Only Gujarat

Bollywood

જ્યારે શ્રીદેવીએ પીઠ પર લખ્યું હતું પતિનું નામ, બોની કપૂરને આવી પત્નીની યાદ

હિન્દી સિનેમાની દિગ્ગજ એક્ટ્રેસ શ્રીદેવીના નિધનને ચાર વર્ષ થઈ ગયા છે. તેમની યાદ આજે પણ લોકોને આવે છે. શ્રીદેવીના પતિ બોની કપૂર ઘણીવાર પોતાની પત્નીની જૂની યાદોને તાજી કરે છે. ક્યારેક તેમની મસ્તી તો ક્યારે તેમના ગાઢ સંબંધ ફોટોમાં જોવા મળે છે. બોનીએ શ્રીદેવીનો એક ફોટો શેર કરીને પોતાની પત્નીને યાદ કરી છે.

ફોટો શેર કરી બોની કપૂરે લખ્યું કે, વર્ષ 2012માં લખનઉના સહારા શહેરમાં દુર્ગા પૂજા કરતી વખતે દુર્ગા પૂજાના સિંદૂર ખેલી હસતી શ્રીદેવીના ફોટો જોઈને એવું લાગતું નથી કે, હવે તે આ દુનિયામાં નથી. જાણે ગઈકાલની જ વાત છે. ફોટોમાં શ્રીદેવી મહિલાઓ સાથે સિંદૂર ખેલની મજા માણતી જોવા મળી રહી છે. તેમના માથા પર સિંદૂર પણ જોવા મળે છે. ગાલ પર અને પીઠમાં સિંદૂરથી પોતાના પતિનું નામ લખેલું છે.

સાદગી અને ખુશ શ્રીદેવીની આ યાદ બોનીએ આજે પણ સંભાળીને રાખી છે. ફોટો પર શ્રીદેવીના ફેન્સે તેમને યાદ કરી પોતાનું દુખ વ્યક્ત કર્યું છે. યૂઝર્સે શ્રીદેવીને મિસ કરવાની વાત કરી કોમેન્ટ્સમાં લખ્યું છે. તો કેટલાકે એક્ટ્રેસની સુંદરતાના વખાણ પણ કર્યા છે.

બોની કપૂરે છેલ્લાં બે અઠવાડિયાથી શ્રીદેવી સાથે પસાર કરેલી કેટલીક યાદગાર ક્ષણ શેર કરી છે. એક ફોટોમાં બંને હોટેલની લોબીમાં ચાલતાં જોવા મળી રહ્યા છે. તો બીજા ફોટોમાં આઇસક્રીમ ખાતા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં શ્રીદેવીનું એક દુર્ઘટનામાં નિધન થયું હતું. તેમના નિધન વખતે જાહ્નવી કપૂરની ડેબ્યુ ફિલ્મ ધડક પણ રિલીઝ થઈ હતી.

You cannot copy content of this page