Only Gujarat

Bollywood

એક સમયની ટોચની અભિનેત્રીએ પ્રેમી માટે હિંદુમાંથી મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના નિધન મામલે અત્યારે ડ્રગ એન્ગલથી તપાસ ચાલી રહી છે. જેમાં બોલિવૂડના ઘણાં મોટા સેલેબ્સના નામ સામે આવ્યાં છે. દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, રકુલપ્રીત સિંહ, સિમોન ખંભાટા અને મધુ મંતેની આ મામલે NCB પૂછપરછ કરી રહી છે. એવું પહેલીવાર નથી કે કોઈ સેલેબ્સનું નામ ડ્રગ માફિયા સાથે જોડાયું હોય. 90નાં દશકની ફેમશ એક્ટ્રસ મમતા કુલકર્ણીનું નામ ડ્રગ્સ માફિયા વિકી ગોસ્વામી સાથે જોડાઈ ચૂક્યું હતું. ઉલ્લેખનીય છે કે, 20 વર્ષ પહેલાં મમતા કુલકર્ણી અચાનક બોલિવૂડ છોડી ગાયબ થઈ ગઈ હતી.

મમતા કુલકર્ણી તેની ફિલ્મો કરતાં વિવાદને લીધે ચર્ચામાં હતી. વર્ષ 1993માં સ્ટારડસ્ટ મેગેઝિનમાં ટૉપલેસ થઈ ઇસ્લામ ધર્મ અપનાવવા સુધી, મમતા અને વિવાદનો ઉંડો સંબંધ હતો.

મમતાએ તેના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 1992માં ફિલ્મ ‘તિરંગા’થી કરી હતી. આ પછી બોલિવૂડમાં તેમણે ઘણી હિટ ફિલ્મો આપી હતી, પણ વર્ષ 2000 પછી મમતા અચાનક ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી ગાયબ થઈ ગઈ હતી.

મમતા કુલકર્ણી ડ્રગ્સ માફિયા વિકી ગોસ્વામીને પ્રેમ કરતી હતી. વિકી જેલમાં બંધ હતો ત્યારે તેને છોડાવવા માટે બોલિવૂડને અલવિદા કહી દીધું અને દુબઈ જઈ વસી ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, મમતા કુલકર્ણીએ અંડરવર્લ્ડ ડ્રગ માફિયા વિકી ગોસ્વામી સાથે લગ્ન કરી લીધા હતાં.

મે 2016માં એક રિપોર્ટ મુજબ, દુબઈની જેલમાં વિકીને લાગ્યું કે જો તે ઇસ્લામ ધર્મ સ્વીકારી લેશે તો તેની કાયદાકીય સજા ઓછી થઈ જશે. એક રિપોર્ટ મુજબ વિકીએ કાયદાથી બચવા માટે ઇસ્લામ ધર્મ કબૂલ કરી લીધો હતો.

કહેવામાં આવે છે કે, વિકીના પ્રેમમાં પાગલ મમતા કુલકર્ણી પણ મુસ્લિમ બની ગઈ હતી. વિકીએ તેનું નામ યૂસુફ અહમદ ખા અને મમતાએ તેનું નામ આયશા બેગમ રાખી દીધું હતું. પછી 15 વર્ષ જેલમાં રહ્યાં પછી વિકી ગોસ્વામીની 10 વર્ષની સજા ઓછી કરી દેવામાં આવી હતી.

વિક્કીએ વર્ષ 2013માં મમતા સાથે લગ્ન કર્યાં અને વર્તમાનમાં બંને કેન્યાના મોમ્બાસામાં રહે છે. જોકે, મમતાએ તેમના લગ્નના સમાચારને હંમેશા અફવા ગણાવી છે. મમતાએ જણાવ્યા મુજબ, ‘મેં ક્યારેય લગ્ન કર્યાં નથી અને અત્યારે પણ પરિણીત નથી. એ વાત સાચી છે કે, હું વિક્કીને પ્રેમ કરું છું, પણ તેને ખબર હશે કે મારો પહેલો પ્રેમ ઇશ્વર છે.’

ડિરેક્ટ રાજકુમાર સંતોષીએ મમતાને ફિલ્મ ‘ચાઇના ગેટ’માં લીડ એક્ટ્રસ તરીકે લીધી હતી. શરૂઆતમાં મતભેદ થયાં પછી રાજકુમાર સંતોષીએ મમતાને ફિલ્મમાંથી બહાર કરી દીધી હતી. સમાચારો મુજબ, અંડરવર્લ્ડનું પ્રેશર વધ્યા પછી, મમતાને ફરી ફિલ્મમાં લેવામાં આવી હતી. આ પછી મમતાએ રાજકુમાર સંતોષી પર સેક્સુઅલ હેરેસમેન્ટનો પણ આરોપ લગાવ્યો હતો.

વર્ષ 1992માં ફિલ્મ ‘તિરંગા’થી બોલિવૂડમાં ડેબ્યુ કરનારી મમતા કુલકર્ણીએ વર્ષ 1993માં ફિલ્મ ‘આશિક આવારા’માં સ્ટારડમ મેળવ્યું હતું. આ ફિલ્મ માટે તેમને ‘ફિલ્મફેયર ન્યૂ ફેસ’નો એવોર્ડ પણ મળ્યો હતો. આ પછી મમતાએ ‘વક્ત હમારા હૈ’, ‘ક્રાંતિવીર’, ‘કરણ અર્જુન’ સહિતની ફિલ્મોમાં કામ કર્યું હતું. મમતા કુલકર્ણીની લાસ્ટ રિલીઝ ફિલ્મ ‘કભી તુમ કભી હમ’ વર્ષ 2002માં રિલીઝ થઈ હતી.

મમતા કુલકર્ણી ક્યારેક બોલ્ડ અંદાજને લીધે ચર્ચામાં રહ્યાં પછી સાધ્વી પણ બની હતી. બોલિવૂડને છોડ્યા પછી આધ્યાત્મની રાહ પકડી હતી. વર્ષ 2013માં તેમણે તેમની ‘ઓટોબાયોગ્રાફી ઓફ એન યોગિની’ રિલીઝ કરી હતી.

ફિલ્મી દુનિયાને અલવિદા કહેવા અંગે મમતા કુલકર્ણીએ કહ્યું કે, ‘કેટલાક લોકો દુનિયાના કામમાં જન્મે છે, જ્યારે કેટલાક ઇશ્વર માટે જન્મે છે. હું પણ ઇશ્વર માટે જન્મી છું.’

20 એપ્રિલ, 1972માં મુંબઈના એક મરાઠી પરિવારમાં જન્મેલી મમતા કુલકર્ણીની બે બહેનો મિથિલા અને મોલિના છે. મમતાએ 90નાં દશકમાં ફિલ્મ ‘આશિક આવારા’ અને ‘કરણ અર્જુન’ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page