Only Gujarat

Bollywood

‘પુષ્પા’ અલ્લુ અર્જુનની પત્નીની સુંદરતા જોઈને ભૂલી જશો ભાન

કોરોનાની ત્રીજી લહેર વચ્ચે થિએટર અને મલ્ટિપ્લેક્સમાં એકવાર ફરી લોકો આવતાં જતાં નથી, પણ આ વચ્ચે એક એવી ફિલ્મ આવી જેને ધૂમ મચાવી દીધી છે. સાઉથની ફિલ્મ પુષ્પા ધ રાઇઝ રિલીઝ થયા પછી તમામ થિએટર અને મલ્ટીપ્લેક્ષ હકડેઠઠ ભરેલાં છે. આ ફિલ્મે બોલિવૂડની ભલભલી ફિલ્મોને જોરદાર પછાડી છે.

પુષ્પા ધ રાઇઝ ફિલ્મે 300 કરોડથી વધુનો વેપાર કર્યો છે અને આ ફિલ્મમાં સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની જોડી લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આજે અમે તમને અલ્લુ અર્જુનની પત્ની વિશે જણાવી રહ્યા છીએ. અલ્લુ અર્જુનની પત્નીનું નામ સ્નેહા રેડ્ડી છે.

પુષ્પા ધ રાઇઝ ફિલ્મ પછી અલ્લુ અર્જુન સતત ચર્ચામાં છે. જોકે, તેમની પત્ની સ્નેહા પણ ખૂબ જ લોકપ્રિય છે. અલ્લુ અર્જુને 6 માર્ચ 2016માં સ્નેહા રેડ્ડી સાથે હૈદરાબાદમાં લગ્ન કર્યા હતા અને આજે અલ્લુ અને સ્નેહા બંને બે બાળકોના માતા-પિતા છે.

ઉલ્લેખનીય છે કે, સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની વાઇફ સ્નેહા ખૂબ જ સુંદર છે અને ગ્લેમરસ બાબતે સ્નેહા દરેક હીરોઇનને ટક્કર આપે છે. ઉલ્લેખનીય છે કે, સ્નેહા તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે.

સ્નેહા રેડ્ડીએ અમેરિકામાં રહીને તેની સ્ટડી પૂરી કરી છે અને તેમણે કોમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી હાંસલ કરી છે અને તેમના પિતા હૈદરાબાદમાં એક મોટા બિઝનેસમેન છે.

એક રિપોર્ટ મુજબ બંનેની પ્રેમ કહાની એક ફ્રેન્ડના લગ્નમાંથી શરૂ થઈ હતી. બંને લગ્નમાં સામેલ થયાં હતાં અને બંનેને પહેલીવારમાં જ પ્રેમ થઈ ગયો હતો.

સ્નેહા ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી ખૂબ જ દૂર છે પણ તે સુંદરતા બાબતે મોટી-મોટી એક્ટ્રેસને પણ ટક્કર આપે છે. આ ઉપરાંત સ્નેહા એક બિઝનેસ વુમન પણ છે.

You cannot copy content of this page