપરાની ‘મહાભારત’ સિરિયલની લોકપ્રિયતાને લીધે તેનાં એક્ટર પણ અત્યારે ચર્ચામાં છે, જેમાંથી એક છે ‘મહાભારત’માં દેવરાજ ઇન્દ્ર ભગવાનનો રોલ કરનાર 68 વર્ષના સતીશ કૌલ. અત્યારે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. ક્યારેક પંજાબી સિનેમાના અમિતાભ બચ્ચન કહેવાતા સતીશ આજે વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર છે. ઉલ્લેખનીય છે કે તેમને બોલિવૂડની અનેક ફિલ્મોમાં કામ પણ કર્યું છે.

મળતી માહિતી મુજબ, સતીશ કૌલ અત્યારે લુધિયાનાના વિવકાનંદ વૃદ્ધાશ્રમમાં રહે છે. તેમની પાસે ખાવા અને દવા લેવાના પણ રૂપિયા નથી. તેઓ આ પહેલાં બીમાર થતાં તેમને લુધિયાનાની હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. અહીં તે હોસ્પિટલમાં બિલ પણ ભરી શકતાં નહોતાં.

ઉલ્લેખનીય છે કે, તેમને લુધિયાનામાં એક એક્ટિંગ સ્કૂલ ખોલી હતી, જે ના ચાલતાં તેમને ખૂબ જ મોટું નુકસાન થયું હતું. રૂપિયાની તંગીને કારણે તેમની પત્નીએ ડિવોર્સ આપી દીધા અને દીકરા સાથે અમેરિકા વસી ગઈ હતી.

જુલાઈ, 2014માં બાથરૂમમાં લપસી જતાં સતીશને સ્પાઇનલ ફ્રેક્ચર થઈ ગયું હતું, જેને લીધે તેમને લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું હતું. તેમની હાલત એવી થઈ ગઈ હતી કે દવાનું બિલ ચૂકવવાના પણ તેમની પાસે રૂપિયા વધ્યા નહોતાં. આ પછી લુધિનામાં તેમને એક સોશિયલ ઓર્ગેનાઇઝેશનની મદદ લીધી હતી.

પંજાબી સિનેમાના અમિતાભ બચ્ચન કહેવાતા સતીશ આજે ગુમનામી જિંદગી જીવી રહ્યા છે. તે FTII પૂણેથી ગ્રેજ્યુએટ છે અને તેમને જયા બચ્ચન અને ડેનીના બેચમેટ રહી ચૂક્યા છે. પોપ્યુલર ફિલ્મ ‘કર્મા’માં જોવા મળેલા સતીશ લાંબા સમય સુધી પથારી પર છે અને તેમની સાથે કોઈ નથી.

સતીશ કૌલ પંજાબી અને હિન્દી ફિલ્મોમાં કાર કરી ચૂક્યા છે. તેમણે 300થી વધારે પંજાબી અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તેઓ દેવાનંદ, દિલીપ કુમાર સાથે પણ કામ કરી ચૂક્યા છે. પંજાબી સિનેમામાં તેમના યોગદાન માટે તેમને લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ પણ મળ્યો છે.

સતીશ કૌલે બી.આર. ચોપરાની મહાભારતમાં ઇન્દ્ર દેવનો રોલ પ્લે કર્યો હતો. તેઓ ‘આન્ટી નંબર 1’, ‘ખેલ’, ‘રામ લખન’, ‘કર્મા’, ‘ખૂની મહેલ’, ‘ઇલ્જામ’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ ઉપરાંત તેમને રામાનંદ સાગરની ટીવી સિરીયલ ‘વિક્રમ વેતાલ’માં પણ કામ કર્યું છે.

ફિલ્મ ‘કર્મા’ના એક સીનમાં નૂતન સાથે સતીશ. આ ફિલ્મમાં તેમને નૂતન અને દિલીપ કુમારના દીકરાનો રોલ પ્લે કર્યો હતો.

You cannot copy content of this page